PM મોદી ઉદઘાટન કરવા આવે તે પહેલા SDBના પ્રમુખ તરીકે નાગજી સાકરીયાની નિમણૂંક

સુરત ડાયમંડ બૂર્સના પાયાના પત્થર નંખાયાં ત્યારથી સાકરીયા જોડાયેલા છે અને બુર્સની દરેક પ્રવૃતિઓમાં તેઓ સક્રિય છે.

Appointment of Nagaji Sakariya as SDB president before PM Modi arrives to inaugurate-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અને લગભગ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે સુરતના ખજોદ વિસ્તારમાં  તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સ (SDB)ના પ્રમુખ તરીકે દુનિયાભમાં જાણીતી ડાયમંડ કંપની HVK ઇન્ટરનેશનલના ચૅરમૅન નાગજી સાકરીયાને સન્માનીય જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા આવવાનાં છે તે પહેલાં નાગજી સાકરીયાને મહત્ત્વનું પદ સોંપવામાં આવતા ડાયમંડ ઉદ્યોગમાં ખુશી છે કારણ કે નાગજી સાકરીયા ડાયમંડ ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત અને નિર્વિવાદીત નામ છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે બુધવારે સાંજે મળેલી એક બેઠકમાં SDBના ચૅરમૅન વલ્લભ લખાણી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલ, વિનસ જ્વેલના ચૅરમૅન સેવંતી શાહ, કિરણ હોસ્પિટલના ચૅરમૅન પદ્મશ્રી મથુર સવાણી વગેરે અને અગ્રણીઓની હાજરીમાં નાગજી સાકરીયાને સુરત ડાયમંડ બુર્સના પ્રેસિડન્ટ તરીકેની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. સુરત ડાયમંડ બૂર્સના પાયાના પત્થર નંખાયાં ત્યારથી સાકરીયા જોડાયેલા છે અને બુર્સની દરેક પ્રવૃતિઓમાં તેઓ સક્રિય છે.

Appointment of Nagaji Sakariya as SDB president before PM Modi arrives to inaugurate-2

HVK ઇન્ટરનેશનલ પ્રા. લિ., છેલ્લા 43 વર્ષથી ડાયમંડ કટિંગ અને પોલિશીંગની મેન્યુફેકચર્સ અને નિકાસકાર છે. HVK ઇન્ટરનેશનલ DTC સાઈટ હોલ્ડર કંપની છે.

1978માં નાના પાયા પર હીરાનું કારખાનું શરૂ કર્યા પછી HVK ઇન્ટરનેશનલ સતત આગળ વધતી રહી છે. નાગજી સાકરિયા, હરેશ સાકરિયા અને દિનેશ કોરાડિયાએ એચ વિનોદ કુમાર એન્ડ કંપની નામની ભાગીદારી પેઢીની સ્થાપના કરી હતી જે 2011માં HVK ઇન્ટરનેશનલ પ્રા. લિ. બની. કંપનીનું મુખ્ય મથક મુંબઈમાં છે અને તેની અત્યાધુનિક પ્રોસેસિંગ સુવિધાઓ સુરત, ગુજરાતમાં છે.

Appointment of Nagaji Sakariya as SDB president before PM Modi arrives to inaugurate-3

નાગજી સાકરીયા ડાયમંડ ઉદ્યોગમાં એક અગ્રણી નામ તો છે જ, પરંતુ તેમની છબિ એક જેન્ટલમેન બિઝનેસમેન તરીકેની છે અને તેઓ ક્રિક્રેટમાં ખૂબ જ રસ ધરાવે છે. સુરત ડાયમંડ બુર્સ દુનિયાની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ છે અને તે અમેરિકાના પેન્ટાગોન કરતા પણ વધારે ઊંચી છે. સુરત ડાયમંડ બુર્સમા માત્ર ડાયમંડ ટ્રેડીંગ થવાનું છે અને લગભગ 4200 ઓફીસોમાં એમાં આવેલી છે. દુનિયાભરના લોકો આ બુર્સની મુલાકાતે આવશે. 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સને ખુલ્લું મૂકવા માટે હીરાઉદ્યોગ અગ્રણીઓમાં થનગનાટ છે. કારણ કે આ બુર્સના ઉદ્દઘાટન પછી સુરતનો ઇતિહાસ બદલાવવનો છે અને સુરતની સૂરત બદલાવાવાની છે.

HVK ઇન્ટરનેશનલના ચૅરમૅન નાગજી સાકરીયાએ પ્રમુખ પદ માટે સુરત ડાયમંડ બૂર્સના ચૅરમૅન વલ્લભભાઇ લખાણીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, સુરત ડાયમંડ બૂર્સ એ વલ્લભભાઇ લખાણીનું બ્રેઇન ચાઇલ્ડ છે, તેમની અથાગ મહેનતને કારણે આજે દુનિયામાં ગૌરવ અપાવે તેવું ડાયમંડ બુર્સ ઊભું થઇ શક્યું છે, જે દુનિયામાં સુરતનું નામ રોશન કરવાનું છે. ચૅરમૅન વલ્લભભાઇ લખાણીની આગેવાની હેઠળ સુરત ડાયમંડ બુર્સનો વિકાસ થતો રહેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant