DIAMOND CITY NEWS, SURAT
ભારતના મિનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) મુંબઈ દ્વારા 21 જુલાઈના રોજ કોલ્હાપુરમાં ‘વાર્તાલાપ – મીડિયા ઈન્ટરેક્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“પ્રાદેશિક ઓળખથી વૈશ્વિક ઓળખ સુધી” થીમ આધારિત આ ખાસ કાર્યક્રમમાં ‘જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ’ (GJEPC) એ કોલ્હાપુર-હુપરી ચાંદીના આભૂષણ ઉદ્યોગને મજબૂત કરવા અને GI-ટેગ ધરાવતી વિશ્વપ્રસિદ્ધ ‘કોલ્હાપુરી પાયલ’ ને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા માટેની શ્રેણીબદ્ધ યોજનાઓ અને પહેલોની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ, સ્થાનિક કારીગરો, ઉદ્યોગના હોદ્દેદારો અને શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. સત્રની શરૂઆતમાં PIB ના કમ્યુનિકેશન ઓફિસર ડૉ. જેસ્મિને સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સરકારી નીતિઓના અમલીકરણ અને પરંપરાગત ઉદ્યોગો, વેપાર અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે.
હુપરી ક્લસ્ટર અને કારીગરો માટે GJEPC ની મુખ્ય પહેલો
દેશના રત્ન અને આભૂષણ નિકાસ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા GJEPC ના સિનિયર ડિરેક્ટર (MSME) મિથિલેશ પાંડેએ કાઉન્સિલ દ્વારા હાથ ધરાયેલા કાર્યો અને ભવિષ્યની યોજનાઓ રજૂ કરી હતી :
- IIJS ભારત અને ક્રાફ્ટ પિલિયન : આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને IIJS ભારતના ‘ક્રાફ્ટ પેવિલિયન’ (Craft Pavilion) દ્વારા સ્થાનિક કારીગરોની કળાને વૈશ્વિક બાયર્સ સમક્ષ સીધી રજૂ કરવાની તક અપાશે.
- મેગા કોમન ફેસિલિટી સેન્ટર (CFC) : હુપરી સિલ્વર ક્લસ્ટરમાં આધુનિક ટેકનોલોજી અને પ્રોસેસિંગ માટે ‘મેગા CFC’ ની સ્થાપનામાં સહયોગ આપવો.
- નિકાસ સજ્જતા (Export Readiness) : MSMEs અને કારીગરો માટે ખાસ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને હુપરી સિલ્વર ઉદ્યોગનો વિશેષ ક્લસ્ટર અભ્યાસ હાથ ધરવો.
- સરકારી યોજનાઓની જાગૃતિ : ‘પીએમ વિશ્વકર્મા યોજના’ અને ‘ઉદ્યમ રજીસ્ટ્રેશન’ જેવી કેન્દ્રીય યોજનાઓનો લાભ છેવાડાના કારીગરો સુધી પહોંચાડવો.
- બ્રાન્ડિંગ અને ડિઝાઇન ઇનોવેશન : વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે સ્થાનિક ઉત્પાદકોને મોડર્ન ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ માર્કેટિંગ અપનાવવા પ્રોત્સાહિત કરવા.
વૈશ્વિક બ્રાન્ડ બનવાની દિશામાં મહત્વનું કદમ
કોલ્હાપુરની પરંપરાગત ચાંદીની કારીગરીને વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરવા માટે કારીગરો, ઉદ્યોગ સાહસિકો, સરકારી એજન્સીઓ, મીડિયા અને નિકાસ પ્રોત્સાહન સંસ્થાઓ વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે. સુધારેલી બજાર પહોંચ, ક્ષમતા નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને GI-ટેગવાળા ઉત્પાદનોના પ્રમોશનથી કોલ્હાપુર-હુપરી ક્લસ્ટર ભારતની એકંદર રત્ન અને આભૂષણ નિકાસમાં ઘણું મોટું યોગદાન આપી શકશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















