વડાપ્રધાને મુંબઈમાં ભારત રત્નમ મેગા કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું

મેગા સીએફસી એ સેઝના એક્સપર્ટ ટાર્ગેટને 7 બિલિયન ડોલરથી 15 બિલિયન ડોલર સુધી લગભગ બમણું કરવાની ઇન્ડસ્ટ્રીની યોજનાને બળ પુરું પાડશે. : વિપુલ શાહ

Prime Minister inaugurated Bharat Ratnam Mega Common Facility Center in Mumbai-1
ફોટો : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2024ના રોજ નવી મુંબઈ ખાતે બહુવિધ વિકાસ પ્રોજેક્ટોના ઉદ્દઘાટન અને શિલાન્યાસ સમયે સંબોધન કરી રહ્યા છે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

એક તરફ જ્યારે મંદીની બૂમો પડી રહી છે ત્યારે બીજી તરફ ભારત આત્મનિર્ભર બની પ્રગતિની રેસમાં પોતાની સ્પીડ વધારી રહ્યું છે. વીતેલા વર્ષ 2023માં જ્યાં સુરતમાં વિશ્વ કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ ખુલ્લું મુકાયું ત્યાં નવા વર્ષના પહેલાં જ મહિનામાં મુંબઈમાં જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે અતિઆવશ્યક એવું ભારત રત્નમ મેગા કોમન ફેસિલિટી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુંબઈના સીપ્ઝ સેઝ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. વડાપ્રધાને આ ઘટનાને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. સીએફસીનું વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે ઈનોવેશન, ઈકોનોમીક ગ્રોથ અને ટેક્નોલૉજી એડવાન્સમેન્ટ ક્ષેત્રમાં સરકારની પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે મુંબઈના SEEPZમાં મેગા કોમન ફેસિલીટી સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. એક જ છત નીચે તમામ સુવિધાઓ ધરાવતું આપ્રકારનું પ્રથમ કેન્દ્ર MSME – નાના-મધ્યમ નિકાસકારો માટે વરદાનરૂપ બનશે. જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે એસઈઈપીઝેડ મુંબઈમાં ભારત રત્નમ મેગા કોમન ફેસિલીટી સેન્ટર (સીએફસી)નું ઉદ્દઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું.

વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, “વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલની અધ્યક્ષતા હેઠળનો મેગા સીએફસીએ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે, જે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઇન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો છે. એક જ સુવિધા કેન્દ્ર પર વિશ્વભરમાંથી 3-ટી (ટેક્નોલૉજી, ટેક્નિક્સ અને ટ્રેનિંગ) માં નવીનતા દ્વારા સ્પર્ધાત્મકતા વધારશે, 1.15 લાખ ચોરસ ફૂટ બિલ્ટ અપ એરિયા જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ઉપરાંત 6 માળ મેગા સીએફસી બિલ્ડીંગ એ કાર્બન ન્યુટ્રાલિટી પર આતુર ફોકસ સાથે પર્યાવરણને અનુકૂળ ગ્રીન પ્રોજેક્ટ છે. જે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (આઈજીબીસી) દ્વારા પ્રમાણિત છે.”

સીએડી અને સીએડી રેન્ડરિંગ, થ્રીડી પ્રિન્ટિંગ (મેટલ, રેઝિન અને વેક્સ, સિરામિક), કાસ્ટિંગ અને રિફાઇનિંગ (ગોલ્ડ, પ્લૅટિનમ અને સિલ્વર) અને સીએનસી સેવાઓ સહિતની સેવાઓની શ્રેણી ઓફર કરે છે. કેન્દ્ર એક ટ્રેનિંગ અને સ્કીલ સ્કૂલનો સમાવેશ કરે છે, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અને તકનીકોમાં શિક્ષણ અને તાલીમ આપવાનો છે. સમગ્ર દેશમાં એસઈઈપીઝેડ સેઝ એકમો અને ડીટીએ એકમો માટે સુવિધા સેવાઓ ઉપલબ્ધ છે.

ભારત રત્નમ સીએફસીમાં થ્રીડી મેટલ પ્રિન્ટર સહિત અત્યાધુનિક સાધનો હશે. તે કારીગરો માટે તાલીમ અને કૌશલ્ય પણ પ્રદાન કરશે, જેમાં વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મેગા સીએફસી રત્ન અને ઝવેરાતના વેપારમાં નિકાસ ક્ષેત્રને પરિવર્તીત કરશે અને સ્થાનિક ઉત્પાદનને પણ મદદ કરશે. મેગા સીએફસીએસેઝ નિકાસ લક્ષ્યને 7 બિલિયન ડોલરથી બમણું કરીને 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજનામાં સામેલ છે, જે લગભગ 30 બિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. પ્રોજેક્ટનું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યું હતું. જીજેઈપીસીએ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઇન્ડિયા અને સીપ્ઝ સેઝ ઓથોરિટીનું સંયુક્ત સાહસ છે. દેશમાંથી નિકાસ કરવા માટે આ પ્રોજેક્ટને સોશિયલ-ઈકોનોમીક પ્રમોટ કરાયો છે. આ પ્રોજેક્ટનો હેતુ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીના આંતરીક ટેલેન્ટને પ્રોત્સાહિત કરી વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ અને નાના વ્યવસાયોને વિકાસ માટે સહાયગ બનશે. તેઓને મદદરૂપ થાય તેવું વાતાવરણ પુરું પાડશે.

ભારત રત્નમ સીએફસીમાં થ્રીડી મેટલ પ્રિન્ટર સહિત અત્યાધુનિક સાધનો રાખવામાં આવશે, જે કારીગરોની ટ્રેનિંગ અને સ્કીલ વધારશે. સ્પેશ્યિલ સક્ષમ સ્ટુડન્ટ્સને તે મદદરૂપ થશે. મેગા સીએફસી જેમ્સ એન્ડ જ્વેલરીના વેપારમાં નિકાસ ક્ષેત્રને પરિવર્તીત કરશે અને સ્થાનિક ઉત્પાદનને પણ મદદરૂપ થશે.

જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું કે, તમામ ક્ષેત્રોનો સર્વાંગી વિકાસ થાય તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન રાખે છે. વિકસિત ભારતને આકાર આપવા માત્ર ગ્રાઉન્ડ બ્રેકિંગ પોલિસી રિફોર્મ્સમાં જ નહીં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં પણ તેઓનું વિઝન સ્પષ્ટ છે. તેમની નીતિઓ બિઝનેસને નવું આકાશ આપવા મદદરૂપ થાય છે.

ભારતીય જેમ એન્ડ જ્વેલરી કોમ્યુનિટી વતી હું વડાપ્રધાનનો આભાર માનું છે. તેઓએ મુંબઈના સીપ્ઝમાં મેગા સીએફસી ભારત રત્નમની સ્થાપના કરી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સરકારનું ઇન્ડસ્ટ્રીને અડગ સમર્થન મળ્યું છે, જે ઉદ્યોગના ભાવિ વિકાસ માટે મજબૂત પાયો નાખશે. મેગા સીએફસી એ સેઝના એક્સપોર્ટ ટાર્ગેટને 7 બિલિયન ડોલર થી 15 બિલિયન ડોલર સુધી લગભગ બમણું કરવાની ઇન્ડસ્ટ્રીની યોજનાને બળ પુરું પાડશે. આ સાથે જ 30 બિલિયન ડોલર સુધીની તકોને દિશા આપે છે.

જીજેઈપીસી દ્વારા ભારત રત્નમ મેગા સીએફસીની કલ્પના કરવામાં આવી હતી. જીજેઈપીસી દ્વારા નેશનલ પ્રોડક્ટિવીટી કાઉન્સિલ દ્વારા તે બની શકે કે નહીં તે અંગે એક ડિટેઈલ સ્ટડી પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ રિપોર્ટ MoC દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને સીપ્ઝ દ્વારા ફંડ પુરું પાડવામાં આવ્યું હતું. પછી સીપ્ઝ ઓથોરિટી સાથે મળી જીજેઈપીસી દ્વારા પ્રોજેક્ટને શરૂ કરવા માટે સીએફસી સમિતિ બનાવાઈ હતી. જીજેઈપીસીએ ભારત રત્નમ મેગા સીએફસીને ચલાવવા માટે એમઓયુ કરાયા હતા.

મેગા સીએફસી એક નવા ઈનોવેશનનું પ્રતીક છે. તે કાર્બન ન્યુટ્રાલિટીના કટિંગ એજ ટેક્નોલૉજી માટે સર્ટિફાઈડ છે. તે રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર માટે સમર્પિત છે. આ સેન્ટરમાં રિસર્ચ, ડેવલપમેન્ટ, ટ્રેનિંગ, સ્કીલ સ્કૂલ સહિતના અનેક કાર્યક્રમો માટેની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં એક્ઝિબિશન અને ઈવેન્ટ્સનું આયોજન કરી શકાય છે.

વડાપ્રધાનનું આ પરિવર્તનકારી વિઝન પ્રેરણાદાયી છે. અમે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જેમ એન્ડ જ્વેલરીની સમૃદ્ધ યાત્રાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જીજેઈપીસી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવા માટે સીપ્ઝ અને ભારત સરકાર સાથે સહયોગ કરશે એમ શાહે ઉમેર્યું હતું.

વિપુલ શાહે વધુમાં કહ્યું હતું કે, નેશનલ યુથ દિવસના શુભ અવસર પર સ્વામી વિવેકાનંદ જ્ન્મજ્યંતિની ઉજવણીને સમર્પિત કરાઈ છે ત્યારે અમે મેગા સીએફસી શરૂ કર્યું છે, જે પ્રેરણના માર્ગદર્શક તરીકે સેવા આપવા માટે તૈયાર એક પહેલ છે. યુવાનો અને પ્રોફેશનલ્સની આવનારી પેઢી તેમને આ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે.

સીપ્ઝ-સેઝના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર આઈઆરએસ રાજેશ કુમારે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સેઝમાં પરિવર્તન લાવવાના પગલાં બદલ આભાર વ્યક્ત કરું છું. મુંબઈના સીપ્ઝથી આ સફરની શરૂઆત થઈ છે. આ અતિઆવશ્યક આધુનિકીકરણ અને અપગ્રેડ સમયસની જરૂરિયાત હતી, જે આપણા દેશમાંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસને વધુ વેગ આપશે. સૌથી સારી બાબત એ છે કે મેગા સીએફસી સર્વિસ માત્ર સીપ્ઝ-સેઝ એકમોને જ નહીં પણ ઝોનની બહારના એકમોને પણ વાજબી દરે ઉપલ્બ્ધ કરાવવામાં આવશે, જે તૈયાર જ્વેલરીની ગુણવત્તા, ઉત્પાદકતામાં વધારો કરશે.

સીપ્ઝ-સેઝના જોઈન્ટ ડેવલપમેન્ટ કમિશનર આઈઆરએસ સી.પી.એસ. ચૌહાણે કહ્યું કે, 1લી સપ્ટેમ્બર 2022ના રોજ સીએફસીનું ભૂમિપૂજન થયું હતું. ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે માત્ર 14 મહિનાના ટૂંકા સમયગાળામાં સીએફસીનું બાંધકામ પૂર્ણ થયું છે. સરકાર, જીજેઈપીસી અને સીપ્ઝના સામૂહિક પ્રયાસોના લીધે રેકોર્ડ સમયમાં આ બાંધકામ પૂર્ણ થઈ શક્યું છે. હું નિશ્ચિતપણે માનું છું કે આ માત્ર શરૂઆત છે. અમે સીપ્ઝના લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવા માટે સરકાર દ્વારા સમર્થિત આવા વધુ પરિવર્તનકારી પ્રોજેક્ટની અપેક્ષા રાખીએ છીએ.

જીજેઈપીસીના વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલીએ કહ્યું કે, સીપ્ઝ સેઝ ખાતે NEST1 અને ભારત રત્નમનો શિલાન્યાસ કરવાના મહત્ત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવા બદલ અમે સન્માનની લાગણી અનુભવી રહ્યાં છીએ. જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં મહત્તમ એમએસએમઈ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલર્સ છે, જેમની પાસે આધુનિક ટેક્નોલૉજી, રિસર્ચ અને ડેવલપમેન્ટ તેમજ સ્કીલ મેનપાવર સંદર્ભના અનેક અવરોધો છે. મેગા સીએફસીના એક જ સેન્ટર પર વિશ્વભરમાંથી નવી 3Ts (ટેક્નોલૉજી, ટેક્નિક્સ અને ટ્રેનિંગ) દ્વારા સ્પર્ધા જાળવવા માટે આ અંતરને દૂર કરે છે.

ભારત રત્નમ મેગા કોમન ફેસિલિટી સેન્ટર ગેમ ચેન્જર બનવા માટે તૈયાર છે. તે ઉદ્યોગના ભાવિને નવો આકાર આપશે. અત્યાધુનિક ટેક્નોલોજી માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડશે. મેગા સીએફસી એક જ છત નીચે દાગીના બનાવવાની પ્રક્રિયામાં સંકળાયેલી વિવિધ ટેકનિકલ સેવાઓની સર્વિસ પુરી પાડતી વખતે એક સુંદર, સરળ અનુભવ આપશે એમ ભણસાલીએ ઉમેર્યું હતું.

કંપનીની સંસ્કૃતિ, સેવાઓનું નવીન સંયોજન, અત્યાધુનિક સાધનો, ઘરની અંદરની પ્રતિભાઓ અને સકારાત્મક ગ્રાહક અનુભવ પ્રવાસ મેગા CFC માર્ગને અનન્ય બનાવે છે.

ભારત રત્નમ મેગા કોમન ફેસિલિટી સેન્ટરના વર્કિંગ ગ્રુપના હેડ કોલિન શાહે કહ્યું કે, આ મેગા પ્રોજેક્ટને સમર્થન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલનો આભાર. તેમના મજબૂત સમર્થન સાથે અમે અદ્યતન ટેક્નોલૉજીની એક્સસને સરળ બનાવી ઇન્ડસ્ટ્રીના લેન્ડસ્કેપને બદલવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. આ દરેક વ્યક્તિને ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીના ઉત્પાદનમાં જોડાવા માટે સશક્ત બનાવશે. આ 360 ડિગ્રી સર્વિસ મોડલ ઉદ્યોગ સાહસિકોને જરૂરી સ્કીલથી સજ્જ કરવા તેમને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડવા અને સૅમિનાર દ્વારા સતત શીખવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ભારત રત્નમ એ એક વેલ સ્ટ્રક્ચર્ડ લેઆઉટ છે, જેમાં પહેલાં ત્રણ માળ અદ્યતન ટેકનોલોજી ધરાવે છે. ચોથા માળ પર ડોમેસ્ટીક એનજીઓ સાથેની ભાગીદારી દ્વારા બહેરા અને મુંગા કામદારો માટે તકો ઊભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા માટેનું ટ્રેનિંગ સેન્ટર બનાવાયું છે. પાંચમા માળ પર બાયર્સ-સેલર્સ મીટ માટેનું સેન્ટર બનશે. અહીં વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહન આપવામાં આવશે. છઠ્ઠા માળ પર સમગ્ર વર્ષ દરમિયાન સિમ્પોસિયમ માટે કન્વેન્શન સેન્ટર તરીકે સેવા આપશે, જે ઉદ્યોગ સાહસિકોને મૂલ્યવાન નોલેજ અને નેટવર્કિંગની તકો ઉપલબ્ધ કરાવશે.

ભારત રત્નમ – મેગા કોમન ફેસિલિટી સેન્ટર ખાતે અત્યાધુનિક ટેકનિકલ સેવાઓ :

CAD અને CAD રિન્ડેરીંગ સર્વિસ, થ્રીડી પ્રિન્ટિંગ સર્વિસ (મેટલ, સિરામિક, રેઝિન એન્ડ વેક્સ), કાસ્ટીંગ સર્વિસ (ગોલ્ડ, પ્લૅટિનમ અને સિલ્વર), સીએનસી સર્વિસ, રિફાઈનીંગ સર્વિસ (ગોલ્ડ, પ્લૅટિનમ અને સિલ્વર), માસ ફિનિશીંગ સર્વિસ, હોલમાર્કિંગ સર્વિસ, કલર લેઝર એનગ્રેવીંગ સર્વિસ, માઈક્રોન પ્લાટિંગ-રોડિયમ પ્લેટિંગ સર્વિસ, ઇનેમલ-કોટિંગ સર્વિસ, એક્સઆરએફ સહિતની લેબ ટેસ્ટિંગ સર્વિસ, ફોટોગ્રાફી અને વીડિયો, ટ્રેનિંગ અને સ્કીલ ડેવલપમેન્ટ સ્કૂલની સુવિધા આ મેગા કોમન ફેસિલિટી સેન્ટરમાં મળી રહેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant