કાન્સના રેડ કાર્પેટ પર અભિનેત્રીઓએ સ્ટાઇલિશ જ્વેલરી પહેરી વટ પાડ્યો

કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલની 76મી શ્રેણીમાં હોટે કોચરના કલેક્શનના લીધે અભિનેત્રીઓના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

Actresses wear stylish jewellery on Cannes red carpet-1
મેસિકા હાઈ જ્વેલરી પહેરીને કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલની રેડ કાર્પેટ પર ગીગી હદીદે ચમકી હતી. પેરિસ એસ ટ્યુન ફેટે કલેક્શનમાંથી રોરિંગ ડાયમંડ્સ નેકલેસ અને બ્રેસલેટ, ઇલ્યુઝનનિસ્ટ ઇયર ક્લિપ, ગ્લેમ’એઝોન રિંગ, ગ્લોરિયા ડબલ રિંગ અને ગુલાબી અને પીળા હીરાના પથ્થરની ટોઇ એન્ડ મોઈ હૃદય આકારની વીંટી આંખે વળગી આવે તેવી હતી. (સૌજન્ય : @messikajewelry)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલની 76મી શ્રેણી ફ્રેન્ચ રિવેરામાં યોજાઈ ગઈ. આ હાઈપ્રોફાઈલ ઈવેન્ટમાં વિશ્વભરના એ કેટેગરીના હોટ કોચરની જ્વેલરી પહેરેલી અભિનેત્રીઓ જોવા મળી હતી. હોટ કોચરના કલેક્શનના લીધે અભિનેત્રીઓના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા હતા. ચાલો જાણીએ કઈ કઈ અભિનેત્રીઓએ હોટ કોચરની જ્વેલરી પહેરી હતી.

મોડલ એરીયાનાશેક  આઈકોનિક અખ-બ-કા નેકલેસમાં જોવા મળી હતી. આ નેકલેસમાં 33 કેરેટના હીરાથી બનેલી હતી, જે નેકલેસની બરોબર વચ્ચે સેટ કરાયો હતો. (સૌજન્ય : @messikajewelry)

Actresses wear stylish jewellery on Cannes red carpet-2

ભારતીય અભિનેત્રી મૃણાલી ઠાકુરે પણ કોચરના ઝવેરાત પહેર્યા હતા. મૃણાલી ફાલ્ગુની અને શેન પિકોકના હાથીદાંતના અણીદાર ડાયમંડ એરિંગ્સ પહેરીને કાન્સના રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળી હતી.

Actresses wear stylish jewellery on Cannes red carpet-3

અભિનેત્રી એમી જેક્શનના વન શોલ્ડર બ્લેક આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણીએ ચોપર્ડની ટ્રિપલ ડ્રોપ ડાયમંડની એરિંગ્સ તેમજ એક લાઈન હીરાની અંગુઠીઓ પહેરી હતી. (સૌજન્ય : iamamyjackson)

Actresses wear stylish jewellery on Cannes red carpet-4

ભારતીય અભિનેત્રી માનુષી છિલ્લર ફાવરીના વ્હાઈટ રફલ્ડ ગાઉનમાં રાજકુમારી જેવી લાગતી હતી. તેણીએ રેનુ ઓબેરોયએ ડિઝાઈન કરેલા પન્ના અને હીરાનો ઓપન નેકલેસ પહેર્યો હતો. (સૌજન્ય : manushi_chhillar)

Actresses wear stylish jewellery on Cannes red carpet-5

ઉમા થર્મન ડાયોર સિમ્પલ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેણીએ ચોપર્ડનો ચોકર અને માણિક તથા હીરાથી બનેલી એરિંગ્સ પહેરી હતી.

Actresses wear stylish jewellery on Cannes red carpet-6

મિશેલ યોએ બલેન્સીગ્યા હાઉટ કોચરના શાનદાર લીલા રંગના ગાઉન સાથે બોચરનનો આકર્ષક સ્ટ્રક્ચર્ડ નેકલેસ પહેર્યો હતો.

Actresses wear stylish jewellery on Cannes red carpet-7

એલ ફૈનિંગે એલેક્ઝેન્ડર મૈકક્કીન ગાઉન સાથે ક્રિસ્ટલ કોસેંટ અને એક ટ્યૂલ સર્કટની સાથે સ્ટાઇલિશ અંદાજમાં કાન્સના રેડકાર્પેટ પર એન્ટ્રી કરી હતી. કાર્ટિયર ચોકર, બ્રેસલેટ અને અંગુઠીના લીધે તે ખૂબ આકર્ષક દેખાતી હતી. (સૌજન્ય : ellefanning)

Actresses wear stylish jewellery on Cannes red carpet-8

ફ્રેડ ચીનની બ્રાન્ડ એમ્બેસેડર ગુઆન ઝિયાઓટોંગ મોન્સીયર ફ્રેડ ઈનર લાઈટ હાઈ જ્વેલરી પહેરીને આવી હતી. આ જ્વેલરીમાં ડાયમંડ, નીલમ અને ઓનીક્સ સાથેની પેટર્નવાળી ચાન્સ ઇન્ફિની ફેઈથ ઈન ડેસ્ટિની સેટ હતો જે ખૂબ જ આકર્ષક લાગતા હતા. (સૌજન્ય : fredjewelry)

Actresses wear stylish jewellery on Cannes red carpet-9

સિમ્પલ પણ એલિગેન્ટ બ્લેક ડ્રેસ પહેરીને આવેલી અભિનેત્રી સૂ જૂ પાર્ક ખૂબ જ સુંદર દેખાતી હતી. એમરલ્ડ, ડાયમંડ અને પારાઈબા ટૂમલાઈનની એરિંગ્સ અને પન્ના કટ લીલા ટુમલાઈન ડાયમંડની રિંગ અને નેકલેસ તેને અન્યોથી અલગ પાડતા હતા.

Actresses wear stylish jewellery on Cannes red carpet-10

મિસ્રની અભિનેત્રી નસરીન સનદને ટોકમના ડાયમંડ અને માણેકનો હાર અને એક સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી. (સૌજન્ય : Amanqi Consultancy)

Actresses wear stylish jewellery on Cannes red carpet-11

અભિનેત્રી શાશા રે TOi ફાઇન જ્વેલરીના ડાયમંડ એરિંગ્સમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેના કોન્ફીડન્સના લીધે તે કાન્સના રેડ કાર્પેટ પર અન્યોથી વધુ સુંદર અને આકર્ષક જણાતી હતી. (સૌજન્ય : Amanqi Consultancy)

Actresses wear stylish jewellery on Cannes red carpet-12

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant