ડેબસ્વાના જ્વાનેંગ ખાણને ભૂગર્ભ વિસ્તરણ કરવા માટે 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે

જ્વાનેંગ વિશ્વની સૌથી મોટી હીરાની ખાણ છે. તે બોત્સ્વાનાના અર્થતંત્ર અને ડી બીયર્સ ગ્રુપ બિઝનેસ બંનેનો કેન્દ્રિય આધારસ્તંભ છે. : અલ કૂક

Debswana invest $1 billion to expand the Jwaneng mine underground
ફોટો : જ્વાનેંગ ખાણમાં રેમ્પ પર જતી ટ્રકો. © ડી બીયર્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ડી બિયર્સ ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર વચ્ચેના 50-50 ટકા હીરાના ખાણકામના સંયુક્ત સાહસે ડેબસ્વાના બોર્ડને જ્વનેંગ ભૂર્ગભ પ્રોજેક્ટમાં રોકાણ માટે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ વિશ્વના સૌથી કિંમતી હીરા શોધવાની ખાણ સુધી જવાનો માર્ગ મોકળો કરે છે. ખુલ્લા ખાડામાંથી ભૂર્ગભમાં ઉતરી કિંમતી હીરા શોધી કાઢવાના આ પ્રોજેક્ટમાં ડેબસ્વાનાના બોર્ડ 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

એક્સપ્લોરેશન એક્સેસ ડેવલપમેન્ટ ફેઝ માટે 1 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. તે કિમ્બરલાઈટ પાઈપોના વ્યાપક સેમ્પલિંગને સરળ બનાવવા માટે ડ્રિલિંગ પ્લેટફોર્મની સ્થાપના કરશે. ભૂગર્ભની ખાણ માટે પ્રારંભિક એક્સેસ કરશે. તે વિકાસશીલ છે. પ્રોજેક્ટના આગામી તબક્કાઓને ટેકો આપવા માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે. મે 2024માં આ કામગીરી શરૂ થશે. સંભવિત અભ્યાસોની સફળતાપૂર્વક પૂર્ણતાને તે અનુસરશે. એક્સપ્લારેશન એક્સેસ ડેવલપમેન્ટ સ્ટેજને અનુસરીને પ્રોજેક્ટને વધુ બે તબક્કામાં વિકસાવવામાં આવશે. ફેઝ 1 માઈનીંગ અને ફેઝ 2 માઈનીંગ લાંબાગાળાના હીરાના પુરવઠાને કડક બનાવવાના વાતાવરણમાં ખાણમાં લાંબાગાળાના ઉત્પાદનને ટેકો આપશે.

ડી બીયર્સ ગ્રુપના સીઈઓ અને ડેબસ્વાના ડેપ્યુટી બોર્ડના ચૅરમૅન અલ કૂકે કહ્યું જ્વાનેંગ વિશ્વની સૌથી મોટી હીરાની ખાણ છે. તે બોત્સ્વાનાના અર્થતંત્ર અને ડી બીયર્સ ગ્રુપ બિઝનેસ બંનેનો કેન્દ્રિય આધારસ્તંભ છે. કુદરતી હીરાનો વૈશ્વિક પુરવઠો ઘટી રહ્યો છે, તેથી જ્વાનેંગ અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ સાથે આગળ વધવાથી રોકાણકારો માટે નવું મૂલ્ય ઊભું થઈ શકે છે. દેશમાં નવી ટેક્નોલૉજી આવશે. અમારા કર્મચારીઓ માટે નવું કૌશલ્ય સર્જાશે અને વિશ્વભરના ગ્રાહકો માટે નવા રત્નોનો ખજાનો મળશે. આ રોકાણ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રાથમિકતા આપવાની અમારી વ્યૂહરચના સાથે જોડાયેલું છે. ડેબસ્વાના માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે બોત્સ્વાના સરકાર સાથે ભાગીદારીમાં કામ કરવામાં અમને ગર્વ છે.

જ્વાનેંગ ખાણનું સંચાલન 1982થી શરૂ થયું હતું. આ ખાણમાં દર વર્ષે લગભગ 11 મિલિયન કેરેટની વાર્ષિક સરેરાશનું ઉત્પાદન થાય છે. હાલમાં ખાણમાં 2100 કાયમી કર્મચારીઓ અને 3200 કોન્ટ્રાક્ટરો કામ કરે છે. સંબંધિત ભાવિ ડેબસ્વાના બોર્ડની મંજૂરીઓ બાકી છે.  જ્વાનેંગ ભૂગર્ભ પ્રોજેક્ટ બોત્સ્વાનામાં નવી નોકરીઓનું સર્જન કરતી વખતે ખાણ માટે લાંબાગાળાના ભવિષ્યની ખાતરી કરશે અને ડેબસ્વાના બોત્સ્વાના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપવાનું ચાલુ રાખે તેની ખાતરી કરશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant