ટિફની 300 સ્ટોર્સના નેટવર્કને રિમોડલ કરશે

હાલનું સ્ટોર્સ નેટવર્ક એટલું સક્ષમ નથી જે બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર પહોંચાડી શકે. તેથી સ્ટોર્સ નેટવર્કને રિમોડલ કરવાનું પ્લાનિંગ કરાયું છે.

Tiffany going to remodel a network of 300 stores
ધ લેન્ડમાર્ક, (સૌજન્ય: ટિફની)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી જ્વેલરી બ્રાન્ડ ટિફની એન્ડ કંપની 500 મિલિયન ડોલરના ખર્ચે ન્યુયોર્ક ફિફ્ટ એવન્યુ પર આવેલા તેના ફ્લેગશીપ સ્ટોર્સ સહિત વિશ્વભરમાં ફેલાયેલા કંપનીના 300થી વધુ સ્ટોર્સને રિમોડલ કરશે.

જ્વેલરી બ્રાન્ડની પેરેન્ટ કંપની એલવીએમએચના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર જીન જેક ગુયોનીએ જણાવ્યું કે, અમે આગામી ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં ટિફનીના મોટા ભાગના સ્ટોર્સના નેટવર્કને પુન:સ્થાપિત કરવાનું આયોજન છે. આ એક મહત્ત્વનો ખર્ચ બની રહેશે.

ગુયોનીએ વધુમાં કહ્યું કે, પ્રામાણિકતાથી કહીએ તો હાલમાં કંપની જે નેટવર્ક સ્ટોર્સ ધરાવે છે તે બ્રાન્ડ સાથે કંપની જે કરવા માંગે છે તે કરી શકતા નથી. હાલનું સ્ટોર્સ નેટવર્ક એટલું સક્ષમ નથી જે બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર પહોંચાડી શકે. તેથી સ્ટોર્સ નેટવર્કને રિમોડલ કરવાનું પ્લાનિંગ કંપની દ્વારા કરાયું છે.

નોંધનીય છે કે, ટિફનીના ત્રીજા ભાગના સ્ટોર્સ યુ.એસ.માં સ્થિત છે. બાકીના મોટાભાગે એશિયા-પેસિફિક, જાપાન અને યુરોપમાં આવેલા છે. ગુયોનીએ કહ્યું કે, અમારે મૂળથી સિસ્ટમને બદલવી પડશે. સીકિંગઆલ્ફા ટ્રાન્સક્રિપ્ટ અનુસાર રિપ્ટ, એલવીએમએચ H1 2023ની કમાણીમાં 15 ટકાનો વધારો 47 બિલિયન ડોલર કર્યા પછી આ નિર્ણય લેવાયો છે.

ગુયોનીએ વધુમાં કહ્યું કે, અમે પહેલાથી જ નવીનીકરણ કર્યું છે.  તે સિવાય એક પણ સ્ટોર અમારા ધોરણો પર આધારિત નથી. તેને ફરીથી કરવા માટે સમય અને ઘણા પૈસા લાગશે. લાંબી વાટાઘાટો બાદ આખરે LVMH એ 2021માં 16 બિલિયન ડોલરમાં ટિફની ખરીદી હતી.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant