કન્ટેંટ ઇઝ કિંગ

આજનો જમાનો એટલે ચીલાચાલુ કરતા કશૂક નવુ આપવાનો જમાનો, કારણ તે પછી દર્શક હોય કે કસ્ટમર તેને હંમેશા કશૂક નવુ જોઈયે છે.

Diamond-City-News-Special-Story-379-Samir-Joshi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કન્ટેંટ ઇસ કિંગ આ વાક્ય આપણા માટે નવુ નથી. પહેલા કોઈ પિક્ચર કે નાટક જોઈને આવતુ ત્યારે કહેતુ કે સ્ટોરી સારી છે કે ખરાબ. આજે પિક્ચર, નાટક કે સીરિયલ બધા માટે લોકો એક જ શબ્દ વાપરે છે અને તે એટલે કન્ટેંટ. પિક્ચર કે નાટકના કન્ટેંટમાં દમ નથી કાંતો કન્ટેંટ સારુ છે.

નવા નવા વિષયોને લોકો નવા નવા કન્ટેંટના નામે ઓળખે છે. આજનો જમાનો એટલે ચીલાચાલુ કરતા કશૂક નવુ આપવાનો જમાનો, કારણ તે પછી દર્શક હોય કે કસ્ટમર તેને હંમેશા કશૂક નવુ જોઈયે છે.

આજ કારણસર આજે લો બજેટ વાળી ફિલ્મો જેમાં કન્ટેંટ પાવરફુલ હોય છે તે મેગા બજેટ પ્રોડક્શન વાળી ફિલ્મોને પણ ટક્કર આપેછે. વેબ સિરીઝ દ્વારા નવા કન્ટેંટ પ્રોવાઈડરો જે ખરેખર કૈંક સારુ આપવા માંગે છે તેમના માટે મનોરંજનના માધ્યમમાં પોતાનો પગ પસારો અને સફળતા માટે વેબ પ્લેટફોર્મ ફળ્યુ છે.

કારણ અહીં કોઈના કંટ્રોલમાં તમારે કામ કરવાનું નથી અને તમે જે પ્રોડ્યૂસ કરશો તેનો રિસ્પોન્સ કે રિઝલ્ટ દર્શક તમને ત્યારે ને ત્યારેજ આપી દેશે. કન્ટેંટ પહેલા પણ પીરસવામાં આવતુ હતુ અને આજે પણ પીરસવામાં આવે છે.

પરંતુ ફર્ક એટલો છે કે આજે માધ્યમો વધ્યા છે અને દર્શક ઇવૉલ્વ થયો છે. પહેલા જે પીરસાતુ તે ઘણુ લિમિટેડ હોવાને કારણે તેને જોવા સિવાય દર્શક પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પણ આજે તે રાજા છે, તમારે તેને જે જોઈયે છે તે આપવુ પડશે અને જો નહી મળે તો તે તમારી તરફ નજર પણ નહી નાખે.

અર્થાત્ કન્ટેંટ ઇઝ કિંગ અને કસ્ટમર ઇઝ કિંગ બંન્ને સમાન છે તેમ કહી શકાય. કારણ સરળ છે કન્ટેંટ તમે કસ્ટમરની માંગ અનુસાર બનાવો છો. આથી કસ્ટમર માટે બનાવવામાં આવેલા કન્ટેંટને કહી શકાય કે કન્ટેંટ ઇઝ કિંગ અર્થાત્ કસ્ટમર ઇઝ કિંગ.

માર્કેટીંગમાં આજે કન્ટેંટની ભારે બોલબાલા છે અને બધાનું ફોકસ હું બેસ્ટ કન્ટેંટ પ્રોવાઈડ કરુ તેના તરફ છે. આનો પાયો તે છે કે કસ્ટમર ફોકસ્ડ કન્ટેંટ અને નહીં કે કન્ટેંટ ફોર ધ સેક ઓફ કન્ટેંટ. માર્કેટીંગમાં કન્ટેંટનો પાયો જ છે કસ્ટમર સુધી પહોંચી તેને રીઝવવાનો અને પોતાની તરફ આકર્ષવાનો.

કન્ટેંટને બ્રાન્ડિંગ અને માર્કેટીંગના સંદર્ભમાં સમજવાની કોશિશ કરિયેતો કોઈપણ પ્રકારનો મેસેજ પછી તે શાબ્દિક હોય, ગ્રાફિકલ હોય, વિઝ્યુઅલ હોય, વીડિયો હોય કે ઇંટરૅક્ટિવ હોય અને તે વેબ બેઝ્ડ હોય અર્થાત્ તમારી કે બીજી કોઈ વેબસાઇટ પર હોય તેને કન્ટેંટ કહી શકાય.

આજે કન્ટેંટની આવશ્યકતા અને મહત્વ વધુ છે તેનું કારણ તે કન્ઝ્યુમરને મનોરંજન અને માહિતી પુરી પાડે છે. મેસેજ આપે છે તે તો છે જ પરંતુ તે લાંબાગાળા સુધી અથવા સદૈવ માટે ઉપલબ્ધ છે.

આપણે જો ટ્રેડીશનલ મીડીયાની વાત કરિયે તો, પ્રિન્ટ એડ, આઉટડોર, ટીવી, રેડિયો કે પછી ડાઇરેક્ટ મેલર, આ બધા ટેંપરરી કહી શકાય. કારણ તે સ્ટેટિક એડનું કન્ટેંટ જોઈ લોકો કંટાળશે અને મીડીયામાં તેને હંમેશા રિલીઝ કરવુ પરવડે નહી.

જ્યારે કન્ટેંટ જો વેબ માટે બનાવ્યુ હશે તો તે હંમેશા માટે ત્યાં રહેશે અને જેને જ્યારે જોવુ હશે ત્યારે તેને જોઈ શકશે. બિજુ, બંનેમાં, ટ્રેડીશનલ મીડીયા અને ડિજિટલમા નવા કન્ટેંટ ક્રિએટ કરવા પડશે, નવુ પીરસવા માટે પણ ટ્રેડીશનલમાં મીડીયા કોસ્ટ તમને સીમિત રાખશે તમારા કેમ્પેઇન રન કરવા માટે.

જ્યારે ડિજિટલ મીડીયા સસ્તુ હોવાથી અથવા જો તમે તમારુ પોતાનું પ્લૅટફૉર્મ ઉભુ કરી દો તો ફક્ત કન્ટેંટ કોસ્ટ તમને આવે છે.

ડિજિટલમાં તમે SEO (Search Engine Optimisation) કે પછી સોશિયલ મીડીયા દ્વારા ધીરે ધીરે બ્રાન્ડને બિલ્ડ કરો છો. મહત્વનું તે છે કે તમને કેટલુ ROI (Return On Investment) મળે છે. પરંતુ જો કન્ટેંટ ડ્રિવન વ્યુહરચના હશે તો તે લાંબા ગાળાની વ્યુહરચના આપશે.

કન્ટેંટ તમારી કોઈપણ ઓનલાઇન વ્યુહરચનાને કોમ્પ્લીમેન્ટ કરશે. આ ઉપરાંત કન્ટેંટ તમને બીજા ઘણા ફાયદાઓ આપશે જેવા કે, તમારી વેબસાઇટ કે સોશિયલ મીડીયા પર ટ્રાફિક વધારી નવા લોકોને આકર્ષવા, તમારી બ્રાન્ડની રેપ્યુટેશન વધારશે, કન્ટેંટ જેટલુ પાવરફુલ હશે તેટલી બ્રાન્ડની રેપ્યુટેશન વધશે, આના સહારે તમારી બ્રાન્ડ માટે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે, કન્ટેંટ સેલ્સ માટે કન્વર્ઝન પણ પૂરુ પાડશે, તમને નવા રેવેન્યૂના માર્ગ પણ ખોલી આપશે અને જો કન્ટેંટ એવરગ્રીન હશે તો તે હંમેશા માટે લાંબાગાળા સુધી તમારા વેબ પ્લેટફોર્મ પર રહેશે.

કન્ટેંટ માર્કેટીંગને ત્રણ ભાગમાં જોવામાં આવે તો;

પહેલુ પાસુ એટલે શામાટે તમે કન્ટેંટ બનાવો છો, કોને તેનાથી મદદ મળશે અને કેવીરિતે તેના જવાબો શોધો. આ જવાબો તમારી વ્યુહરચના બનાવશે. ડિજિટલ મીડીયાની બ્યૂટી તે છે કે તમે જેને ચાહો તેને ટાર્ગેટ કરી શકો.

પહેલા આપણે બ્રોડ સેગમેન્ટની અર્થાત બહોળા સમુદાયની વાતો કરતા અને તેમને ટાર્ગેટ કરવાની વ્યુહરચના બનાવતા. તેમાં કદાચ મારા કસ્ટમરો ના પણ હોય પણ બ્રાન્ડ માટે તેની ચોઈઝ નહોતી.

આજે ડિજિટલ મીડીયાના સહારે તમે જેને ચાહો તેને ટાર્ગેટ કરી શકો છો જેથી તમારુ ઈન્વેસ્ટમેન્ટ વ્યર્થ ન જાય. તેથી પહેલુ પાસુ તમને તમારી વ્યુહરચનાના સહારે રેવન્યૂ વધારવાની, કોસ્ટ ઘટાડવાની અને કસ્ટમરને આકર્ષવાની તક આપશે.

બિજુ પાસુ તમને કન્ટેંટ ક્રિએટ કરવાની તક આપશે જેમાં તમે જે કસ્ટમરને ટાર્ગેટ કરવા માંગો છો તેને રુચિકર કે તેની પર્સનાલિટીને અનુરૂપ મેસેજ ક્રિએટ કરશો જેથી તેને લાગશે કે આતો મારા માટે છે અને મારીજ વાતો કરી રહ્યા છે.

આપણી જાણ ખાતર સફળ બ્રાન્ડ પોતાની વેબસાઇટના વિવિધ લેન્ડિંગ પેજ બનાવીને રાખશે જેથી તેઓ જેને ટાર્ગેટ કરવા માંગે છે તેઓ જ્યારે વેબસાઇટ પર આવે ત્યારે તેમને તેમના વિષેનો લાગતો વળગતો મેસેજ મળે જેથી કન્વર્ઝન આસાન થઈ જાય.

ત્રીજુ પાસુ એટલે કન્ટેન્ટને ક્યાં ક્યાં પોસ્ટ કે પબ્લિશ કરવુ. આમાં તમારા ટાર્ગેટ ઓડિયેન્સની ડિજિટલ કન્ઝ્યુમર જર્નીનો અભ્યાસ કરી જે-તે વેબસાઇટ પર મેસેજ પબ્લિશ કરવો.

કન્ટેંટની બીજી મજા તે છે કે જો તે પોપ્યુલર થાય તો આપમેળે વાઇરલ થવા લાગે છે અને તમારા ટાર્ગેટ ઓડિયેન્સ સુધી વીના કોઈ ખર્ચે પહોંચી જાય છે. ઘણીવાર તમે ક્રાઉડ સોર્સ દ્વારા કન્ટેંટ બનાવી શકો છો. આનાથી તમને તૈયાર કન્ટેંટ મળે છે અને બ્રાન્ડને પોપ્યુલૅરિટી અલગથી.

કન્ટેંટનું એક ઉદાહરણ જોઈયે તો; એક સીક્યોરિટી સોલ્યૂશન કંપનીએ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સ્ટૅંડ-અપ કોમેડી શો રાખ્યો અને વિષય રાખ્યો સીક્યોરિટી એટ હોમ.

આ થયુ ક્યૂરેટેડ કન્ટેંટ જેમાં ખ્યાતનામ સ્ટૅંડ-અપ આર્ટીસ્ટે બ્રાન્ડની બ્રીફ પ્રમાણે પોતાની સ્ક્રિપ્ટ બનાવી તેમાં બ્રાન્ડ વિષેની માહિતી વણી લીધી.

દર્શકો રિલૅક્સ મૂડમાં હોવાથી બ્રાન્ડ તેમના મગજમાં આસાનીથી સ્થાયી થઈ જાય. આ કન્ટેંટને ત્યારબાદ વેબ પર પબ્લિશ કર્યુ આનાથી બીજા ઘણા લોકો સુધી તે પહોંચ્યુ.

જ્યારે કોઈ વ્યક્તિ ગૂગલ સર્ચ કરે તે આર્ટિસ્ટ માટે કે કન્ટેંટ માટે ત્યારે તે કન્ટેંટ પહેલા લીસ્ટમાં જોવા મળશે. આમ કન્ટેંટના ઘણા ફાયદાઓ છે અને તેને ઘણીરીતે બનાવી શકાય છે.

ડિજિટલ પ્લેટફોર્મ અને કન્ટેંટનું મુખ્ય કામ છે કસ્ટમરને કન્વર્ટ કરવાનું અને હયાત કસ્ટમરને પકડી રાખવાનું. કન્ટેંટ જેટલુ મજબૂત હશે કસ્ટમર તે બ્રાન્ડને વધુ સરાહશે અને અપનાવશે. તેથી કહી શકાય કે જે બ્રાન્ડ કન્ટેંટના સહારે કિંગ બનશે તે કસ્ટમર નામક પ્રજાના દિલ પર હંમેશા રાજ કરશે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant