Paris will host an exhibition of high quality jewellery for enthusiasts
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જ્વેલરીના કલેક્શનના શોખીન સંગ્રહકારો માટે પેરિસમાં એક નવો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા દાગીનાનો ફેર યોજાવા જઈ રહ્યો છે. પેરિસમાં એફિલ ટાવર નજીક એક સ્પેશિયલ લોકેશન પર ફેરનું આયોજન કરવામાં આવનાર છે.

આર્ટવેન્ડોમે આ ફેરનું નામ આઈકોનિક પ્લેસ વેન્ડોમ પરથી લીધું છે, જેનું ઘર કાર્ટિયર, બાઉશેરોન, વેન ક્લીફ, ચૌમેટ, મેઈસન અને આર્પેલ્સ છે. આર્ટવેન્ડોમના ફાઉન્ડર અને સીઈઓ રિચાર્ટ સ્ટીવ ગિરાડે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવા ઉપરાંત આર્ટનું કલેક્શન કરવા માટે જાણીતા છે.

ગિરાડે જણાવ્યું કે આ નવું એક્ઝિબિશન એક ઊંડો અનુભવ લઈને આવશે જે જ્વેલરી પહેરનારા અને જોનારા માટે દાગીનામાં રહેલી ભાવનાત્મક સંબંધોની શક્તિને ઉજાગર કરશે. દાગીનાની દુનિયા અસાધારણ છે અને મારી ઈચ્છા તેનો મેળો ઉભો કરવાની હતી. તમામ સ્પર્ધકો આ પરિવર્તનકારી આંદોલનનો હિસ્સો બની રહ્યાં છે.

ચાર દિવસીય ફેર 31 જાન્યુઆરીથી ગ્રેન્ડ પેલેસ એપેમેરેમાં આયોજિત કરવામાં આવશે. જે અસ્થાયી લોકેશન છે. જે પ્રદર્શનકારીઓની મહેમાનગતિ કરશે. જ્યારે ગ્રૈન્ડ પેલેસ ડેસ ચૈંપ્સ એલિસીસનો 2024ના ઓલિમ્પિક્સ માટે નવીનીકરણ કરાયું છે. ભવિષ્યના ફેર ગ્રાન્ડ પેલેસમાં જ યોજાશે. પ્રદર્શકોની પ્રારંભિક યાદી આ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant