Varda Shine appointed as Interim Chairman of Petra Diamonds
વર્દા શાઈન
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી ખાણ કંપની ડી બિયર્સના પૂર્વ એક્ઝિક્યુટીવ વર્દા શાઈનની પેટ્રા ડાયમંડ્સના બોર્ડના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ છે. વર્દા શાઈન કાયમી ચૅરમૅનની શોધ ચલાવશે આ સાથે જ પેટ્રાની નોમિનેશન અને ઈન્વેસ્ટમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે પણ કામ કરશે. તે 2018થી પેટ્રા બોર્ડના મેમ્બર છે.

શાઈન 2006થી ડી બિયર્સ ડાયમંડ ટ્રેડિંગ કંપનીનું નેતૃત્વ કરવા માટે ઉદ્યોગમાં જાણીતા છે. લિન્કડીન અનુસાર 2006 પહેલાં તેઓ ડીટીસી બોત્સવાના, ડીટીસી નામ્બિયા અને ડાયમડેલ સહિત વિવિધ ડી બિયર્સ પેટા કંપનીઓમાં બે દાયકાથી વધુ સમય કાર્યરત હતા.

શાઈન સરીન ટેક્નોલોજિસમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઈકોરા રિસોર્સિસમાં સિનિયર ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર પણ છે. ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જમાં માનદ આજીવન સભ્યપદ મેળવનાર તે પ્રથમ મહિલા હતી અને 2011 માં તેણીને વિમેન્સ જ્વેલરી એસોસિએશન હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી હતી.

પીટર હિલ, રિયો ટિંટોના અનુભવી અને એંગ્લો અમેરિકન કે જેઓ જાન્યુઆરી 2020 થી પેટ્રા બોર્ડના અધ્યક્ષ હતા, તેમણે ફરીથી ચૂંટણી ન લડવાનું પસંદ કર્યું. એક નિવેદનમાં, શાઇને હિલને “રોગચાળા અને કંપનીના સફળ નાણાકીય પુનર્ગઠન દ્વારા પેટ્રાને ચલાવવાનો શ્રેય આપ્યો હતા.”

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant