સ્મગલર્સ 100 કરોડનું સોનું દુબઈથી સુરત લાવ્યા, જ્વેલર્સે બિસ્કિટમાંથી દાગીના બનાવી લોકોને વેચી ટેક્સ પણ લીધો

શારજાહ-દુબઈથી આવતી ફ્લાઇટમાં 250 સોનાના બિસ્કિટ આવ્યા, 70 પેસેન્જરોના સહારે એરપોર્ટ મારફત સ્મગલિંગ કરાયાનું તપાસમાં ખૂલ્યું

Smugglers bring 100 crore gold from Dubai to Surat-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

ડાયમંડ સિટી. સુરત

ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ના અધિકારીઓએ ઝડપી પાડેલા 10 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં એક ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્મગલરોની આ પહેલી નહીં પરંતુ ચોથી ટ્રીપ હતી.

દુબઇથી વાયા સુરત અને મુંબઇ એરપોર્ટ મારફત આ સોનુ જ્વેલર્સ અને બુલિયન સુધી પહોંચાડાયું હતુ. આ સોનાનો નિકાલ પણ ચોપડે બતાવ્યા વગર જ કરાતો હતો.

આ માટે સોનુ પીગળાવી તેને સિલેક્ટેડ અને બિલ નહીં માગતા ગ્રાહકોને પધરાવી દેવાતુ હતું. 2 લાખની ઉપરનું સોનું વેચવામાં આવે તો પાનકાર્ડ આપવો પડતો હોય, જ્વેલર્સ બે નંબરમાં આવો બેનામી સ્ટોક રાખતા હોય છે. એટલે સ્મગલરો અનેક જવેલર્સના સંપર્કમાં હોવાનું પણ સપાટી પર આવ્યુ છે.

કુલ કેટલાં બિસ્કિટ આવ્યાં : અધિકારીઓએ કહ્યું કે એક પાર્ટી સાથેની ડિલિંગમાં કુલ 20 કરોડથી વધુના બિસ્કિટ લવાયા છે. ઉપરાંત બીજી પાર્ટીઓ પણ હોય શકે. આરોપી હાલ તે પાર્ટીનું નામ લેતો નથી. પરંતુ 100 કરોડના બિસ્કિટ આવી ચૂકયાનો અંદાજ છે.

તબક્કાવાર સમજો સોનું કેવી રીતે ક્યાંથી આવતું હતું

  1. દુબઇમાં સોનાના બિસ્કિટ ખરીદવામાં આવતા હતા. બિસ્કિટ સામાન્ય રીતે એક કિલોના આવે છે, જેથી સ્મગલિંગના બિસ્કિટ ખાસ દસ ગ્રામના ખરીદવામાં આવતા હતા. જેથી પોકેટમાં આવી શકે.
  2. સોનું દુબઇ એરપોર્ટથી જ અથવા શારજહાં એરપોર્ટથી સુરત-મુંબઇ સુધી લવાતું હતું.
  3. અનેકવાર પાવડર ફોર્મમાં સોનું અનેક આરોપીઓના ગુદામાર્ગમાંથી સોનું પકડાયું છે. એટલે હવે સ્મગલરો સીધા બિસ્કિટ જ લાવી રહ્યાં છે.
  4. એક કે બે નહીં પરંતુ 10 કે તેથી વધુ પેસેન્જરો એરપોર્ટ મારફતે એક સાથે ટ્રીપ મારતા હોય છે, અને એક-બે બિસ્કિટ પોતાની સાથે જ રાખતા હોય છે.
  5. એક જણ પકડાઈ જાય તો બીજા આઠ કે નવ નિકળી જાય, એ ગણતરી પર સીધા એરપોર્ટથી જ સ્મગલિંગ કરવામાં આવતું હોય છે.
  6. એરપોર્ટ પર આ બિસ્કિટ કસ્ટમ અધિકારીઓ પણ પકડી ન શક્યા એ ચોંકાવનારી બાબત છે. એટલે કસ્ટમના અધિકારીઓ પણ રડાર પર આવી ગયા છે.
Smugglers bring 100 crore gold from Dubai to Surat-2

શારજાહ-દુબઈથી આવતી ફ્લાઇટમાં 250 સોનાના બિસ્કિટ આવ્યા, 70 પેસેન્જરોના સહારે એરપોર્ટ મારફત સ્મગલિંગ કરાયાનું તપાસમાં ખૂલ્યું

સોનું આવી ગયા બાદ તેનો નિકાલ કેવી રીતે કરાતો રોકડનો જ વ્યવહાર, ચોપડે કંઈ નહી

તપાસ અધિકારીની માનીએ તો બધુ જ રોકડમાં થતું. રોકડમાં માલ લેવો, જ્વેલર્સને કે બુલિયનને રોકડમાં માલ વેચો અને જે ગ્રાહક ખરીદે તેને પણ રોકડમાં જ બિલ વગર માલ આપવો. સમગ્ર ચેઇન રોકડ પર જ ચાલતી એટલે ચોપડે કંઇ બતાવવાનું જ ન આવે. ધારો કે સ્ટોકની ગણતરીમાં કોઈ માલ બતાવવાનો આવે તો સ્મગલિંગના ગોલ્ડ પર પણ કૌભાંડીઓ આઇટી, જીએસટી અને મેકિંગ ચાર્જ વસુલતા હતા.

પાનકાર્ડનો ઉપયોગ વિના ખેલ

રૂપિયા બે લાખથી વધુનું બિલ થાય તો ગ્રાહકે પાનકાર્ડ આપવો પડે છે. સ્મગલિંગના કેસમાં એવા જ ગ્રાહકો અને ખાસ કરીને મહિલા ગ્રાહકોને બે નંબરમાં આવી જ્વેલરી પધરાવી દેવામાં આવે છે. જે ગ્રાહક બિલ માગતા નથી તેમને જ આ માલ આપવામા આવે છે. ડીઆરઆઇના અધિકારી સૂત્રો કહે છે કે કેટલાક સિલેક્ટેડ ગ્રાહકોને દસ ટકા કમિશન પર પણ આ માલ અપાઈ છે.

સ્મગલિંગથી કેટલો લાભ, કેટલી કમાણી, પકડાઈ તો પેનલ્ટી કેટલી, આખરે સોના કરતા ઘડામણ મોંઘી

સોના પરની ઇમ્પોર્ટ ડયૂટી 13.50 ટકા છે. જેમાં સાડા સાત ટકાની બેઝિક ડયૂટી ઉપરાંત સેસ, અને આઇજીએસટીનો સમાવેશ થાય છે. હવે એક બિસ્કિટની કિંમત પાંચ લાખ ગણીએ તો એક બિસ્કિટ પર જ 70 થી 75 હજારની ડ્યૂટી બચે છે. એક બિસ્કિટ સામાન્ય રીતે 116 ગ્રામનુ હોય છે.

આવા 250 જેટલાં બિસ્કિટ આવ્યા તો અંદાજે ચાર જ ટ્રીપમાં બે કરોડ જેટલો ફાયદો થયો. ટીકીટના રૂપિયા કાપીએ તો પણ બે કરોડના 70 ટકા જેટલો ફાયદો થયો. ઉપરાંત દુબઇના રેટમાં અને સુરતના રેટમાં તફાવત હોય ટીકીટના રૂપિયા તો આ તફાવતમાં જ નિકળી જતા હોવાનું અનુમાન છે.

હવે ધારોકે સોનું પકડાઈ જાય અને તેને છોડાવવામાં આવે તો કુલ 110 ટકા જેટલી ડયૂટી ભરવી પડેે એટલે સોના કરતા ઘડામણ મોંઘી થાય.

પહેલી ટ્રીપમાં સફળતા મળી એટલે સ્મગલરે બિસ્કિટની સંખ્યા વધારી

ટ્રીપ 1 : આ ટ્રીપમાં 2 કરોડના બિસ્કિટ આવ્યા
ટ્રીપ 2 : સાડા ચાર કરોડના બિસ્કિટ લવાયા
ટ્રીપ 3 : સાડા પાંચ કરોડના બિસ્કિટ લવાયા
ટ્રીપ 4 : તમામ ટ્રીપની જેમ આ પણ એરપોર્ટની હતી, આ વખતે સીધા 10 કરોડના બિસ્કિટ લવાયા હતા. તમામ ટ્રીપમાં કુલ 250 બિસ્કિટ લવાયા જેમાં 80 યાત્રીનો ઉપયોગ કરાયો હતો.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant