જાન્યુઆરીમાં અમેરિકાના જ્વેલર્સે ધીમી ખરીદી કરી

જ્વેલર્સે નવો સ્ટૉક કરવાની ગતિ ઘટાડી, ફેબ્રુઆરી-માર્ચમાં વિવિધ શોને કેવો પ્રતિસાદ મળે, તેનો અભ્યાસ કર્યા બાદ જ્વેલર્સે ખરીદી કરે તેવી શક્યતા

US jewellers slow buying in January
ફોટો સૌજન્ય : રેપાપોર્ટ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કૅલેન્ડર યર 2024ની શરૂઆત અમેરિકાના જ્વેલરી માર્કેટમાં ધીમી રહી છે. રજાઓને લીધે રિટેલ જ્વેલર્સના વેપારમાં મર્યાદિત ડિમાન્ડ જોવા મળી છે. પરંતુ હકીકત એ પણ છે કે રીટેલર્સ હજુ સ્ટોક કરી રહ્યાં નથી. હજુ એલાર્મિંગ સ્થિતિ ઉદ્દભવી નથી એમ રિટેલર્સ માની રહ્યાં છે.

રિટેલર્સમાં એવી માન્યતા છે કે જાન્યુઆરીની રજાઓ પછી રિકવરીનો સમય હોય છે. કેટલાંક સંદર્ભમાં આ સાચી વાત છે. રિટેલર્સ કે જેમની પાસે સ્ટૉક પૂરો થઈ ગયો હોય છે અને વેલેન્ટાઈન ડે માટેની તૈયારીઓની જરૂર હોય છે. તેથી તેઓ નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં ખરીદી કરતા હોય છે. ખાસ કરીને સ્વતંત્ર રિટેલર્સ આવું કરતાં હોય છે. તેઓ ટૂંકા ગાળાના બજાર માટે સ્ટોક કરતા હોય છે. તેમના સપ્લાયર્સ પણ શક્ય હોય ત્યાં સુધી ઈન્વેન્ટરીની અપેક્ષા રાખે છે.

મોટા પ્લેયર્સ, મોટી બ્રાન્ડ મહિનાઓ અગાઉથી જ તેમની ઈન્વેન્ટરી તૈયાર કરી લે છે. તેમાં જટિલ ડિજટલ સિસ્ટમનો ઉપયોગ કરાય છે. જે પિનપોઈન્ટેડ રિપ્લેનિશમેન્ટને વધુ મજબૂત બનાવે છે. મોટા ગ્રાહકોને મુખ્યત્વે સેવા આપતા સપ્લાયરના જણાવ્યા અનુસાર રજાઓની મોસમની સફળતાની ઈન્ડીપેન્ડેન્ટ કંપનીઓની ઈન્વેન્ટરીની જરૂરિયાતો પર ઓછી અસર પડે છે.

એક સપ્લાયરે કહ્યું કે, એવું નથી કે ક્રિસમકનું બજાર સારું કે ખરાબ હોય ત્યારે જ રિકવરીની અપેક્ષા રાખવામાં આવે છે. જો ક્રિસમસનું બજાર સારું રહ્યું છે તો કદાચ તેઓ ઓર્ડરની ઝડપ વધારશે. જ્યારે ક્રિસમસનું બજાર ઠંડું રહ્યું હોય તો તેઓ જાન્યુઆરીમાં ડિલિવરી રોકી દેશે. તેના બદલે ફેબ્રુઆરીમાં નવા સ્ટોકની ડિલિવરી લેશે.

સામાન્ય કરતા બજાર શાંત

ન્યુયોર્ક ખાતેના પોલિશ્ડ મેન્યુફેક્ચરર ડાયમેક્સ અને ઈન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ રોની વેન્ડરલિન્ડને કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. રિટેલર્સને માર્કેટની ડિમાન્ડ સમજી શકશે. તેમ છતાં આ મહિનો ધીમો રહ્યો છે તે કહી શકાય. હાલમાં ખરીદી મોડી થઈ  રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ક્રિસમસમાં 1 થી 2 કેરેટ, જીઆઈ, વીએસ-એસઆઈ હીરાની માંગ સારી જોવા મળી હતી. વેન્ડરલિન્ડેના અહેવાલ અનુસાર આ બજારને બદલે તેમના વ્યવસાયનું ધ્યાન પ્રતિબિંબિત કરે છે. જોકે, આ કેટેગરી માટેના નવા ઓર્ડર સુસ્ત છે. જ્વેલર્સ હજુ પણ સિઝન કેવી રીતે પસાર થઈ તેની ગણતરી કરવા માટે તેમના ડિસ્પ્લે જોઈ રહ્યાં છે.

ડોલરનો પ્રવાહ

આ ટ્રેન્ડનો એક સંકેત એ પણ છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ડોલરનો પ્રવાહ છે. ઇન્ડસ્ટ્રી માટે ક્રેડિટ ઈન્ફોર્મેશન સર્વિસ આપનાર જ્વેલર્સ બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ એરિક જેકોબ્સ કહે છે કે સંસ્થાનો કુલ ટ્રેડ ડોલર ઈન્ડેક્સ રોકડ મૂવમેન્ટને ટ્રેક કરે છે અને ઈન્વેન્ટરી બાઈંગ લેવલને પ્રતિબિંબિત કરે છે.

સામાન્ય રીતે માર્ચની આસપાસ પિકઅપ કરતા પહેલાં વર્ષની શરૂઆતમાં તેની અસર જોવા મળે છે. છેલ્લાં 5 વર્ષના આંકડા તે બાબત દર્શાવે છે. સામાન્ય રીતે ઉનાળામાં હોલિડે સિઝનની ટોચ પર પહોંચતાં પહેલાં તે ઘટે છે.

ગયા વર્ષે તેનો સિલસિલો જોવા મળ્યો હતો. ડેટા દર્શાવે છે કે રિટલર્સે 2023ના મધ્યમાં ઈન્વેન્ટરી માટે રૂઢિચુસ્ત અભિગમ દર્શાવ્યો હતો, પરંતુ ડિસેમ્બરમાં ઈન્ડેક્સ 2022ના સ્તરે પાછો ફર્યો હતો.

તે ક્યારેક જાન્યુઆરીમાં ઈન્ડેક્સની ટોચ પર પહોંચે છે પરંતુ આ કારણ હોઈ શકે છે. કારણ કે રિપોર્ટિંગમાં અંતર છે જેના લીધે ડિસેમ્બરના સોદા એક મહિના મોડા દેખાય છે.

પ્રાઈસ ડિફરન્સ

હીરા બજારમાં અનિશ્ચિતતા એ નબળાં જાન્યુઆરી માટે એક કારણ છે. નવેમ્બરથી વેપારના સેન્ટિમેન્ટમાં સામાન્ય વધારો નોંધાયો છે. ત્યારે આ મહિનાની સાઈટમાં ડી બિયર્સના રફ ભાવમાં ઘટાડો પોલિશ્ડની કિંમતમાં રિકવરી અટકાવી દે તેવી સંભાવના છે.

ન્યુયોર્ક ખાતેના પોલિશ્ડ ડાયમંડના સપ્લાયર નાઈસ ડાયમંડ્સના પ્રેસિડેન્ટ નિલેશ શેઠે કહ્યું કે, ડીલર સ્તરે લોકો શું સ્ટૉક કરવા માંગે છે તે હજુ સ્પષ્ટ નથી. કારણ કે ડીલરો પોલિશ્ડની કિંમત ક્યાં જશે તે જાણતા નથી. તેથી જાન્યુઆરીનું બજાર ઠંડું રહ્યું છે.

હવે એવું માનવામાં આવે છે કે, ફેબ્રુઆરી-માર્ચ શો સિઝન પણ ઈન્ડીપેન્ડેન્ટ જ્વેલર્સને ફરી સ્ટોક કરવા આકર્ષી શકે છે. સામાન્ય રીતે બજારમાં ફેબ્રુઆરી અને માર્ચમાં ખરીદી શરૂ થાય છે. જ્વેલર્સ ઓફ અમેરિકાના પ્રમુખ અને સીઈઓ ડેવિડ બોનાપાર્ટે કહ્યું કે, ભલે બજારમાં ફેબ્રુઆરી-માર્ચમાં ખરીદી શરૂ થતી હોય પરંતુ તેઓ આખા વર્ષ માટે સ્ટૉક કરી રહ્યાં છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant