દુનિયાની નવી સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનો ખિતાબ સુરત ડાયમંડ બૂર્સના નામે, અત્યાર સુધી અમેરિકાની પેન્ટાગોન પહેલા નંબરે હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શેર કરીને લખ્યું કે, સુરત ડાયમંડ બૂર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે.

The world's new largest office building is in the name of Surat Diamond Bourse
સુરત ડાયમંડ બૂર્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

  • સ્કેવર ફુટ એરિયા
  • કરોડનું રોકાણ
  • માળનું બિલ્ડીંગ
  • ટાવર
  • ટન સ્ટીલ
  • લિફ્ટ
  • ઓફિસ
  • કાર વાહનુંનું પાર્કિંગ
  • લાખ કરોડ- વાષિક ટર્નઓવર

અમેરિકામાં મલ્ટીનેશનલ ન્યૂઝ ચેનલ અને વેબસાઇટ ચલાવતા Cable News Network (CNN)એ તાજેતરમાં સુરત ડાયમંડ બૂર્સ(SDB) પર ‘ The world’s new largest office building is bigger than the Pentagon’ હેડીંગ સાથે અહેવાલ અને વીડિયો પ્રસિદ્ધ કર્યો હતો. મતલબ કે વિશ્વની નવી સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ પેન્ટાગોન કરતાં પણ મોટી છે. CNNના વીડિયોને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શેર કરીને લખ્યું કે, સુરત ડાયમંડ બૂર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ પુરાવો છે. તે વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.

વેલ,સુરત ડાયમંડ બૂર્સ એ વિશ્વની સૌથી મોટી ઓફીસ બિલ્ડીંગ છે એવા અહેવાલો ઘણી વાર છપાઇ ચૂક્યા છે. કારણ કે, સુરત ડાયમંડ બૂર્સ અત્યારે તૈયાર થઇને ઉભું છે અને નવેમ્બર 2023થી ધમધમતું થવાનું છે. છેલ્લાં 7 વર્ષથી બૂર્સનું કામ ચાલે છે એટલે અમેરિકાના પેન્ટાગોન ઓફિસ બિલ્ડીંગ કરતા પણ SDBની ઓફિસ બિલ્ડીંગ મોટી છે એ વાત અખબારોમાં પ્રસિદ્ધ થઇ ચૂકી છે.

પરંતુ હવે જ્યારે PM મોદીએ પણ SDBના વખાણ કર્યા છે ત્યારે SDBની ઓફીસ બિલ્ડીંગ સહિતની અનેક વાતો તમારી સાથે શેર કરીશું. સૌથી પહેલાં તમારા મનમાં એ સવાલ હશે કે પેન્ટાગોનનો અને SDBનો વિસ્તાર કેટલો છે? તો પેન્ટાગોનનો એરિયા 66,73,624 સ્કેવર ફુટ છે અને સુરત ડાયમંડ બૂર્સનો એરિયા 67,28,604 સ્કેવર ફુટ છે. અત્યાર સુધી અમેરિકાનું પેન્ટાગોન દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે જાણીતું હતું, પરંતુ હવે સુરત ડાયમંડ બૂર્સ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ બની ગયું છે. નો ડાઉટ, આ એક મોટા ગૌરવની વાત છે.

સુરત ડાયમંડ બૂર્સની વાત કરીએ તે પહેલાં પેન્ટાગોન વિશે પણ થોડું જાણી લઇએ અત્યાર સુધી પેન્ટાગોન એ વિશ્વની સૌથી પ્રખ્યાત ઇમારતોમાંની એક હતી. આર્લિંગ્ટન કાઉન્ટી, વર્જિનિયામાં US ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડક્વાર્ટરમાં 25,000થી વધુ કર્મચારીઓ છે. પેન્ટાગોનની ડિઝાઇન અમેરિકન આર્કિટેક્ટ જ્યોર્જ બર્ગસ્ટોર્મ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઇમારત 14 જાન્યુઆરી, 1943ના રોજ ઓફિસ માટે ખોલવામાં આવી હતી.સામાન્ય ભાષામાં વાત કરીએ તો અમેરિકાના સંરક્ષણ વિભાગની આ ઓફિસ છે.

હવે સુરત ડાયમંડ બૂર્સની વાત કરીએ તો દુનિયામાં ડાયમંડ એન્ડ કટીંગ પોલિશીંગના સેન્ટર ગણાતા અને ડાયમંડ સિટી તરીકે જાણીતા ગુજરાતના સુરત શહેરના મોરપિચ્છમાં વધુ એક મોર પીછ ઉમેરવાનું છે અને તે છે સુરત ડાયમંડ બૂર્સ.

સુરતામાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ થાય છે અને વિશ્વમાં બનતા 90 ટકા હીરાનું મેન્યુફેકચરીંગ અહીં થાય છે, પરંતુ અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે સુરત મેન્યુફેકચરીંગમાં નંબર વન હોવા છતા ડાયમંડનું ટ્રેડીંગ મુંબઇમાં થતું હતું અને તેમાં પણ આશ્ચર્યની વાત એ હતી કે મોટાભાગની ઓફીસો સુરતના વેપારીઓની જ છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડાયમંડ ઉદ્યોગપતિઓને ઘણી વાર કહેતા કે તમે લોકો મેન્યુફેકચરીંગમાં નંબર વન છો તો ડાયમંડ ટ્રેડીંગ બહાર કેમ થાય? સુરતમાં જ ડાયમંડ ટ્રેડીંગ શક્ય કેમ ન બને. પરંતુ સુરતમાં ડાયમંડ બૂર્સના પાયા નંખાયા તેનું સૌથી મોટું કારણ એ છે કે સુરતના એક મોટા ગજાના ડાયમંડ વેપારીનો મુંબઇના વેપારીઓ સાથે કોઇક બાબતે ઝગડો થયો હતો. એમાં અહમનો ટકરાવ આવી ગયો અને સુરતના આ મોટા ગજાના ડાયમંડ વેપારીએ સુરતમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરી અને સુરતમાં ડાયમંડ બૂર્સ બનાવવાની વાત કરી. એ પછી મીટિંગો મળતા ગઇ અને ઉદ્યોગકોરાની સંમતિ મળતી ગઇ. આ વાત વર્ષ 2014ની છે.

એ પછી વર્ષ 2016માં ગુજરાત સરકારે સુરત ડાયમંડ બૂર્સને જગ્યા ફાળવી અને ડાયમંડ ટ્રેડીંગનું સપનું સાકાર થવાની તૈયારીમાં છે,કારણકે ખજોદ ખાતે સુરત ડાયમંડ બૂર્સનું નિર્માણકાર્ય 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં ડાયમંડ બુર્સ વિશ્વ સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે ઓફીસોમાં પણ ફર્નિચર તૈયાર થવા માંડ્યા છે. નવેમ્બર 2023 સુધીમાં ઓફિસો શરૂ થઇ જશે.બૂર્સના સંચાલકોની એવી તીવ્ર ઇચ્છા છે કે સુરત ડાયમંડ બૂર્સનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થાય એટલે લગભગ નવેમ્બર મહિનમાં PM મોદી સુરત આવશે.

સુરતના ખજોદ વિસ્તારમાં તૈયાર થયેલા સુરત ડાયમંડ બૂર્સ અંદાજે 2,500 કરોડ રૂપિયા કરતા વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. કુલ 9 ટાવર છે અને 15 માળની બિલ્ડીંગ છે. આખા બૂર્સમાં 55,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પંચતત્વની થીમ પર લેન્ડ સ્કેપ તૈયાર કરાયું છે. પંચતત્વ એટલે પવન, અગ્નિ, પૃથ્વી, પાણી અને આકાશ.

સુરત ડાયમંડ બૂર્સમાં કુલ 4,200 ઓફિસો છે અને 10,000 બાઇક અને 4,500 કાર પાર્કિંગની સુવિધા છે. બૂર્સમાં સુરક્ષા માટે 4,400 CCTV લાગેલા છે. 15 માળ સુધી જવા માટે 131 લિફ્ટ બનાવવામાં આવી છે અને લિફ્ટ પણ એવી આધુનિક અને ઝડપી બનાવવામાં આવી છે કે તમે જોઇને દંગ રહી જાવ.

સુરત ડાયમંડ બૂર્સના સંચાલકોએ પહેલેથી જ એ વાતની સ્પષ્ટતા કરેલી છે કે સુરત ડાયમંડ બૂર્સમાં માત્ર રફ- પોલિશ્ડ ડાયમંડના ટ્રેડીંગના જ કામકાજ થશે બૂર્સમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલિશીંગના કામકાજ નહીં થાય. આવનારા વર્ષોમાં સુરત ડાયમંડ બૂર્સ માત્ર સુરત નહી, ગુજરાત નહી, પરંતુ આખા દેશમાં મોટી અસર ઊભું કરવાનું છે, સીધી અને આડકતરી રીતે લાખો લોકોને રોજગારી મળવાની છે અને શહેર રાજ્યને આર્થિક ફાયદો પણ થવાનો છે. સુરતમાં વર્ષે દિવસે 2 લાખ કરોડનો ડાયમંડનો બિઝનેસ થાય છે.

સુરત ડાયમંડ બૂર્સમાં સુરક્ષાનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ડિજિટલ સુરક્ષા રાખવામાં આવી છે. સામાન્ય લોકો સુરત ડાયમંડ બૂર્સની મુલાકાત લેવી મુશ્કેલ હશે, પરંતુ સુરત ડાયમંડ બૂર્સની બાજુમાં જ એક કોર્પોરેટ એરિયા રાખવામાં આવ્યો છે અને તેમાં 27 મોટા જ્વેલરી બ્રાન્ડના શો રૂમ અને એવું બધું હશે ત્યાં તમે શોપિંગ કરવા માટે જઇ શકશો. બીજું કે 10,000 સ્કેવર ફુટ વિસ્તારમાં કેફે ટેરીયા બનવાનું છે જેનો કોન્ટ્રાકટ મુંબઇના એક હોટેલિયરને આપી દેવામાં આવ્યો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant