જી-7 દેશોએ નક્કી કર્યા અનુસાર કેનેડાએ 1 કેરેટથી વધુ વજનના રશિયન ડાયમંડ પર પ્રતિબંધની જાહેરાત કરી

રશિયન હીરા પરના પ્રતિબંધમાં ઉમેરો કરશે અને કેનેડિયનોને ખાતરી આપશે કે તેઓ જે હીરા ખરીદે છે તે રશિયાના ગેરકાયદેસર યુદ્ધને સમર્થન આપતા નથી

Canada announced ban on Russian diamonds weighing more than 1 carat as decided by G-7 countries
ફોટો સૌજન્ય : અલરોસા
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કેનેડાની સરકારે અન્ય ગ્રૂપ ઓફ સેવન (G7) દેશો સાથે સંકલિત પગલામાં 1 કેરેટ અને તેથી વધુ વજનના રશિયન હીરાની આડકતરી આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

આ નવા પ્રતિબંધ ડિસેમ્બરમાં જાહેર કરાયેલા રશિયન હીરા પરના પ્રતિબંધમાં ઉમેરો કરે છે અને કેનેડિયનોને વધારાની ખાતરી આપશે કે તેઓ જે હીરા ખરીદે છે તે રશિયાના ગેરકાયદેસર યુદ્ધને સમર્થન આપતા નથી, એમ જાહેરાત કરવા સાથે કેનેડિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

કેનેડા પુટિન શાસન પર આર્થિક અવરોધો લાદવામાં મોખરે છે. કારણ કે તેણે યુક્રેન પર ગેરકાયદેસર રીતે હુમલો કરી યુદ્ધ લાદયું હતું. જેના કારણે યુક્રેનિયનોને વિનાશક નુકસાન થયું હતું. અમારા સાથીઓ અને ભાગીદારો સાથે અમે રશિયન શાસન પર ગંભીર પ્રતિબંધો નાંખ્યા છે અને અમે પુતિન અને તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખીશું, એમ કેનેડાના વિદેશ બાબતોના પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું.

રશિયા વિશ્વનું સૌથી મોટું રફ ડાયમંડ ઉત્પાદક છે, જેનું ઉત્પાદન 2022માં અંદાજે $4.7 બિલિયન કરતાં વધુનું મૂલ્ય ધરાવે છે. તે હીરા અને હીરાના ઉત્પાદનોનું નોંધપાત્ર વૈશ્વિક નિકાસકાર પણ છે, તે જ વર્ષમાં તેની કુલ નિકાસનું મૂલ્ય $5.2 બિલિયન કરતાં વધી ગયું છે. બીજી તરફ G7 દેશો સંયુક્તપણે વિશ્વના હીરા બજારના 70% નું પ્રતિનિધિત્વ કરે છે.

2022માં યુક્રેન પર રશિયાના સંપૂર્ણ પાયે આક્રમણ પછી કેનેડાએ રશિયાની સરકારી માલિકીની અલરોસા પર પ્રતિબંધ નાંખ્યો હતો. કેનેડાએ રશિયાના મોસ્ટ-ફેવર્ડ રાષ્ટ્રનો દરજ્જો પણ રદ કર્યો હતો. જેણે કેનેડામાં તમામ રશિયન આયાત પર અસરકારક રીતે 35% ટેરિફ લાદયો હતો.  આનાથી તમામ રશિયન આયાતના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો, જેમાં આ પ્રતિબંધને આધીન ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે 2022માં $327,224 થી 2023ના પ્રથમ આઠ મહિના માટે $13,440 થઈ ગયો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant