બીઆઈજેસી દ્વારા ટુગેધર બાય ડિઝાઈન કોમ્પિટિશનનું આયોજન

આ કોમ્પિટિશનમાં પોતાની ડિઝાઈનીંગ કુશળતાનું પ્રદર્શન કરવા માટે બીઆઈજેએસ દ્વારા વિશ્વભરના જ્વેલરી ડિઝાઈનર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Together by Design Competition organized by BIJC
નુન્ગુ ડાયમન્ડ્સ દ્વારા દાનમાં આપવામાં આવેલ ફૅન્સી યલો ડાયમંડ સગાઈની રીંગમાં વપરાતો કેન્દ્રીય પથ્થર હશે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

બ્લેક ઈન જ્વેલરી કોએલિશન (બીઆઈજેસી) દ્વારા “ટુગેધર બાય ડિઝાઈન” કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. આ કોમ્પિટિશનમાં પોતાની ડિઝાઈનીંગ કુશળતાનું પ્રદર્શન કરવા માટે બીઆઈજેએસ દ્વારા વિશ્વભરના જ્વેલરી ડિઝાઈનર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોમ્પિટિશન બ્લેક લવ એન્ડ જ્વેલરી ડિઝાઈનની ઉજવણી કરી રહ્યું છે. 10 જુલાઈથી 25 ઓગસ્ટ સુધી જ્વેલરી ડિઝાઈનર પોતાના ડિઝાઈનર પીસને આ કોમ્પિટિશનમાં રજૂ કરી શકે છે. આ કોમ્પિટિશનમાં વિજેતા કપલને લવસ્ટોરીના તત્વોને એંગેજમેન્ટ રિંગમાં સામેલ કરવામાં આવશે. વિજેતા ડિઝાઈનરને એક પ્રોત્સાહક પેકેજ અને ડિઝાઈન બનાવવા માટે આવશ્યક સામગ્રીઓ ભેંટ સ્વરૂપે આપવામાં આવશે.

કોમ્પિટિશનના પહેલાં તબક્કામાં યુગલો અથવા એક જોડીદારે સગાઈની વીંટી જીતવા માટે તેમની લવસ્ટોરી સબમીટ કરી હતી. કોમ્પિટિશનના જ્જોની પેનલે દરેક અરજીની કાળજીપુર્વક સમીક્ષા કરી અને આ જ્વેલરી ડિઝાઈન સ્પર્ધાની શરૂઆત સાથે વિજેતાઓને એન્ટ્રી આપી હતી.

આ સ્પર્ધા એક અનોખી અને મીનીંગફુલ ડિઝાઈન બનાવવા માટેની છે, જે કપલના પ્રેમને પ્રદર્શિત કરે છે. આ સ્પર્ધા માટે સબમીટ કરાયેલી તમામ ડિઝાઈનમાં નુન્ગુ ડાયમંડ્સ દ્વારા દાનમાં આપવામાં આવેલા 1.44 કેરેટ ફેન્સી યલો ડાયમંડ તેમજ પ્લેનિમ ગિલ્ડ ઈન્ટરનેશનલ યુએસએ દ્વારા ફાળો આપેલા પ્લેટિનમ તત્વોનો સમાવેશ કરવો આવશ્યક છે. એક્સેન્ટ સ્ટોન્સ વૈકલ્પિક છે. તે અંઝા જેમ્સ અને બીએન્ડબી ફાઇન જેમસ્ટોન્સ દ્વારા દાનમાં આપવામાં આવશે.

એકવાર વિજેતા જ્વેલરી ડિઝાઈનર પસંદ થઈ ગયા પછી તેઓ લવ સ્ટોરી સબમીટ કરનાર સાથે ડિઝાઈનને જીવંત બનાવવા માટે સહયોગ કરશે. તે સુનિશ્ચિત કરશે કે તે કપલના સહિયારા અનુભવો અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. પ્લૅટિનમ સાથે કામ કરવા માટે અજાણ્યા ડિઝાઇનરોને PGI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરું પાડશે.

આ સ્પર્ધાના જ્વેલરી ડિઝાઇન ભાગના વિજેતાને 5,000 રોકડ, GIA શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, જ્વેલર્સ ઑફ અમેરિકા અને જ્વેલર્સ વિજિલન્સ કમિટીની સભ્યપદ અને GRS સ્કૂલને સ્કોલરશિપ મળશે.

BIJC બોર્ડના પ્રમુખ એની ડોરેસ્કાએ જણાવ્યું હતું કે, આ હરીફાઈ માત્ર જ્વેલરી ઉદ્યોગમાં અવિશ્વસનીય પ્રતિભાને જ પ્રદર્શિત કરતી નથી પણ પ્રેમ અને અર્થપૂર્ણ જોડાણોની શક્તિની પણ ઉજવણી કરે છે. અમે તમામ પૃષ્ઠભૂમિના જ્વેલરી ડિઝાઇનર્સને આ પરિવર્તનકારી પ્રવાસમાં ભાગ લેવા અને તેનો ભાગ બનવા પ્રોત્સાહિત કરીએ છીએ.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant