ભારતીય હીરા ઉદ્યોગમાં નવું જોશ લાવવા માટે STPL ટૂંક સમયમાં રજૂ કરશે સોઇંગ રોબોટ એક કારીગર એક સાથે ૧૦ મશીન ઓપરેટ કરી શકશે

આવનારા સમયમાં રોબોટિક્સ અને ઓટોમેશન જ હીરા ઉદ્યોગને ધબકતો રાખી શકશે. એટલું સ્પષ્ટ છે કે અત્યારના સમયમાં હીરા ઉદ્યોગમાં ડિજિટલ સોલ્યુશન્સ મહત્વ પારખનારા ડાયમંડ પ્રોસેસર્સ, નવા વધુ સ્પર્ધાત્મક વિશ્વમાં બીજા કરતાં આગળ રહી શકશે.

RAHUL GAYWALA - CEO - STPL
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં સામાન્ય જનજીવન અને ઔદ્યોગિક ગતિવિધિઓને ઘણી અસર પહોંચી છે. પરંતુ વ્યક્તિગત તકલીફોને બાદ કરતાં આ સમગ્ર ઘટનાક્રમે આપણને સૌને પોતાના જીવનને તથા બિઝનેસને નવી નજરે જોવાની પણ તક આપી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન શિક્ષણ તરફ વળ્યા છે, જેનાં બહુ દૂરગામી હકારાત્મક પરિણામો આપણને મળશે.

એ જ રીતે શરૂઆતમાં વર્ક ફ્રોમ હોમ અને ત્યાર પછી હાઇબ્રિડ વર્ક કલ્ચર વિકસવાને કારણે વિવિધ પ્રકારના બિઝનેસમાં રોજબરોજની પ્રવૃત્તિઓને જુદી રીતે આગળ ધપાવવાની ક્ષમતા કેળવાઈ છે. આપણે એમ કહી શકીએ કે કોરોનાને કારણે વિશ્વમાં નવા પ્રકારના પડકારોને પહોંચી વળવાની એક નવી જ ક્ષમતા વિકસી છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ આપણે માર્ગ કાઢી શકીએ છીએ!

ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આપણા આ ઉદ્યોગે ૧૯૭૦-૮૦ના દાયકાથી અત્યાર સુધીમાં ઘણી ઊંચ-નીચ જોઈ લીધી છે. એ સમયે, હીરાને મેન્યુઅલી જ કટ કરવામાં આવતા હતા અને પરિણામે કાચા હીરામાંથી મળવી જોઈએ તેના કરતાં માંડ ૨૫ ટકા જેટલી ઉપજ મળતી હતી. એ પછી ૧૯૮૦-૧૯૮૯ના ગાળામાં કર્ફિંગની સગવડ મળી, તેનાથી હીરા ઉદ્યોગને થોડી ઝડપ મળી, પણ પ્રોસેસ તો હજી પણ મેન્યુઅલ જ રહી.,

૧૯૯૬-૯૭માં સોઇંગ મશીન આવ્યાં અને હીરા ઉદ્યોગને મોટો વેગ મળ્યો કેમ કે તેનાથી આખા હીરાનું ખાસ્સી ચોક્સાઈથી કટિંગ શક્ય બન્યું. પરંતુ હજી પણ આ કામ માનવ કુશળતા પર આધારિત હોવાથી હીરા ઉદ્યોગને જોઈતો નફો મળતો નહોતો.

ત્યાર પછી STPL કંપનીએ લેસર ટેકનોલોજી તથા અન્ય પ્રકારના ઓટોમેશન આધારિત સોલ્યુશન્સ વિકસાવતાં ભારતના હીરા ઉદ્યોગને જાણે નવજીવન મળ્યું. સમગ્ર ઉદ્યોગ ચેતનવંતો બન્યો અને આખા વિશ્વમાં ભારતનાં ડાયમંડ પ્રોસેસિંગ યુનિટ ઝળહળવા લાગ્યાં. લેસર ટેક્નોલોજીના કારણે હીરાના પ્રોસેસિંગના દરેક તબક્કે ચોક્સાઇ અને ઝડપ વધ્યાં, પરિણામે પ્રોડક્શન વધ્યું અને નફો પણ વધ્યો. ભારતનો હીરા ઉદ્યોગ રીતસર ધમધમવા લાગ્યો.

૨૦૧૭માં STPL કંપનીએ ડાયમંડ પ્રોસેસિંગ માટે રોબોટ્સ લોન્ચ કરીને હીરા ઉદ્યોગમાં રીતસર ક્રાંતિ લાવી દીધી. STPL સમગ્ર વિશ્વની એક માત્ર એવી કંપની છે જે ડાયમંડ પ્રોસેસિંગ માટે રોબોટ્સ ઓફર કરે છે.

આપ સૌને જણાવતાં મને અત્યંત આનંદ થાય છે કે કંપની ટૂંક સમયમાં, બિલકુલ અનોખા, અત્યંત આધુનિક ટેક્નોલોજીથી કામ કરતા, હીરા ઉદ્યોગ માટેના પ્રથમ કહી શકાય એવા સોઇંગ રોબોટ્સ લોન્ચ કરી રહી છે. આ નવી રજૂઆત હીરા ઉદ્યોગને કારીગરના રોંગ કટિંગ અને ઊંચા પ્રોડકશન ખર્ચની ઝંઝટમાંથી છૂટકારો આપશે.

અન્ય તમામ ઉદ્યોગોની જેમ હીરા ઉદ્યોગમાં પણ કોરોના પછીના સમયગાળામાં કુશળ કારીગરોની અનિશ્ચિતતા અને અછત વર્તાઈ રહી છે. હવેના સમયમાં ઓફિસમાં કર્મચારીઓ કે ફેક્ટરીમાં કારીગરો વચ્ચે સામાજિક અંતર જાળવવું મહત્ત્વનું છે. કુશળ કારીગરોની ઉપલબ્ધિ પણ લાંબા સમય માટે અનિશ્ચિત રહેવાની છે.

નવા કારીગરોને તાલીમ આપીને તૈયાર કરવાનું કામ બહુ ખર્ચાળ છે. હરીફાઈ વધી એટલે ડાયમંડ યુનિટ્સ એકબીજાના કુશળ કારીગરોને ઊંચા પગારે ખેંચી જાય છે. બીજી તરફ, ફરી ગતિશીલ બની રહેલા અર્થતંત્રને ધ્યાને લેતાં, પ્રોડક્શન વધારવાની અને ગુણવત્તાની રીતે સ્પર્ધાત્મક રહેવાનું પણ નિર્ણાયક બનવાનું છે.

આ બધા ઉપરાંત, કારીગરો પર આધારિત રહેવાને કારણે હીરાની ધારી ગુણવત્તા ન મળવાનો પ્રશ્ન તો ઊભો જ રહે છે. જ્યારે કાચા હીરાનું બહુ જટીલ રીતે સોઇંગ અને/અથવા ૩D સોઇંગ કરવાનું હોય ત્યારે કુશળ કારીગરો પણ કાચા પડી શકે અને હીરાની ધારી ગુણવત્તા મળે નહીં.

હીરા ઉદ્યોગમાં આ બધી બાબતો કોરોના વાઇરસના પ્રસાર પહેલાં પણ મહત્ત્વપૂર્ણ હતી અને હવે તો ડિજિટલ ટેક્નોલોજી અને ઓટોમેશન અનિવાર્ય બનવા લાગ્યાં છે.
STPLના ડાયમંડ યુનિટ્સ સાથે નજીકથી કામ કરવાના વર્ષોના અનુભવમાં અમે જોયું છે કે ખાસ કરીને સોઇંગ સમયે કારીગરો દ્વારા થતી ભૂલ અને રોંગ કટિંગને કારણે પ્રોસેસિંગ યુનિટ્સને ઘણું નુકસાન વેઠવાનો વારો આવે છે.

આ આર્થિક નુકસાન ફક્ત એક હીરાના રોંગ કટિંગ પૂરતું સીમિત હોતું નથી. તેને કારણે સમગ્ર પ્રોડકશન ચેઇનમાં અસરો વર્તાય છે અને નંગ દિઠ પ્રોડકશનની કિમત પણ ઊંચી જાય છે. જે ડાયમંડ યુનિટની વૈશ્વિક સ્પર્ધાત્મક્તાને વિપરિત અસર કરે છે.

STPL કંપનીનો ટૂંક સમયમાં રજૂ થઈ રહેલો સોઇંગ રોબો આ તમામ સમસ્યાઓનો સચોટ ઉપાય આપશે.

આ રોબોટને કારણે ડાયમંડ પ્લાનિંગ પછી કટિંગ અને સોઇંગની પ્રોસેસમાં અસાધારણ ચોકસાઈ અને ઝડપ આવશે. તેમાં માનવભૂલની કોઈ શક્યતાજ ન હોવાથી હાઇ કટિંગ એક્યુરસી મળશે અને રોંગ કટિંગનું પ્રમાણ નહિવત્ થઈ જશે. સોઇંગ રોબોટ્સ પ્લાનર મશીનના પ્લાન મુજબનું એક્ઝેક્ટ કટિંગ કરે છે.

એટલું જ નહીં, ડાયમંડ યુનિટ્સ પ્રોડકશન વધારવા માટે કારીગરો પર આધારિત નહીં રહે. ફક્ત એક કારીગર એક સાથે ૧૦ મશીન ઓપરેટ કરી શકશે.

નવા સમયમાં પ્રોડકશન ખર્ચ શક્ય એટલો ઘટાડવામાં આવે, પ્રોડકશનની ગુણવત્તા વધારવામાં આવે. ઓછા ખર્ચે વધુ ઝડપી કામ થાય એ જ સફળતાનો નવો કાર્યમંત્ર છે. મને પૂરો વિશ્વાસ છે કે STPLના નવા સોઇંગ રોબોટના સાથમાં આપણો હીરા ઉદ્યોગ નવી ઊંચાઈઓ સર કરશે.

આવનારા સમયમાં રોબોટિક્સ અને ઓટોમેશન જ હીરા ઉદ્યોગને ધબકતો રાખી શકશે. એટલું સ્પષ્ટ છે કે અત્યારના સમયમાં હીરા ઉદ્યોગમાં ડિજિટલ સોલ્યુશન્સ મહત્વ પારખનારા ડાયમંડ પ્રોસેસર્સ, નવા વધુ સ્પર્ધાત્મક વિશ્વમાં બીજા કરતાં આગળ રહી શકશે. રોબોટિક્સ અને ઓટોમેશન્સને કારણે ઓછા સમયમાં, ઓછી જગ્યામાં અને ઓછા કારીગરો સાથે વધુ ઝડપથી, વધુ પ્રમાણમાં અને વધુ સારી ગુણવત્તાનું પ્રોડક્શન મેળવી શકાય છે.

STPL કંપનીએ ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીસની વિસ્તૃત શ્રેણી તથા મૂલ્ય આધારિત અભિગમથી પોતાની આગવી અને અત્યંત મજબૂત ઓળખ ઊભી કરી છે. આજે સમગ્ર વિશ્વમાં ૨૫થી વધુ દેશો અને છ ખંડોમાં STPL કંપનીની ૧૫,૦૦૦ ડાયમંડ પ્રોસેસિંગ ટેકનોલોજીસ કાર્યરત છે.

૧૯૯૩માં સ્થાપિત STPL હીરા ઉદ્યોગ માટે અત્યાધુનિક ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ ડેવલપ કરે છે. આજે સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં STPL એક માત્ર એવી કંપની છે જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગની સમગ્ર પ્રક્રિયા, જેમ કે ડાયમંડ એનાલિસિસ અને પ્લાનિંગ, ડાયમંડ કટિંગ, બ્લોકિંગ અને સેફ ડાયમંડ ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ માટે ટોટલ ટેક્નોલોજી સોલ્યુશન્સ વિક્સાવે છે. STPLનાં આધુનિક ટેકનોલોજિકલ સોલ્યુશન્સ લેસર ટેક્નોલોજીને આગળ ધપાવે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન સુનિશ્ર્ચિત કરે છે.

STPL કંપની ક્રિએટીવ અને ઇનોવેટિવ ટેલેન્ટ ધરાવે છે જે હીરા ઉદ્યોગમાં શ્રેષ્ઠતા લાવવાના લક્ષ્યને સમર્પિત છે. રોબોટ પ્લાનર પછી સોઇંગ રોબોટ પણ એ જ દિશામાંનું, કંપનીનું વધુ એક મક્કમ પગલું છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant