અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સામાજિક અને પ્રકૃતિના સંવર્ધનની પ્રવૃત્તિ કરી જનસેવાની ભાવના સાથે અગ્રેસર

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા ૧૫ દિવસથી આ ગરમીના માહોલમાં સુરતના અલગ-અલગ વિસ્તારના લોકોને આ ઉનાળામાં રાહત મળે, તેથી છાશ વિતરણ કરાયું છે.

Arihant Diamond Institute pioneering social and nature enrichment activities-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

સુરત શહેરમાં પણ સુરજદાદાના તાપે લોકોને અકળાવી દીધા હતાં, મોટા ભાગના લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યાં હતાં.

કામ-ધંધા અર્થે બહાર નીકળતા લોકો ગરમીથી બચવા માટે હેલ્મેટ, દુપટ્ટો તેમજ છત્રીનો ઉપયોગ કરતા નજરે પડે છે. ગરમીથી બચવા માટે લોકો સાથે કોઈને કોઈ ઠંડુ પીણું પણ રાખતા હોય છે.

45 ડીગ્રી સુધી પહોંચી જતા પારાને લીધે માનવી તો ઠીક પણ પશુ-પંખીની હાલત પણ તડકા સામે લાચાર બની ગઈ છે.

ત્યારે સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અલ્પેશ સંઘવી અને ડાયરેક્ટર ક્રૃણાલ સંઘવી દ્વારા બપોરના સમયથી સાંજ સુધી તડકા સામે રક્ષણ પૂરું પાડવા માટે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા ૧૫ દિવસથી આ ગરમીના માહોલમાં સુરતના અલગ-અલગ વિસ્તારના લોકોને આ ઉનાળામાં રાહત મળે, તેથી છાશ વિતરણ કરાયું છે.

જેથી આ ગરમીમાં લોકોને ઠંડક મળે આથી અમને તેમાં સારો પ્રતિસાદ મળ્યો તેથી અમને ખૂબ આનંદ થયો છે.

રોજના 300થી વધુ લોકોને અમે ફ્રીમાં છાશ વિતરણ કરી હતી. અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે છાશ વિતરણ કરવાનો હેતુ એ હતો કે જો કોઈપણ વ્યક્તિ સક્ષમ હોય એ વ્યક્તિ આ કાર્ય કરે અથવા આના જેવા બીજા કાર્ય કરી લોકોને મદદરૂપ થાય તેવા પ્રયત્નો અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે કર્યો છે.

દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીના કારણે લોકોને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે.

આ ભયજનક પ્રદૂષણને નાથવાના સુરતના અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અનેક પ્રવૃત્તિઓમાંથી આ એક પ્રવૃત્તિ થઈ રહી છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે એ વૃક્ષારોપણ.

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના રોપવાની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. કેટલાક વૃક્ષોના પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.

આથી અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ અને ટ્રેનર સાથે વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિન અઠવાડીયામાં વૃક્ષારોપણ કર્યું જેથી વૃક્ષોની શીતળ છાયા મળે તે માટે અને ધરતીની શોભા વધે. કારણકે વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતના કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના વિધાથીઓને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપ્યું અને તેમને પણ ખૂબ આંનદ થયો.

આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. તેમજ હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે.

આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે દરેક વિદ્યાર્થી દર વર્ષે એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી વિદ્યાર્થીઓએને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ મુક્ત થશે.

“વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’, વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે એટલે કે વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

ઍટલે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (CSR) એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓને અને સુરતના તમામ નાગરિકોને સારા સંસ્કાર અને સારા વિચારો આપવાનો પ્રયાસ કર્યો છે.

આ કાર્ય કરવા પાછળનો અમારો હેતુ પર્યાવરણની કાળજી લેવાનો તો છે જ, પરંતુ મુખ્ય પ્રયાસ અમારો એ છે કે અમે અમારા વિદ્યાર્થીઓને પર્યાવરણની કાળજી માટે જાગ્રુત કરવા સંસ્કારનું બીજ રોપી શકીએ.

અમારું લક્ષ્ય એટલું જ છે કે કદાચ અમારા પ્રયાસોથી પર્યાવરણની સુરક્ષા માટેની સમજણ એમનામાં કેળવાશે, કારણ કે અગર હું આ લેખ હમણા વાચું છું તો કયાંકને કયાંક વૃક્ષોનું યોગદાન રહેલ છે, અમારા પ્રયાસોનો એક વિદ્યાર્થી પર પણ સારા સંસ્કાર પડશે તો અમારા પ્રયાસો સફળ થયા ગણાશે.

વૃક્ષારોપણ કરતા સમયે આ કાર્ય માં જોડાયેલા વિદ્યાર્થીઓને જોતા જણાય છે કે તેમના સંસ્કાર અને સમજણ જ તેમને આ કાર્ય માં જોડવા માટે પ્રેરિત કરી રહી છે અને એવું જણાય છે કે તેઓ ભવિષ્યમાં પણ તેમના સંસ્કારોથી પોતાની અને સમગ્ર જગતની કાળજી લેશે, આવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા અમને ગર્વ અનુભવાય છે. કારણ કે અમારા વિદ્યાર્થીઓ અમારી જવાબદારી છે, જેવી રીતે વૃક્ષારોપણ એ સમગ્ર માનવજીવન ની જવાબદારી છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant