ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં ટાઈટનની આવકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધારો થયો

ગઈ તા. 31 ડિસેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં પેટા કંપનીઓને બાદ કરતા વેચાણ 22 ટકાના વાર્ષિક દરે વધ્યું છે.

Titans revenue grew internationally in the third quarter
ફોટો : ન્યુ જર્સીમાં તનિષ્ક સ્ટોર. (ટાઈટન કંપની)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કર્યા બાદ ટાઈટનની આવકમાં વધારો થયો છે. જ્વેલરી રિટેલરે તાજેતરમાં એક રિપોર્ટમાં કહ્યું હતું કે યુએસ, સિંગાપોર અને દુબઈમાં નવા આંતરરાષ્ટ્રીય જ્વેલરી સ્ટોર શરૂ કર્યા બાદ ત્રીજા નાણાંકીય ક્વાર્ટરમાં ટાઈટન કંપનીની આવક વધી છે.

ગઈ તા. 31 ડિસેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં પેટા કંપનીઓને બાદ કરતા વેચાણ 22 ટકાના વાર્ષિક દરે વધ્યું છે. કંપની મિયા અને ઓનલાઈન રિટેલર કેરેટલેને અને તનિષ્ક બ્રાન્ડની માલિકી ધરાવે છે. વોચ અને પહેરવાલાયક વસ્તુઓ સાથે જ્વેલરીની આવકમાં 23 ટકાનો વધારો થયો છે.

આ ક્વાર્ટર ભારતીય જ્વેલરી માર્કેટ માટે સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યું છે. કારણ કે આ સમયગાળામાં દિવાળીના તહેવાર હતો. ગયા વર્ષે 12 નવેમ્બરે દિવાળી હતી, તે લગ્નની સિઝનની શરૂઆત પણ હતી. તે દરમિયાન સોનાના ઉત્પાદનો ખરીદી વધી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન સોનાના ઊંચા ભાવ હોવા છતાં સાદા સોના અને સોનાના સિક્કાના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી.

પાછલા વર્ષે તનિષ્કે તેની આંતરરાષ્ટ્રીય હાજરીનો વિસ્તાર કર્યો હતો. યુએસમાં હ્યુસ્ટન અને ડલાસમાં વધુ બે સ્ટોર્સ તેમજ સિંગાપોરમાં એક સ્ટોર શરૂ કર્યો હતો. કંપનીએ નોંધ્યું કે, મિયાએ દુબઈમાં તેનો પહેલો સ્ટોર ખોલ્યો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેચાણમાં વધારો થયો છે. આ સાથે કંપનીના આંતરરાષ્ટ્રીય સ્ટોર્સની સંખ્યા 14 થઈ છે. આંતરરાષ્ટ્રીય લોકેશન પર ભૌગોલિક વિસ્તરણ અને તંદુરસ્ત કન્ઝ્યુમર ડિમાન્ડને લીધે વાર્ષિક ધોરણે 102 ટકાના દરે વેચાણ વધ્યું છે. 

દરમિયાન કેરેટલેન ખાતે ઓગસ્ટમાં વેચાણ 23 ટકાના દરે વધી 557 મિલિયન ડોલર થયં હતું. નવા કલેક્શન તેમજ વેડિંગ ગિફ્ટિંગ અને મંગલસૂત્ર સહિતની વેડિંગ જ્વેલરીના નવા કલેક્શન લોન્ચનો લાભ મળ્યો હતો.

ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ટાઈટને તેના રોસ્ટરમાં કુલ નવા 90 સ્ટોર ઉમેર્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કંપનીએ વેચાણ મૂલ્ય સહિત ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant