સુરતના જ્વેલર્સે અયોધ્યાના રામમંદિરની રેપ્લિકા બનાવી

એક લાખ થી છ લાખ સુધીની કિંમતની ચાંદીનો ઉપયોગ આબેહૂબ અયોધ્યાના રામમંદિર જેવા જ ચાંદીનાં ડિઝાઈનિંગ મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે.

Surat jewelers made a replica of Ayodhya Ram Mandir
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ચાંદીથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવવા 600 ગ્રામથી લઈ સાડા ત્રણ કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, ગ્રાહકના બજેટ મુજબની જુદી જુદી સાઈઝના રામમંદિરની રેપ્લિકા બનાવવામાં આવી છે. એક લાખ થી છ લાખ સુધીની કિંમતની ચાંદીનો ઉપયોગ આબેહૂબ અયોધ્યાના રામમંદિર જેવા જ ચાંદીનાં ડિઝાઈનિંગ મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે. ચાંદી પર નકશીકામ, આર્ટ વર્ક કરનાર કારીગરોને રામમંદિરની ડિઝાઈન આપી કામે લગાડવામાં આવ્યા હતા

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતના એક ઝવેરી પ્રભુ રામ પ્રત્યેની પોતાની આસ્થાને ઉજાગર કરતા ચાંદીમાંથી અયોધ્યાની રેપ્લિકા બનાવી છે.  મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ પામી રહ્યું છે, ત્યારે સુરતના એક જ્વેલર્સે ભગવાન રામમાં અતૂટ શ્રદ્ધા રાખતાં ગ્રાહકો માટે ચાંદીનો ઉપયોગ કરી અયોધ્યાના રામમંદિરની રેપ્લિકાઓ બનાવી છે. ચાંદીથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવવા 600 ગ્રામથી લઈ સાડા ત્રણ કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, ગ્રાહકના બજેટ મુજબની જુદી જુદી સાઈઝના રામમંદિરની રેપ્લિકા બનાવવામાં આવી છે. એક લાખથી છ લાખ સુધીની કિંમતની ચાંદીનો ઉપયોગ આબેહૂબ અયોધ્યાના રામમંદિર જેવા જ ચાંદીનાં ડિઝાઈનિંગ મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે. ચાંદી પર નકશીકામ, આર્ટ વર્ક કરનાર કારીગરોને રામમંદિરની ડિઝાઈન આપી કામે લગાડવામાં આવ્યા હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્ન માટે ચાંદીનો ગુલદસ્તો ભેટ મોકલનાર ડી. ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસી કહે છે કે, રામમંદિરના નિર્માણ માટે સુરત સહિત દેશના લોકોએ ચાંદીનું દાન મોટા પાયે કર્યું હતું. મને અંદરથી એવું લાગ્યું કે, જો ચાંદીમાં અયોધ્યા રામમંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવે તો ભગવાન રામમાં આસ્થા રાખનાર લોકોને ચાંદીથી બનેલું ડિઝાઈનિંગ રામમંદિર જોવાનું ગમશે. વૂડ કસ્ટમાં પહેલાં મંદિર બનાવવામાં આવ્યું હતું. એ પછી રિઝલ્ટ દેખાતાં ચાંદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરના સ્તંભ, કોતરકામ ચાંદી પર ઉપસાવવા સ્કીલ વર્કર્સ એવા સોનીકામ કરતા કુશળ લોકોની મદદ લેવામાં આવી હતી. ખૂબ બારીકાઈવાળું વર્ક કરવામાં આવ્યું હતું.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant