સોથેબીઝ ઓક્શન હાઉસની નજર મધ્યપૂર્વના બજાર પર

મધ્યપૂર્વના બજારોની લાંબા સમયથી ઓક્શન હાઉસની ડિમાન્ડ રહી છે. ઓક્શન હાઉસને પણ મધ્યપૂર્વના બજારનું આકર્ષણ રહ્યું છે.

Sothebys Auction House eyes the Middle East market
ફોટો : સોફી સ્ટીવન્સ, સોથેબીઝ મેના ખાતે ડિરેક્ટર અને જ્વેલરી નિષ્ણાત.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 1744માં સ્થપાયેલી સોથેબીઝએ 2017માં થોડા સમય પહેલા જ મધ્ય પૂર્વમાં તેની પહેલી ઓફિસ શરૂ કરી હતી. કંપની તેની રોયલ્ટી, ખ્યાતિ, સંપન્નતા અને વિશ્વભરમાંથી UHNW એક્સપેટ્સને આકર્ષવા માટે ઓળખાય છે. તે લક્ઝરી સંગ્રહકારો અને માલસામાનના મહત્ત્વના બજાર તરીકે ઉભરી રહ્યું છે. 55.22 કેરેટની રુબી – એસ્ટ્રેલા-દ-ફુરાને પણ વિક્રમ તોડીને મધ્ય પૂર્વના ખાનગી કલેક્ટરે $34.8 મિલિયનમાં ખરીદી હતી.

સોથેબીઝના ડિરેક્ટર અને જવેલરી એક્સપર્ટર્સ સોફિ સ્ટીવન્સએ એક ઈન્ટરવ્યૂમાં મધ્ય પૂર્વમાં બ્રિટિશ ઓક્શન હાઉસની વિકાસ યાત્રા વિશે વિસ્તૃત ચર્ચા કરી.

સવાલ : સોથેબીઝએ તેની જ્વેલરી વિભાગની શાખા દુબઈમાં ક્યારે અને શા માટે શરૂ કરી?

જવાબ : સોથેબીઝએ 2017માં દુબઈમાં તેની શાખા શરૂ કરી હતી અને ગ્લોબલ ફાઇન આર્ટર્સ તેમજ લક્ઝરી બંને ડિવિઝનમાં અમારા આંતરરાષ્ટ્રીય ઓક્શનમાંથી સીધા જ આકર્ષણો પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું હતું. ખાસ કરીને જ્વેલરીમાં પહેલાં વર્ષે અમારી પાસે અપોલો અને આર્ટેમિસના ડાયમંડ હતા.

એપોલો બ્લુ એ 14.54 કેરેટ વજનનો ફૅન્સી વિવિડ બ્લુ હીરો છે અને આર્ટેમિસ પિંક એ 16.00 કેરેટ વજનનો ફૅન્સી ઇન્ટેન્સ પિંક ડાયમંડ છે. તે બંને પિઅર-આકારના હતા અને ઇયરિંગ્સની જોડીમાં સેટ થયા હતા જે જીનીવામાં $57 મિલિયનમાં વેચાયા હતા. તે જ વર્ષે સોથેબીઝ દુબઈએ પણ ચાઉ તાઈ ફુક પિંક સ્ટાર – 59.60-કેરેટ ફૅન્સી વિવિડ પિંક હીરાનું પ્રદર્શન કર્યું હતું. પાછળથી તે $71.2 મિલિયનમાં વેચાયું, જે તેને આજ સુધીની હરાજીમાં વેચવામાં આવેલા સૌથી મોંઘો ડાયમંડ અથવા જ્વેલરી બની ગયો.

આજે પણ અમે નિયમિતપણે આવી આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણોનું પ્રદર્શન યોજીએ છીએ. તાજેતરમાં જ અમે ધ એટરનલ પિંક ડાયમંડ અને એસ્ટ્રેલા ડી ફુરા રૂબીનું પ્રદર્શન કર્યું હતું, જે આ મહિને ન્યૂયોર્કમાં $34.8 મિલિયનમાં વેચાયું હતું. અમે નિયમિત એજ્યુકેશન કૅલેન્ડર પણ ઓફર કરીએ છીએ. ઉદાહરણ તરીકે જેમસ્ટોન માસ્ટરક્લાસ, હિસ્ટોરીકલ લેક્જર્સ અને સાઈનીંગ બુક્સ તેમજ ગ્રાહકો માટે ખાનગી સેલિંગ્સ એક્ઝિબિશનો રજૂ કરી છે જ્યાં ગ્રાહકો તાત્કાલિક ખરીદી કરી શકે છે.

સવાલ : સોથેબીઝ માટે મધ્ય પૂર્વના આશાસ્પદ બજારો કયા છે?

જવાબ : મધ્યપૂર્વના બજારોની લાંબા સમયથી ઓક્શન હાઉસની ડિમાન્ડ રહી છે. ઓક્શન હાઉસને પણ મધ્યપૂર્વના બજારનું આકર્ષણ રહ્યું છે. સંપૂર્ણ પ્રદેશમાં વિવિધ કેટેગરીમાં એક ખૂબ જ સમૃદ્ધ ઇતિહાસ છે અને વધુ શિક્ષણ અને સાંસ્કૃતિક ઉત્થાન માટેની તીવ્ર ઈચ્છા છે.

જ્વેલરી અને લક્ઝરી ક્ષેત્ર માટે મધ્ય પૂર્વ એક નોંધપાત્ર ઊભરતું બજાર છે. છેલ્લા છ મહિનાની જ વાત કરીએ તો અમે એક્ઝિબિશન અને સેલ્સ માટે મધ્ય પૂર્વમાં 350 મિલિયન ડોલરથી વધુ લક્ઝરી પ્રોપર્ટી મોકલી છે. આ મોટે ભાગે અમારા વૈશ્વિક લક્ઝરી વેચાણમાં મધ્ય પૂર્વના સહભાગીઓની વધતી જતી સંખ્યાને કારણે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં (2018 થી 2022), અમે મધ્ય પૂર્વમાંથી અમારી હરાજીમાં સહભાગીઓની સંખ્યા બમણી (125%) કરતાં વધુ જોઈ છે. તે જ સમયગાળામાં, પ્રથમ વખતના ખરીદદારો લગભગ ચાર ગણા (273% વધારો) થયા છે.

સવાલ : તાજેતરના ભૂતકાળમાં સોથેબીઝએ મધ્ય પૂર્વમાં જોયેલું સૌથી નોંધપાત્ર અથવા મહત્વપૂર્ણ રત્ન/જ્વેલરી વેચાણ કયું છે?

જવાબ : તે ઘટના આ મહિનામાં જ બની છે. એસ્ટ્રેલા ડી ફુરા અત્યાર સુધીનું સૌથી આકર્ષક રત્ન રહ્યું છે. એસ્ટ્રેલા ડી ફુરા : 55.22 એ વિશ્વની સૌથી મોટી રત્ન-ગુણવત્તાવાળી રૂબી છે અને તે 34.8 મિલિયન ડોલરમાં વેચાઈ છે, જે તેને હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો રૂબી અથવા રંગીન રત્ન બનાવે છે. તે મધ્ય પૂર્વ સ્થિત ખાનગી કલેક્ટરને વેચવામાં આવ્યું હતું.

સવાલ : જ્યારે ચીન એશિયામાં લક્ઝરી માર્કેટમાં વર્ચસ્વ જાળવી રાખે છે, ત્યારે તમને શું લાગે છે કે બેસ્ટ જ્વેલરી અથવા સ્ટોનના સંગ્રહમાં ઈન્ટરેસ્ટના સંજોગોમાં મધ્ય પૂર્વ ક્યાં છે?

જવાબ : વર્ષ 2022 માં સોથેબીઝના લક્ઝરી વેચાણ (જ્વેલરી સહિત)નું મૂલ્ય બમણા કરતાં વધીને 2.3 બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું, જે કોઈપણ ઓક્શન હાઉસ માટે રેકોર્ડ છે. મધ્ય પૂર્વમાં અમે 2021 ની સરખામણીમાં અમારા લક્ઝરી વેચાણમાં ખરીદદારોની સંખ્યામાં 57% નો વધારો જોયો છે, જેમાં સોથેબીઝના કુલ ખર્ચમાં 86%નો વધારો થયો છે. જ્યારે આપણે તેને એશિયા સાથે સરખાવીએ છીએ, ત્યાં આપણે ખરીદદારોની સંખ્યામાં 73% વધારો જોયો છે, જેમાં કુલ ખર્ચમાં 60%નો વધારો થયો છે, જે એશિયા જેવા અન્ય મુખ્ય બજારોના સંબંધમાં મધ્ય પૂર્વની નોંધપાત્ર ખર્ચ શક્તિનો પુરાવો છે.

ઉપરાંત, ખાસ કરીને મધ્ય પૂર્વમાં જ્વેલરી માર્કેટને જોતા, ત્યાં બે ચાવીરૂપ તકો છે. એક તો અમારા તાજેતરના હરાજીના આંકડાઓમાં જોવા મળેલી પ્રચંડ સંગ્રહ અને ખરીદીની સંભાવના છે. અન્ય માલસામાનની તકો છે. આ પ્રદેશમાં સંગ્રહનો લાંબો ઇતિહાસ છે. વિશ્વના ઘણા ક્ષેત્રોની જેમ, કેટલીકવાર પીસીસ તેમના વર્તમાન માલિકો દ્વારા વારસામાં મળે છે પરંતુ તે હવે ફૅશનેબલ નથી અથવા તેઓ તેના બદલે વેચવા અને ભંડોળનો ઉપયોગ અન્ય કોઈ વસ્તુ માટે કરશે. અમારી પાસે અમારી આંતરરાષ્ટ્રીય હરાજીમાં વેચવા માટે સોથબીઝને તેમના ઝવેરાત મોકલનારા ગ્રાહકોની સંખ્યા પણ વધી રહી છે.

સવાલ : તમે મધ્ય પૂર્વીય રત્ન અથવા જ્વેલરી કલેક્ટર્સની પસંદગીઓનું વર્ણન અને વર્ગીકરણ કેવી રીતે કરશો?

જવાબ : હું કહીશ કે, આકાર અને કદ માટે પ્રાદેશિક પસંદગી છે. ઉદાહરણ તરીકે, હીરા જેટલા મોટા હશે તેટલું સારું. જ્યારે એશિયામાં રંગ, ક્લેરિટી કેરેટ એટલે કે વજન કરતાં વધુ પ્રાથમિકતા ધરાવે છે. મધ્ય પૂર્વમાં મુખ્ય બ્રાન્ડ્સ પ્રત્યે વફાદારી છે, પછી તે કાર્ટિયર, વેન ક્લીફ અને આર્પેલ્સ, બલ્ગારી વગેરે હોય. રંગ પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે. એક મહત્વપૂર્ણ રંગીન મણિની દ્રષ્ટિએ એટલું નહીં, પરંતુ એક અદ્દભૂત ડિઝાઇનના સંદર્ભમાં વધુ. નેકલેસ, એરિંગ્સ, બ્રેસલેટ અને વીંટીઓના સંપૂર્ણ સેટની પણ કાયમી માંગ છે.

જો કે, વેચાણ મોટે ભાગે હજુ પણ વ્યક્તિગત રુચિ પ્રમાણે નીચે આવે છે અને મધ્ય પૂર્વની સુંદર બાબત એ છે કે સ્ત્રીઓ અને પુરુષો ખરેખર ઘરેણાં પહેરે છે. તમે અહીં દરરોજ પહેરવામાં આવતા કેટલાક ખરેખર અદ્દભૂત પીસ જોઈ શકો છો.

સવાલ : સોથેબીઝ તેના ઝવેરાતના વ્યવસાય માટે મધ્ય પૂર્વમાં સંગ્રાહકોની યુવા પેઢીને કેવી રીતે ટાર્ગેટ કરે છે?

જવાબ : આ સોથેબીઝ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે. તાજેતરમાં જ માર્ચ 2023માં, સોથેબીઝએ દુબઈમાં તેની સૌપ્રથમ આધુનિક અને સમકાલીન જ્વેલરી શ્રેણી શરૂ કરી હતી, જે વિશ્વના કેટલાક સૌથી ઉત્તેજક ઊભરતા ડિઝાઇનરોની નવીનતમ રચનાઓનું પ્રદર્શન કરે છે. આ એક વૈશ્વિક પહેલ હોવા છતાં, દુબઈને તેની પ્રસિદ્ધ ફોરવર્ડ-લુકિંગ પ્રતિષ્ઠાની ભૂખને કારણે લૉન્ચ સ્થાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

અમે નાદીન ગોસ્ન સાથે શરૂઆત કરી અને હાલમાં રાલ્ફ માસરી દ્વારા ડિઝાઇનનું એક્ઝિબિશન કરી રહ્યા છીએ, જે બંનેના મૂળ મધ્ય પૂર્વમાં છે.

સવાલ : તમે મધ્ય પૂર્વમાં તમારા ગ્રાહકોની સંખ્યાનું વર્ણન કેવી રીતે કરશો?

જવાબ : મધ્ય પૂર્વના ગ્રાહકો મોટાભાગના 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવાને કારણે અમારા એશિયન ખરીદદારોને પ્રતિબિંબિત કરે છે. તેઓ બધા પ્રોફેશનલ્સ છે, દુબઈના સ્થાનિક પણ સમગ્ર પ્રદેશના છે અને વિશ્વભરના વિદેશીઓનો સમાવેશ થાય છે.

સવાલ : સોથબીની નજીકના ભવિષ્યમાં મધ્ય પૂર્વમાં તેના જ્વેલરી બિઝનેસને કેવી રીતે વિકસાવવાની યોજના છે?

જવાબ : અમે 2017 માં દુબઈમાં ઓફિસ ખોલી ત્યારથી હું સોથેબીઝની સાથે છું અને હું જોઈ શકું છું કે હવે અમે જ્વેલરી અને અમારી તમામ કેટેગરીમાં કેટલા બિઝી છીએ. અમારો ક્લાયન્ટ બેઝ કેટલો વધ્યો છે. પ્રદર્શનો, શૈક્ષણિક કાર્યક્રમો, મૂલ્યાંકન અને સમગ્ર પ્રદેશમાં મુસાફરીના ચાલુ કાર્યક્રમ દ્વારા અમે સંભવિત કલેક્ટર્સ અને કન્સાઇનર સાથે સંબંધો બનાવી રહ્યા છીએ. ક્લાઈન્ટો અમારા પર વિશ્વાસ કરે છે કે તેઓ માત્ર શ્રેષ્ઠ વસ્તુઓ અને સેવાઓ પ્રદાન કરે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant