સમુદ્ર પર આધારિત ટિફનીનું નવા જ્વેલરી કલેક્શન અદ્દભૂત

સમર કલેક્શન સાત અલગ અલગ થીમ સાથે લૉન્ચ થશે, જેમાં શૈલ, કોરલ, જેલીફિશ, મીન, સ્ટારફિશ, સીટ સ્ટાર અને સ્ટાર અર્ચિન સામેલ છે.

Tiffanys new jewellery collection based on the sea is amazing-1
પ્લૅટિનમમાં ઇયરિંગ્સ અને નીલમ, તાંઝાનાઇટ, મૂનસ્ટોન્સ અને હીરા સાથે 18-કેરેટ પીળા સોનાનો સેટ. (ટિફની એન્ડ કંપની દ્વારા.)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ટિફની એન્ડ કંપનીએ પોતાનું શાનદાર અદ્દભૂત કલેક્શન આઉટ ઓફ ધ બ્લુ-એ વર્લ્ડ ઓફ એક્વાટિક માટે સમુદ્રના ઊંડાણમાં ડૂબકી લગાવી છે. આ કલેક્શન પ્રસિદ્ધ ફ્રાંસીસી ડિઝાઈન જીન શ્લમ્બરગરના વારસાનાને શ્રદ્ધાંજલિ આપે છે અને તેના વોટર થીમ વાળા દાગીનાને ફરી અંકિત કરે છે. જે તે કલેક્શનની જેમ જ સમુદ્રની સુંદરતાને ઉજાગર કરનારું અને મંત્રમુગ્ધ કરી દેનારું છે.

ટિફની એન્ડ કંપનીની બ્લુ બુક 2023: આઉટ ઓફ ધ બ્લુ, બ્રાન્ડના સુંદર ઉચ્ચ ગુણવત્તાયુક્ત જ્વેલરી કલેક્શન આધુનિક યુગની અભિવ્યક્તિ સમાન છે. આ કલેક્શનને નથાલી વર્ડેલે દ્વારા ડિઝાઈન કરાયા છે. અસાધારણ ડિઝાઈન જીન શ્લમ્બરગર અને સમુદ્રના કાલ્પનિક પ્રાણીઓ પ્રત્યે તેમના આકર્ષણનો ઉત્સવ મનાવે છે.

આ કલેકશનના જ્વેલરીનો પ્રત્યેક પીસ જીઓમેટ્રિક અને સ્ટાઇલિશ એસ્ટથેટિક છે. કારણ કે તે લિજેન્ડરી ડિઝાઈનર જીન શ્લમ્બરગરની સમુદ્ર ડિઝાઈનના કલેક્શન પરથી પ્રેરિત છે. તેના રહસ્યમય પ્રતીકોનું તે પુન:નિર્માણ કરે છે.

જીન શ્લમ્બરગરની રચનાઓએ દુનિયા પર અમીટ છાપ છોડી છે. પોતાની અસાધારણ કલાત્મક સંવેદનાઓ માટે પ્રસિદ્ધ જીન શ્લમ્બરગરે શિલ્પ કૌશલ્યની સાથે પ્રકૃતિના ચમત્કારો ખાસ કરીને સમુદ્રીય ક્ષેત્રને સહજતા સાથે ડિઝાઈનર જ્વેલરીમાં આવરી લીધું હતું.

ટિફની એન્ડ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એન્થની લેડ્રુએ કહ્યું કે, બ્લુ બુક 2023ની સાથે અમે જીન શ્મબ્લગરની કેટલીક પ્રસિદ્ધ ડિઝાઈનોને નવું જીવન આપી તેમના વારસાને સન્માન કરવાની તક ઝડપી છે. જોકે આ ડિઝાઈનો નવી છે. અમને વિશ્વાસ છે કે અમારી જ્વેલરીની ડિઝાઈનોથી તેઓ પણ તેટલા જ ખુશ થશે જેટલા અમે છે.

આ કલેક્શન 2023 દરમિયાન બે તબક્કામાં શરૂ થશે. જેમાં સમુદ્રી જીવોને સામેલ કરનારા વિવિધ વિષયો હશે. સમર કલેક્શન સાત અલગ અલગ થીમ સાથે લોન્ચ તશે, જેમાં શૈલ, કોરલ, જેલીફિશ, મીન, સ્ટારફિશ, સીટ સ્ટાર અને સ્ટાર અર્ચિન સામેલ છે.

સમુદ્ર દ્વારા તેના ઊંડાણમાં કંડારવેલામાં આવેલા શિલ્પોને શૈલ થીમમાં દર્શાવાયા છે. શૈલની અંદર સૌથી વધુ બહુમુખી ડિઝાઈનોમાંથી એક પરિવર્તન કરનારું પેન્ડન્ટ છે. જેમાં એક અલગ કરી શકાય તેવા હીરાના બ્રોચ છે. જે 21 કેરેટથી વધુ વજનના છે. જે એક આશ્ચર્યજનક બ્લેક ઓપલ દર્શાવે છે.

કોરલ થીમને અનેકવિધ પ્રચુર રંગો દ્વારા પરિભાષિત કરાઈ છે. જેમાં ટેનઝાનાઈટ્સ, સેફાયર અને યલો ડાયમંડને પ્રદર્શિત કરતી ડિઝાઈનોની એક સિરિઝ સામેલ છે.

અલૌકિક અને ચમકદાર જેલિફિશ થીમ એક આકર્ષક બ્રોચ જેલિફિશના ટેંટેકલ્સની સુંદર ગતિને પ્રતિધ્વનિત કરે છે.

ધ પાઈસીસ એટલે કે મીન રાશિ સમુદ્રના અધ્યયન કરે છે, જે એક અજ્ઞાત અને અનંદ દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે. જેને જીન શ્લમ્બરગરને આકર્ષિત કર્યા હતા. અસાધારણ પેડપરાડાશા સેફાયર અને હીરાવાળા સુટ સાથે આ થીમ સમુદ્રના ઠંડા ભૂરા રંગનું પૂરક છે જે ગરમ રંગ પ્રદાન કરે છે.

સ્ટાર અર્ચિન વિષય સમરૂપતા અને રૂપની દ્રષ્ટિએ એક અભ્યાસ પ્રદાન કરે છે. સમુદ્રના ડ્રામાને તે મૂર્ત રૂપ આપે છે. આ ડિઝાઈનોની વિશેષતા ટૈનઝાનાઈટ્સ અને હાથથી કરાયેલું નક્સીદાર કામ છે, જે કૈલ્સેડોની છે. આ સમુદ્રી અર્ચિનના તીણા બાહ્ય ભાગનું અનુકરણ કરે છે.

સમુદ્રનું પ્રતિકાત્મક સિલુએટ, સ્ટારફિશ થીમ એ પરિચિત પ્રાણીની પુનઃકલ્પના કરે છે. જાણે કે ઓપલ્સ, એક્વામરીન, ટુરમાલાઇન્સ અને ડાયમંડ્સ સાથેના બેરીલ્સ સાથેના ખડકો વચ્ચે ગૂંચવાયેલા હોય. ડાયમંડ-સઘન સ્યુટ આ દરિયાઈ પ્રાણીની અનન્ય અભિવ્યક્તિ પ્રદાન કરે છે.

આ ઉપરાંત સી સ્ટાર થીમમાં કોરલથી પ્રેરિત મોટિફ્સમાં સમાવિષ્ટ કસ્ટમ-કટ મધર-ઓફ-પર્લ સ્ટારફિશનું ક્ષેત્ર છે, જે સમુદ્રની આકર્ષક ઇકોસિસ્ટમનો સ્નેપશોટ પ્રદાન કરે છે. અત્યંત દુર્લભ પાદપારદશા નીલમ, ઉમ્બા નીલમ, મધર-ઓફ-પર્લ અને કાર્નેલિયન્સ સી સ્ટાર થીમને જીવંત બનાવે છે.

જીન શ્લેમ્બરગરની કલ્પના અને ડિઝાઈન ફિલસૂફીમાં, સમુદ્ર એક અજ્ઞાત, અનંત વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે તેની ભવ્યતા અને રહસ્યના અપ્રતિમ અભિવ્યક્તિઓનું કોરિયોગ્રાફ કર્યું, એમ નેથાલી વર્ડેલે કહ્યું. વર્ડેલે વધુમાં કહ્યું કે, હાઉસ માટેનું મારું પ્રથમ બ્લુ બુક કલેક્શન એ જળચર જીવનની ઊંડી ડૂબકી સમાન છે જે શ્લમ્બરગરના વિઝનને સન્માન આપે છે અને ફરીથી કલ્પના કરે છે.

બ્લુ બુક 2023: આઉટ ઓફ ધ બ્લુ આ ઉનાળામાં ફિફ્થ એવેન્યુ પર નવી ફરી શરૂ થયેલી ટિફની એન્ડ કંપની ધ લેન્ડમાર્ક ખાતે એક વિશિષ્ટ ઉચ્ચ જ્વેલરી સેલિબ્રેશનમાં ડેબ્યૂ કરશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant