સોડિયમ કંપનીએ ટેન્ડર મારફતે 22 મિલિયન ડોલરની રફ વેંચી

રફ હીરાનું વેચાણ ટેન્ડર મારફતે કર્યું હતું. જે પહેલીવાર દુબઈ સ્થિત ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ દ્વારા સંકલિત કરાયું હતું.

Sodium company sold rough for $22 million through a tender
Courtesy : Sodium
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સોડિયમ કંપનીએ અંગોલામાં પોતાની ખાણમાંથી 22.3 મિલિયન ડોલરના 10.8 કેરેટથી વધુ સાઈઝના રફ હીરાનું વેચાણ ટેન્ડર મારફતે કર્યું હતું. જે પહેલી વાર દુબઈ સ્થિત ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ દ્વારા સંકલિત કરાયું હતું.

અંગોલાની નેશનલ ડાયમંડ ટ્રેડિંગ કંપનીની માલિકીની પાંચ માઈન્સમાંથી કુલ 1,329.89 કેરેટનું વેચાણ થયું હતું. જેમાંથી લુલો ખાણમાંથી 7 સ્ટોનના પાર્સલ (15.7 મિ.ડો.), કેપેક્સામાંથી 18 સ્ટોન કે જે 2.04 મિ.ડો., કેટોકાના 7 રફ 2.07 મિ.ડો., અને લુએલે ખાણમાંથી 1 મિલિયન ડોલરમાં 3 રફ વેચાઈ હતી.

તમામ માલ ટેન્ડર મારફતે વેચવામાં આવ્યો હતો. આ ટેન્ડર સેલની પ્રક્રિયા 11 ઓક્ટોબરે પૂર્ણ થઈ હતી, જેમાં ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સએ સોડિયમ સાથેના સંબંધની મજબૂત શરૂઆત તરીકે વર્ણવ્યા હતા.

સોડિયમના ચૅરમૅન યુજેનિયો બ્રાવો દા રોઝાએ કહ્યું કે, હીરા ઉદ્યોગ 2022ના છેલ્લા ત્રિમાસિક ગાળાથી બજારના પ્રતિકૂળ સંજોગો, મંદીનો સામનો કરી રહ્યો છે. ઘણા મેક્રો ઈકોનોમિક અને સોશિયલ તેમજ પોલિટિકલ કારણોને કારણે બજારની હાલત કફોડી બની છે તેમ છતાં અમે હજુ પણ ટાર્ગેટ કરતા વધુ આવક મેળવી રહ્યાં છે. આ ટેન્ડરની સફળતા  બજારમાં ચોક્કસ કેટેગરીના સ્પેશ્યિલ ડાયમંડની માંગ હોવાનું દર્શાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant