સુરત ડાયમંડ બુર્સને કસ્ટમ ક્લિયરન્સની મંજૂરી મળી

ડાયમંડ ઇન્ડસ્ટ્રી રફ મટિરીયલ બુર્સમાં ઇમ્પોર્ટ કરી શકશે અને તૈયાર હીરા સહિતની વસ્તુઓ બુર્સમાંથી જ એક્સપોર્ટ કરી શકશે

Surat Diamond Bourse cleared for customs clearance
Surat Diamond Bourse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વની સૌથી મોટી કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સને ટૂંક સમયમાં ધમધમતી થશે. બુર્સમાં હીરાનો વેપાર શરૂ થાય તે પહેલાં સરકાર તરફથી પણ આવશ્યક એવી તમામ મંજૂરીઓ ફટાફટ આપવામાં આવી રહી છે, ત્યારે સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લિયરન્સની મંજુરી પણ મળી ગઈ છે. જેના લીધે હવે સરળતાથી બુર્સની અંદરથી દેશ વિદેશમાં હીરાનો વેપાર કરી શકાશે.

અમેરિકાનાં પેન્ટાગોનનાં કદથી પણ મોટા વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સ (SDB)માં વ્યાપારિક ગતિવિધિ 21 નવેમ્બર 2023થી શરૂ થઈ જશે અને 17 ડિસેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદઘાટન થશે. એ અગાઉ ડાયમંડ બુર્સના વિકાસને અવરોધરૂપ મોટો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. સાંસદ સીઆર. પાટીલનાં નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બુર્સ કમિટીની મુલાકાત બાદ કેન્દ્રનાં નાણાં મંત્રાલયે ગેઝેટ પ્રસિદ્ધ કરી સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લિયરન્સની અંતિમ મંજૂરી પણ આપી દીધી છે.

વિશ્વના 175 દેશોના બાયરો હવે ડાયમંડ બુર્સ પરિસરની બહાર ગયા વિના પોતાનો ખરીદેલો માલ જે તે દેશમાં બુર્સની જ કસ્ટમ ક્લિયરન્સ સિસ્ટમથી મોકલી શકશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી રફ મટિરીયલ બુર્સમાં ઇમ્પોર્ટ કરી શકશે અને તૈયાર હીરા સહિતની વસ્તુઓ બુર્સમાંથી જ એક્સપોર્ટ કરી શકશે. નાણાં મંત્રાલયનાં કસ્ટમ વિભાગે 6 ઓક્ટોબરથી અમલમાં આવેલા નોટિફિકેશન ક્રમાંક 74/2023 કસ્ટમ (NT)માં જણાવ્યું છે કે, નાણાં મંત્રાલયે નેચરલ ડાયમંડ, પ્રિસિયસ એન્ડ સેમી પ્રિસિયસ સ્ટોન, પર્લ, ગોલ્ડ મેડ જવેલરી, પ્રિસિયસ મેટલ, સ્ટડેડ ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવાની મંજૂરી આપી છે.

બુર્સ કમિટીના અન્ય અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તારીખ નિશ્ચિત થઇ ગઈ છે. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર ખુલ્લું મુકાશે. દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ સહિત મહાનુભાવો સુરત આવશે. સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્યાતિભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સહકારી ધોરણે રૂ. 3,400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્દઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે.

સુરત હીરા બુર્સના ચૅરમૅન, કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું હતું કે ઉદ્દઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદ્દઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુએશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે. સુરત થી દુબઇ, સિંગાપોર, હોંગકોંગ, લંડન, બોટ્સવાના, બ્રસેલ્સ, લંડન, બેંગકોક જેવા ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઇટ સુવિધા માટે પણ રજૂઆત થઈ ચૂકી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant