સુરત એટલે આફતને તકમાં ફેરવી વિકાસના આસમાનને આંબતું એક શહેર

આ શહેર અને શહેરના લોકોનો મિજાજ ગજબનો છે. આ શહેરના લોકો આફતનો સામનો પણ હસતાં મોંઢે કરે છે. કંઈ ની એવું ટો ચાલ્યા કરે. એમ બોલે અને પછી કામકાજમાં મંડી પડે.

DAIMOND-CITY-AAJ-NO-AWAJ-369
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

2008ની મંદીમાં સુરતના કરોડરજ્જુ સમાન હીરા અને કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યા હતા. અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. ઘણાંના કારખાના બંધ થઈ ગયા હતા, જાણે હવે ફરી પાછા ક્યારેય બેઠાં જ નહીં થવાય તેવા કપરાં દિવસોનો સામનો આ સુરત શહેરે કર્યો. પણ બન્યું શું. 2012-13માં સુરત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં મોખરાના સ્થાને જઈ પહોંચ્યું. લોકો સુરતને વિકાસનું ગ્રોથ એન્જિન કહેવા માંડ્યા.

સુરત માટે એવું કહેવાય છે કે આ શહેર સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસ્યું છે, તેથી અહીં ગમે તેવી આફત આવે તો પણ તેને ઝાઝું નુકસાન પહોંચાડી શકે નહીં. વાત સાચી પણ છે. આ શહેરે અનેક વિપદાઓ જોઈ છે.

તાપી માતાના જ રૌદ્ર સ્વરૂપનો સામનો અનેકોવાર આ શહેરમાં વસતા લોકો કરી ચૂક્યા છે. છેલ્લે 2006માં તો એવું પૂર આવ્યું હતું કે એમ લાગતું હતું કે આ શહેર ફરી કયારેય બેઠું નહીં થઈ શકે. તે પહેલાં પ્લેગની મહામારીમાં પણ સુરતે ઘણું ભોગવ્યું હતું.

DAIMOND-CITY-AAJ-NO-AWAJ-369-SURAT

આવી તો અનેક આફતોનો સુરતે સામનો કર્યો, પરંતુ આ શહેર અને શહેરના લોકોનો મિજાજ ગજબનો છે. આ શહેરના લોકો આફતનો સામનો પણ હસતાં મોંઢે કરે છે. કંઈ ની એવું ટો ચાલ્યા કરે. એમ બોલે અને પછી કામકાજમાં મંડી પડે.

વળી, કામમાં ઓતપ્રોત થઈ એવો વિકાસ કરે કે લોકો જોતા જ રહી જાય. 2008ની મંદીમાં સુરતના કરોડરજ્જુ સમાન હીરા અને કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યા હતા.

અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. ઘણાના કારખાના બંધ થઈ ગયા હતા, જાણે હવે ફરી પાછા ક્યારેય બેઠાં જ નહીં થવાય તેવા કપરાં દિવસોનો સામનો આ સુરત શહેરે કર્યો.

પણ બન્યું શું. 2012-13માં સુરત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં મોખરાના સ્થાને જઈ પહોંચ્યું. લોકો સુરતને વિકાસનું ગ્રોથ એન્જિન કહેવા માંડ્યા.

બસ ત્યારથી સુરતે અર્થતંત્રના ઉબડખાબડ રોડ પર પોતાના વિકાસની ગાડીને બરોબર બેલેન્સ પણ કરી અને સારી એવી સ્પીડમાં દોડાવી પણ ખરી. તેનું જ પરિણામ છે કે આજે સુરતની ચારેતરફ વાહવાહ થાય છે.

થોડા પાછળ જઈએ તો 2013-14માં જ્યારે કેન્દ્રમાં સરકારનું પરિવર્તન થયું અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભારત દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા ત્યારે સુરતમાં કશું જ નહોતું.

અહીં રસ્તાઓ સારા નહોતા. અહીં એરપોર્ટ હતું પણ માંડ એકલદોકલ ફ્લાઈટ આવતી હતી. અહીં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ હતું પણ નેશનલ તો છોડો સ્ટેટ લેવલની પણ મેચો રમાતી નહોતી. અહીં ઉત્તમ કક્ષાના સ્પોર્ટ્સ ક્લબ નહોતા.

ગગનચૂંબી ઈમારતો નહોતી. શહેરીજનોને ફરવા માટે સારા કહેવાય તેવા કોઈ પાર્ક્સ નહોતા. હીરા અને કાપડ ઉદ્યોગના લીધે વિશ્વમાં લોકો ઓળખે પણ આ બે ઈન્ડસ્ટ્રીની હાલત પણ જોઈએ તો નાકના ટેરવાં ચઢી જાય.

હીરાના કારખાનાઓમાં ગંજી-લૂંગી પહેરી રત્નકલાકારો ગરમીમાં પરેસેવે રેબઝેબ થઈ હીરા ઘસે અને મહીધરપુરા તથા મીનીબજારમાં તડકા, વરસાદમાં રસ્તે ઉભા રહી દલાલો હીરાની લે-વેચ કરતા.

કાપડ ઉદ્યોગની પણ હાલત એવી જ. કાચામાં ધંધો કરતા લોકોના જીવનની પગદંડી પણ કાચી-પાકી જ. જે કમાય તે ખૂબ કમાય અને જે રીબાય તે ખૂબ રીબાય.

પણ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન, આનંદીબેન મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તથા દર્શના જરદોશ સાંસદ તરીકે ફોર્મમાં આવ્યા ત્યાર બાદ સુરતના વિકાસની ગાડી ચોથા ગિયરમાં આવી. પાછલા એક દાયકાની વાત કરીએ તો અહીં સુરત ડાયમંડ બુર્સ બન્યું. ડોમેસ્ટીકના ફાંફા હતા તે સુરતનું એરપોર્ટ ઈન્ટરનેશનલ બન્યું.

નેચરલ ડાયમંડની સાથે સાથે વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડમાંથી બનતી જ્વેલરીની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરતના જ્વેલરી ઉત્પાદકો દ્વારા હવે લેબગ્રોન ડાયમંડમાંથી પણ લક્ઝરિયસ એસેસરિઝનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને આઈફોનના કવર, ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ બોડી, એપલ વોચના કવર, ચશ્મા અને ઘડિયાળનું ઉત્પાદન કરવામાં આ‌વી રહ્યું છે.

શારજાહ-સુરતની ફ્લાઈટ શરૂ થઈ. કાર્ગો સર્વિસ તો પૂરજોરમાં દોડી રહી છે. ગુડ્સની હેરફેર માટે હવે આખાય દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો સુરત એરપોર્ટ પર નિર્ભર થયા છે. ઝીંગાની તો એટલી હેરફેર થાય છે કે પૂછો જ નહીં.

DAIMOND-CITY-AAJ-NO-AWAJ-369-SDB

પેસેન્જરની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જ રહી. ફરી પાછા સુરત ડાયમંડ બુર્સની વાત કરીએ તો 2013-14માં જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને સુરતના કાઠિયાવાડી હીરાવાળાઓએ સુરતમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ હેઠળ સુરત ડાયમંડ બુર્સ બનાવવાની વાત મુકી હતી ત્યારે લોકોએ તેમનો મજાક ઉડાવ્યો હતો.

કહેવાવાળા એવું કહેતા હતા કે મુંબઈમાં બીડીબીને બનતા 25 વર્ષ લાગ્યા તેમ સુરત ડાયમંડ બુર્સને બનતા પણ ઘણો સમય લાગશે, પરંતુ જુઓ 2017માં કામ શરૂ થયું અને 2022માં એસડીબી રેડી છે. 4500માંથી 4200 ઓફિસના પઝેશન અપાઈ ગયા છે.

વળી, બિલ્ડિંગ તો જુઓ કેવું બન્યું છે? અમેરિકન પણ જોઈને તો બે ઘડી જોતા રહી જાય તેવી સરસ એસડીબીની બિલ્ડિંગ બની છે.

આ એસડીબી સુરતના વિકાસમાં ગેમ ચેન્જર સાબિત થશે એવી લોકો વાતો કરી રહ્યાં છે પરંતુ શું તમને ખબર છે કે એસડીબીનું ઓપનીંગ થાય તે પહેલાં જ સુરતીઓએ બીજા ક્ષેત્રોમાં એવો વિકાસ કર્યો છે કે સરકાર સુરતને સ્માર્ટ સિટીના ચોકઠામાં નહીં ગોઠવે તો પણ સુરત સ્માર્ટ સિટી બની જ જાય.

ડાયમંડ સંલગ્ન ઈન્ડસ્ટ્રી લેબગ્રોન અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં સુરતે કાઠું કાઢ્યું છે. સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનના 2500થી વધારે મશીનો છે. જ્યારે  400થી વધારે લેબગ્રોન ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ યુનિટ કાર્યરત છે.

નેચરલ ડાયમંડની સાથે સાથે વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડમાંથી બનતી જ્વેલરીની માંગ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરતના જ્વેલરી ઉત્પાદકો દ્વારા હવે લેબગ્રોન ડાયમંડમાંથી પણ લક્ઝરિયસ એસેસરિઝનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

જેમાં ખાસ કરીને આઈફોનના કવર, ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ બોડી, એપલ વોચના કવર, ચશ્મા અને ઘડિયાળનું ઉત્પાદન કરવામાં આ‌વી રહ્યું છે.

બીજી તરફ સુરત જ્વેલરીનું પણ હબ બની રહ્યું છે ત્યારે શહેરના જ્વેલરી મેન્યુફેક્ચર્સ ઈન્ટરનેશનલ લેવલ પર એક્ઝિબિશન કરવા માંડ્યા છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા અમેરિકા, દુબઈ અને ઓસ્ટ્રેલિયમાં જ્વેલરી શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં અમેરિકા અને જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં જ્વેલરી એક્સપોનું આયોજન કરવામાં આવ‌શે. જ્યારે 16 થી 19 ડિસેમ્બર સુધી સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શોનું આયોજન થશે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરીનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે. જેમાંથી 50 કંપનીઓ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બનાવી રહી છે.

માત્ર હીરા નહીં કાપડ અને આઈટી ક્ષેત્રે પણ સુરત કાઠું કાઢી રહ્યું છે. કાપડ ઉદ્યોગમાં હવે માત્ર સાડી અને ડ્રેસ મટીરીયલ્સ જ નથી બની રહ્યાં, અહીં ડેનીમ પણ બને છે. અનેક પ્રકારના પ્રયોગો થઈ રહ્યાં છે. બીજી તરફ આઈટી ક્ષેત્રમાં પણ સુરત બેંગ્લોર અને મુંબઈને સ્પર્ધા આપવા થનગની રહ્યું છે.

તાજેતરમાં નાસકોમ અને બીસીજી જેવી કંપનીના એક સરવેમાં તો એવું ચોંકાવનારું તારણ આવ્યું કે, મુંબઈ, બેંગ્લોર અને જયપુરના ઉદ્યોગપતિઓ પોતાની ઓફિસો-ફેક્ટરીઓ સુરતમાં શિફ્ટ કરવા માંગે છે.

મુંબઈ-બેંગ્લોર જેવા મોટા શહેરોમાં વધતી ગીચતા, મોંઘવારીથી પરેશાન લોકો હવે સુરત જેવા શહેરોમાં શિફ્ટ થવા માંગે છે. મુંબઈના હીરાવાળા તો સુરતમાં સ્થળાંતર કરવાનું મન બનાવી જ ચૂક્યા છે, પરંતુ ભવિષ્યમાં એવું બને તો નવાઈ નહીં કે સુરત મુંબઈ બાદ દેશની બીજી મોટી આર્થિક રાજધાની બની જાય. એમ પણ કહેવાય છે કે એક સમયે સુરતમાં 84 દેશના વાવટા ફરકતા હતા.

અહીંના ચોકબજારના કિલ્લા પાસે દેશ-વિદેશથી વેપારીઓ જહાજ લઈને આવતા હતા. સુરત વેપારનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. હાલમાં જે રીતે સુરતનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં ભવિષ્યમાં સુરતના એરપોર્ટ પર 84 દેશોમાંથી લોકો વેપાર કરવા આવતા થાય તો નવાઈ નહીં.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant