વિદેશ સાથે ભારતમાં પણ ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધતા સ્થાનીક હીરાઉદ્યોગકારો ગેલમાં

Demand-for-diamond-jewellery-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

હીરા ઉદ્યોગમાં નાના અને પાતળી સાઇઝના હીરાની સારી ડિમાન્ડ, કેટલાક કારખાનાઓમાં કામના કલાકો વધારાયા

હીરા ઉદ્યોગમાં હાલ સારી તેજી જોવા મળી રહી છે. અમેરિકા, યુરોપની સાથે ભારતમાં પણ લગ્નસરાની મોસમ હોવાથી ડાયમંડ જ્વેલરીની સારી ડિમાન્ડ નીકળતા નાની અને પાતળી સાઇઝના હીરાની માંગમાં વધારો થયો છે. જેને પગલે ઉદ્યોગકારો પાસે મોટાપ્રમાણમાં ઓર્ડર હોવાથી સમય પર તમામ ઓર્ડર તૈયાર કરવા માટે કેટલાક ઉદ્યોગકારોએ કામના કલાકો વધારી દીધા છે. સામાન્ય રીતે મોટાભાગના હીરા કારખાનાઓ સવારે 9થી સાંજે 6 કલાક સુધી ચાલુ હોય છે જોકે હાલ રાતે 8 વાગે સુધી કારખાનાઓ ચાલુ રહે છે.

હીરા ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ કોરો્નાની બીજી લહેર પછી હીરાઉદ્યોગ તેજીનો ચળકાટ જોવા મળી રહ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બર મહીનાને બાદ કરતા પાછલા તમામ મહીનાઓમાં કટ અને પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં લગાતાર વધારો થયો છે. ડિસેમ્બરમાં ક્રિસમસ અને હાલ ફેબ્રઆરીમાં વેલેન્ટાઇનને લીધે હીરા ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં વેપાર મળ્યો છે. અત્યાર સુધી હીરા ઉદ્યોગકારો માટે વિદેશમાં અમેરિકા અને યુરોપના બજારો અગત્યના ગણાતા હતા. જોકે હવે છેલ્લા ચાર-વર્ષથી ભારતમાં યંગ જનરેશનમાં ડાયમંડ જ્વેલરીનો ક્રેઝ વધ્યો છે.

બર્થડે, રક્ષાબંધન અને લગ્નસરામાં ગિફ્ટ તરીકે સોના, ચાંદીની જ્વેલરીની જેમ ડાયમંડ જ્વેલરી આપે છે. જેને લીધે ભારતીય બજારમાં પણ ડાયમંડ જ્વેલરીની માંગ લગાતાર વધી છે. આગામી જૂન સુધી ભારતમા લગ્નસરાની મોસમ હોવાથી હીરાઉદ્યોગકારો માટે આવનારા દિવસો પણ સારા રહેશે. પરિસ્થિતિને જોતા જ્વેલર્સો હીરા ઉદ્યોગકારોને કટ અને પોલિશ્ડ હીરા માટેના ઓર્ડર આપ્યા છે. હાલ અમેરિકા, યુરોપ અને ભારતમાંથી પણ મોટાપાયે ઓર્ડર નોંધાતા હીરા ઉદ્યોગકારોને તમામ ઓર્ડર સમય પર પુરો કરવા મુશ્કેલી થાય તેમ છે. જે પરિસ્થિતિને પહોચી વળવા ઉદ્યોગકારો કારખાનામાં કામના કલાકો વધારી પ્રોડક્શન વધારી રહ્યા છે. હીરા ઉદ્યોગકાર ચંદૂભાઇ શેટા જણાવે છે કે હાલ તેમની પાસે નાના, અને પાતળા સાઇઝના હીરાઓ માટે ઓર્ડર સારા પ્રમાણમાં હોવાથી વેપાર સારો દેખાઇ રહ્યો છે. મોટાભાગના હીરા ઉદ્યોગાકારો પાસે ઓર્ડર હોવાથી તેઓએ કામના કલાકો વધાર્યો છે. સાંજે 6 વાગેની જગ્યાએ 8 વાગે સુધી કારખાનાઓમાં કામ ચાલુ છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant