ડી બીયર્સ રિપોર્ટ : ચીનની ડાયમંડ જ્વેલરીની માંગની સંભવિતતા દર્શાવે છે

ચીનમાં હીરા માટેના આઉટલૂક અને દેશમાં કુદરતી હીરાની લાંબા ગાળાની માંગને ઉદ્યોગ કેવી રીતે ટેકો આપી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

The De Beers report shows the potential of China's diamond jewellery demand
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લા કેટલાંક સમયથી મંદીનો સામનો કરી રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે ડી બીયર્સનો ઇનસાઇટ રિપોર્ટ આશાનનો સંચાર કરી શકે છે. ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકા પછી ચીન બીજા નંબરનું સૌથી મોટું ડાયમંડ જ્વેલરી માર્કેટ છે, પરંતુ કોરાના મહામારીને કારણે ચીનમાં ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ પર માઠી અસર પડી હતી, પરંતુ હવે ચીનની સરહદો ખુલી છે અને ડી બીયર્સના રિપોર્ટમાં ચીનમાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ નિકળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ડી બિયર્સે તેનો દસમો વાર્ષિક ડાયમંડ ઈનસાઈટ રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં ચીનમાં હીરા માટેના આઉટલૂક અને દેશમાં કુદરતી હીરાની લાંબા ગાળાની માંગને ઉદ્યોગ કેવી રીતે ટેકો આપી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

જ્યારે કોવિડ-19 મહામારી અને ત્યારપછીના મેક્રો ઈકોનોમિક પડકારોને પગલે ચીનમાં ડાયમંડ જ્વેલરીની માંગમાં તાજેતરના વર્ષોમાં નરમાઈ આવી છે, ત્યારે અહેવાલમાં આર્થિક દૃષ્ટિકોણ સુધરતા વધુ માંગની સંભાવનાને પ્રકાશિત કરવામાં આવી છે.200 મિલિયન જેટલા ચાઇનીઝ ગ્રાહકો 2030 સુધીમાં મધ્યમ વર્ગમાં પ્રવેશ કરશે અને તે જ સમયગાળામાં ત્રીજા કરતા વધુની હાઉસહોલ્ડ ડિસ્પોસેબલ ઇન્કમમાં અપેક્ષિત વધારો થશે. તેમજ વિવિધ ચાઇનીઝ ગ્રાહક જૂથોની જરૂરિયાતોને કેવી રીતે શ્રેષ્ઠ રીતે પૂરી કરવી તે વાત પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.

અહેવાલ જણાવે છે કે ચીનના એન્ડ કસ્ટર્મ્સ ગ્રાહકોમાં નેચરલ ડાયમંડની મજબુત ઇચ્છાશક્તિ રહે છે, ટોચની ત્રણ સૌથી વધુ ઇચ્છિત લક્ઝરી ખરીદીઓમાં સ્થાન ધરાવે છે, ત્યાં હસ્તગત કરવાના ઇરાદા અને વાસ્તવિક સંપાદન દરો વચ્ચે અંતર છે.

ડી બીયર્સ ગ્રૂપના CEO અલ કૂકે કહ્યું કે, ડી બિયર્સ ડાયમંડ ઈન્સાઈટ રિપોર્ટ્સ હીરા વિશેની અમારી અનોખી સમજણને દોરે છે, જે લાંબા ઈતિહાસથી ડેવલપ થયેલી છે અને ચીન જેટલા ઝડપથી આગળ વધવાનો કોઇ દેશનો ઇતિહાસ નથી. છેલ્લી સદીના અંતમાં ચીન વૈશ્વિક ડાયમંડ સ્તર પર સ્મોલ પ્લેયર હતું, પરંતુ હવે ચીન અમેરિકાને બાદ કરતા ડાયમંડ જ્વેલરી માટેના સૌથી મોટા બજારનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, આ માટે અમારા દસમા ડાયમંડ ઇનસાઇટ રિપોર્ટમાં અમારો હેતુ ચીન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો, તેના વિકાસ પર, ટૂંકા ગાળાની અસ્થિરતાને દૂર કરવા, જ્વેલરી માટે ગ્રાહકોની વિકસતી ઇચ્છાને સમજવા અને ભવિષ્ય માટેની તકો ઓળખવા માટે છે.

રિપોર્ટમાં ચીનમાં વિવિધ કન્ઝયૂમર ગ્રુપો,ભૌગોલિક વિસ્તારો અને રિટેલ અભિગમોના સંબંધમાં હીરાના વેપાર માટેની કેટલીક વિશિષ્ટ તકોની ઓળખ કરવામાં આવી છે જે આ મુજબ છે.

  • મિલેનિયલ્સ એવી પેઢી છે જે હીરાના આભૂષણો પર અન્ય કરતા વધુ ખર્ચ કરે છે. મિલેનિયલ્સ એટલે 1980 ના દાયકાની શરૂઆતમાં અને 1990 ના દાયકાના અંતની વચ્ચે જન્મેલી વ્યક્તિ જેને જનરેશન Yના સભ્ય કહેવામાં આવે છે.
  • માર્કેટ વેલ્યુ Gen Z નો હિસ્સો 2020 અને 2022ની વચ્ચે વેચાણના 5 ટકા થી વધીને 9 ટકા થયો જે લગભગ બમણો દર્શાવે છે
  • ધનાઢ્ય ગ્રાહકો મહત્વપૂર્ણ સંબંધોના સીમાચિહ્નો, ખાસ કરીને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે હીરાની જ્વેલરી ખરીદે તેવી શક્યતા વધુ હોય છે.
  • મહત્વપૂર્ણ અને વધતી જતી 55-65 વય જૂથ ટાયર 1-3 શહેરોમાં કુલ બજાર મૂલ્યના આશરે 9 ટકા યોગદાન આપે છે. આ વસ્તી વિષયક પોતાને હીરાના આભૂષણો (18-54 માટે 29 ટકા વિરુદ્ધ 17%) સાથે પુરસ્કાર આપવામાં શરમાતા નથી.
  • ટાયર 4 શહેરોનું અંદાજિત બજાર મૂલ્ય 2022 માં હીરાની જ્વેલરીની કુલ માંગના લગભગ 10 ટકા જેટલું છે.

રિપોર્ટમાં વાર્ષિક ડાયમંડ વેલ્યુ ચેઇન ડેશબોર્ડનો પણ સમાવેશ થાય છે, જેમાં 2022માં હીરા ઉદ્યોગના અપસ્ટ્રીમ, મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટના પ્રદર્શન પર અધિકૃત ડેટાનો સમાવેશ થાય છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant