અલરોસા અંગોલા માઇન્સમાં હિસ્સેદારી વેંચી શકે છે!

કંપનીની વૈશ્વિક માંગમાં ઘટાડો અને બેંકિંગ પ્રતિબંધોને કારણે અલરોસાનું અંગોલામાંથી 185 મિલિયન ડોલર ડિવિડન્ડ ટ્રાન્સફર થતું અટકી ગયું છે.

Alrosa may sell stake in Angola Mines
ફોટો સૌજન્ય : કેટોકા
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અલરોસા અંગોલામાં કેટોકા હીરાની માઇન્સમાં તેનો 41 ટકા હિસ્સો વેંચી શકે છે એવું મીડિયા અહેવાલોમાં જણાવવમાં આવ્યું છે.

આફ્રિકા ઇન્ટેલિજન્સ વેબસાઇટના કહેવા મુજબ પ્રતિબંધિત રશિયન માઇનરે અંગોલાની સરકારી માલિકીની મઇન્સમાં, જે 41 ટકા હિસ્સો પણ ધરાવે છે તેની સાથેના સંયુક્ત સાહસમાંથી બહાર નીકળવાની વાટાઘાટ કરી રહી હોવાનું કહેવાય છે. બાકીના 18 ટકાની માલિકી લેવીવ ઈન્ટરનેશનલ LLI (ચીન) પાસે છે.

એવી અટકળો છે કે અલરોસા પર અમેરિકાના પ્રતિબંધને કારણે કંપનીની વૈશ્વિક માંગમાં ઘટાડો અને બેંકિંગ પ્રતિબંધોને કારણે તેનું અંગોલામાંથી 185 મિલિયન ડોલર ડિવિડન્ડ ટ્રાન્સફર થતું અટકી ગયું છે.

કેટોકા એ વિશ્વની ચોથી સૌથી મોટી ઓપન-પીટ માઇન છે, જે અંગોલાના હીરાના 75 ટકાથી વધુ માટે જવાબદાર છે.

ફેબ્રુઆરીમાં અંગોલાની સરકારે આર્થિક સુધારાની શ્રેણીના ભાગરૂપે Endiama માં શેર વેચવાની યોજના જાહેર કરી હતી.

2022 માટે અંગોલાનું કુલ ઉત્પાદન 8.75 મિલિયન કેરેટ હતું, જે 13.8 મિલિયન કેરેટના પ્રારંભિક અનુમાન કરતાં ઘણું ઓછું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant