પીએનજી જ્વેલર્સની વધુ એક સિદ્ધિ, ગ્રેટ પ્લેસ ટુ વર્કનું સર્ટિફિકેટ હાંસલ કર્યું

કર્મચારીઓ માટે સતત સૌહાર્દભર્યું વાતાવરણ બનાવવા માટે જાણીતી કંપનીને વર્કપ્લેસ પર હાઈ ટ્રસ્ટ, હાઈ પર્ફોમન્સ કલ્ચર કેળવવા માટે વૈશ્વિક સ્તરે માન્યતા મળી

Another achievement of PNG Jewellers-achieved Great Place to Work Certificate
ડૉ. સૌરભ ગાડગીલ (આગળની હરોળ, મધ્યમાં) PNG ટીમ સાથે પૌડ રોડ સ્ટોર, પુણે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં ભારતની પીએનજી જ્વેલરી કંપનીએ ગ્રેટ પ્લેટ ટુ વર્ક® નું સર્ટિફિકેટ હાંસલ કર્યું છે. પોતાના કર્મચારીઓ માટે સતત સૌહાર્દભર્યું વાતાવરણ બનાવવા માટે જાણીતી કંપનીને વર્કપ્લેસ પર હાઈ ટ્રસ્ટ, હાઈ પર્ફોમન્સ કલ્ચર કેળવવા માટે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે.

જવેલરી કંપનીના માલિકોએ જણાવ્યું હતું કે, “પ્રગતિ માટે કાર્યસ્થળ પર યોગ્ય વાતાવરણ હોવું જરૂરી છે. કર્મચારીઓ પાસે સતત ગતિશીલ અને વૃદ્ધિ લક્ષી કામ મેળવવા માટે કર્મચારીઓને મોટીવેટ કરવા આવશ્યક છે અને તે માટે કંપની પ્રતિબદ્ધ છે. કર્મચારીઓનું વર્કપ્લેસ પર સારું વાતાવરણ મળે તો તેઓ સારું કાર્ય કરી શકે છે. અમને ખુશી છે કે અમે સતત બીજા વર્ષે ભારતમાં કામ કરવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોમાં PNG જ્વેલર્સે તમામ સ્તરે કર્મચારીઓને સશક્ત કરવા માટે નીતિઓ અમલમાં મૂકી છે.”

ગ્રેટ પ્લેસ ટુ વર્ક®, વર્કપ્લેસમાં હાઈ-ટ્રસ્ટ, હાઈ-પર્ફોર્મન્સ કલ્ચર કેળવવા અને ઓળખવા માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી છે. ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે સંસ્થાએ એવા ગુણો પર વ્યાપક સંશોધન કર્યું છે જે સંસ્થાને કામ કરવા માટે ખરેખર ઉત્તમ સ્થળ બનાવે છે. ભારતમાં ગ્રેટ પ્લેસ ટુ વર્ક  22 ઉદ્યોગોમાં વાર્ષિક 1,100 થી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે.

પીએનજી જ્વેલર્સના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ ગાડગીલે કહ્યું કે, “PNG જ્વેલર્સ એવું વાતાવરણ ઊભું કરવામાં માને છે જેમાં તેના ઘણા પોઝિટિવ ફાયદા છે. જેમ કે મહિલાઓને નેતૃત્વની ભૂમિકાઓ સુધી પહોંચવા માટે મોટિવેટ કરવી, વિકલાંગ વ્યક્તિઓનો ટીમમાં સમાવેશ કરવો, કર્મચારીઓની સલામતીની ખાતરી કરવી તેમજ નીતિઓ અને ગ્રાહકની પ્રતિક્રિયાઓમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવું. PNG જ્વેલર્સ એકતા, આદર્શો, મૂલ્યો, મહત્વાકાંક્ષાઓ અને નિરંકુશ ઉત્સાહની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, જે વર્ષ-દર-વર્ષ સતત વિકાસ માટે મજબૂત પાયો બાંધે છે.”

પીએનજી જ્વેલર્સે આ તમામ પરિમાણોમાં પ્રભાવશાળી સ્કોર મેળવ્યા હતા, જેમાં મેનેજમેન્ટની વિશ્વસનીયતા માટે 89, લોકો માટે આદર માટે 89, કાર્યસ્થળ પર નિષ્પક્ષતા માટે 88, વ્યક્તિના કામમાં ગૌરવ માટે 91 અને લોકો વચ્ચેની મિત્રતા માટે 84 સ્કોર્સ હતા.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant