યુરોપિયન યુનિયનના આર્થિક પ્રતિબંધોની રશિયાને લગીરે ચિંતા નથી

યુરોપિયન દેશોના આર્થિક પ્રતિબંધોના નવા પેકેજને સ્કર્ટ કરવામાં રશિયાને કોઈ મુશ્કેલી પડશે નહીં, જે નોંધપાત્ર રીતે તેની ડાયમંડ એક્સપોર્ટને ટાર્ગેટ કરે છે.

Russia is not concerned about EU economic sanctions
ફોટો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. (વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સૌજન્યથી તસવીર | Flickr.)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

યુક્રેન સામે યુદ્ધ છેડનાર રશિયા સામે હવે યુરોપિયન દેશોએ આર્થિક મોરચે વોર શરૂ કરી છે. જી7 દેશોના સંગઠન અને યુરોપિયન દેશોએ રશિયાની ખાણોમાંથી નીકળતા ડાયમંડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, તેના લીધે ભારતીય હીરા ઉત્પાદકો ચિંતામાં મુકાયા છે, પરંતુ રશિયાને આ પ્રતિબંધથી લગીરેય ફરક પડી રહ્યો નથી. કમસે કમ રશિયા તો એવું જ માને છે અને છડેચોક કહી પણ રહ્યું છે.

રશિયાએ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં જાહેર કર્યું કે યુરોપિયન દેશોના આર્થિક પ્રતિબંધોના નવા પેકેજને સ્કર્ટ કરવામાં રશિયાને કોઈ મુશ્કેલી પડશે નહીં, જે નોંધપાત્ર રીતે તેની ડાયમંડ એક્સપોર્ટને ટાર્ગેટ કરે છે.

રશિયાના નાણાં પ્રધાન એન્ટોન સિલુઆનોવે બેઈજિંગની મુલાકાત વખતે કહ્યું હતું કે અમે ફક્ત વેચાણને અન્ય પ્રદેશોમાં રિ-ડાયરેક્ટ કરીશું. મને ખાતરી છે કે આ પ્રતિબંધો રજૂ કરનારાઓને તેનાથી કોઈ ફાયદો થશે નહીં. તેઓની મુરાદ બર આવશે નહીં.

યુરોપિયન કાઉન્સિલ દ્વારા પ્રસ્તુત કરાયેલા આર્થિક પ્રતિબંધોના નવા પૅકેજ રશિયન મૂળના બિન ઔદ્યોગિક હીરાની આયાત પર પ્રતિબંધ મુકે છે. રશિયા પર વધારાની આયાત અને નિકાસ પ્રતિબંધ લાદે છે અને પ્રતિબંધોના છટકબારી બંધ કરવાનો પ્રયાસ કરે છે.

વૉલ્યુમની દ્રષ્ટિએ રશિયા વિશ્વનો સૌથી મોટો હીરા ઉત્પાદક દેશ છે. રશિયન ડાયમંડ માઈન્સ અલરોસા, સ્ટેટ અને યાકુતિયા પ્રદેશની બહુમતી માલિકીની પ્રતિબંધો પર ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

ક્રેમલિને કહ્યું હતું કે રશિયાએ યુક્રેન પરના તેના આક્રમમના જવાબમાં લાદવામાં આવેલા યુરોપિયન યુનિયનના તાજેતરના પ્રતિબંધો માટે તૈયારી કરી લીધી છે. મોસ્કોમાં આ તૈયારીઓને સ્પેશ્યિલ આર્મી એક્શન કહેવામાં આવે છે.

રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, નવી અનૈતિક, ગેરકાયદે પ્રોસેસના જવાબમાં યુરોપિયન સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધિત EU સભ્ય દેશોની યાદીને વિસ્તૃત કરશે.

યુરોપિયન યુનિયનમાં રશિયાના રાજદ્વારી મિશને જણાવ્યું હતું કે રશિયન ઈકોનોમીને અલગ પાડવાના પ્રયાસો ખરાબ રીતે નિષ્ફળ ગયા હતા. નવા પ્રતિબંધોમાં ગેરકાયદે પ્રતિબંધો, રાજકીય બ્લેકમેલ નવીન વસાહતી અભિગમ સામેલ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant