બેસ્ટ ડાયમંડ્સ માટે ડી બિયર્સ અને બોત્સવાના વચ્ચે ભાગીદારી

બોત્સવાના 25 વર્ષના માઈનીંગ લાઈસન્સ મામલે સંમત, જે ડી બિયર્સને જ્વનેંગ અને દામ્તશાની માઈન્સમાંથી હીરા કાઢવાનું ચાલુ રાખવા મંજૂરી આપશે.

Partnership between De Beers and Botswana for Best Diamonds-1
10.57-કેરેટ ઇટરનલ પિંક. (સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં કેટલાંક સમયથી ડી બિયર્સ અને બોત્સવાના વચ્ચેના સંબંધોમાં થોડી ખટાશ જોવા મળી છે. લાંબા ગાળાની ભાગીદારી તૂટે તેવી ચર્ચા હીરા ઉદ્યોગમાં ચાલી રહી હતી ત્યારે તાજેતરમાં ડેબ્સવાનાની ખાણ માટે કરાર રિન્યુ કર્યા બાદ હવે બોત્સવાના અને ડી બિયર્સ ઉચ્ચ ગુણવત્તાના ડાયમંડ મેળવવા માટે ભાગીદારી કરવા તૈયાર થયા હોવાની માહિતી સાંપડી છે.

ડી બિયર્સ નવા વેચાણ સોદા હેઠળ અસાધારણ શ્રેષ્ઠ હીરા મેળવવા માટે બોત્સવાના સરકાર સાથે ભાગીદારી કરવાની યોજના ધરાવે છે, જેનાથી દેશને તેના સૌથી વધુ કિંમતી પત્થરો શોધી વધુમાં વધુ લાભ મેળવવામાં મદદ મળી શકે.

ડી બિયર્સના ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રના કાર્યકારી ઉપપ્રમુખ પોલ રોવલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે પોલિશ્ડના છેલ્લાં વેચાણમાં થતી આવકની વહેંચણીની શક્યતાઓ વિશે ચર્ચા થઈ છે. આ રોકાણો હશે. એટલે કે બોત્સવાના વધુ નફા માટે જોખમ લેશે.

રોવલે વધુમાં કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે અસાધારણ ઉચ્ચ ગુણવત્તાના પત્થરો મેળવવા માટે વધુ જોખમ ઉઠાવવું પડે છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે તે વધારે નફો કમાવી આપે છે.

ડી બિયર્સ અને બોત્સવાનાએ સૈદ્ધાંતિક રીતે આ નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ 50-50 ટકા ભાગીદારીનું સંયુક્ત સાહસ છે. જે ડેબ્સવાનની ખાણમાંથી મળતા ડાયમંડની સેલ્સ સિસ્ટમ નક્કી કરવા પર ધ્યાન આપશે. બંને ભાગીદારો દ્વારા તમામ નિયમો ઘડી લીધા બાદ આ કરાર હેઠળ 10 વર્ષ સુધી વેપાર ચાલશે. આ સાથે બોત્સવાના 25 વર્ષના માઈનીંગ લાયસન્સ મામલે પણ સંમત થયા હતા. જે ડી બિયર્સને 2054 સુધી જ્વનેંગ અને દામ્તશાની માઈન્સમાંથી પત્થરો, હીરા કાઢવાનું ચાલુ રાખવા મંજૂરી આપશે. નોંધનીય છે કે હાલનો માઈનીંગ લાયસન્સનો કરાર 2029માં સમાપ્ત થાય છે.

લાંબી ચર્ચા દરમિયાન ઉચ્ચ મૂલ્યના બેસ્ટ હીરા કથિત રીતે કેન્દ્રીય મુદ્દો હતો. આ મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી, જેના લીધે બે વર્ષથી વધુ વિલંબ થયો હતો. બંને પક્ષોએ 30 જૂનના રોજ રાત્રે પોણા બાર વાગ્યે સોદાની બાકીના પાસાઓ સમેટી લીધા હતા એમ રોવલીએ ઉમેર્યં હતું.

વર્તમાન કરાર હેઠળ ડી બિયર્સ અને બોત્સવાના ખાસ અને અસાધારણ સ્ટોન મેળવવાનો એક્સેસ ધરાવે છે. નવી સિસ્ટમ હેઠળ આ સ્થિતિ વધુ મજબૂત બનશે. પરંતુ ડી બિયર્સ બોત્સવાના સરકારને વધુ ભાગીદારી ઓફર કરશે. આ મોડેલ જુના કરારમાં નહોતો. ડી બિયર્સે ક્યારેક ક્યારેક બોત્સવાના સરકારને ઓફર કરી હતી પરંતુ તેમાં વાત ફાઈનલ થઈ નહોતી. રોવલે કહ્યું હતું કે આ ભાગીદારીનું ધ્યાન 500,000 ડોલરથી વધુ કિંમતના ઉચ્ચ ગુણવત્તાના ડાયમંડ પર રહેશે.

દામત્શાના એક્ઝિક્યુટીવે 23.78 કેરેટ વજન ધરાવતા ગુલાબી રફ હીરાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે જે સાઈટ હોલ્ડર ડાયકોરે કુશન કટ 10.57 કેરેટ, ફૅન્સી વિવિડ ગુલાબી, અંદરથી દોષરહિત પોલિશમાં ઉત્પાદન કર્યું હતું. તે ગયા મહિને સોથેબીના ન્યુયોર્ક ખાતેની હરાજીમાં 34.8 મિલિયન ડોલરમાં વેચાયો હતો. એવું પણ કહી શકાય કે કેરેટ દીઠ તેની 3.3 મિલિયન ડોલર કિંમત ઉપજી હતી.

શું બનાવી શકાય છે અને ક્યારે બનાવી શકાય છે અને આપણે ખરેખર બોત્સવાનાના નકશા પર મૂકવા માટે ખરેખર કેવી રીતે મદદ કરી શકીએ છે તે આ કિસ્સાએ દર્શાવ્યું છે. રોવલીએ વધુમાં કહ્યું કે ઉચ્ચ ગુણવત્તાના ડાયમંડ પસંદ કરતા ગ્રાહકોને વધુ રસ પડશે અને તેના લીધે બોત્સવાનાના પ્રવાસ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.

સ્થાનિક વેપાર

રન ઓફ માઈન પ્રોડ્કશન તરીકે ઓળખાતા નિયમિત અને અસાધારણ  પત્થરો ડી બિયર્સ અથવા સરકારી માલિકીની વેપારી ડાયમંડ કંપની ઓકાવાન્ગો પાસે વેચાણ માટે જશે. વર્તમાન સ્થિતિ અનુસાર તે સિસ્ટમ કામ કરશે. જોકે વિભાજન બદલાશે. એટલે કે અત્યારે ઓકાવાન્ગો 25 ટકા હીરા મેળવે છે. જ્યારે નવો કરાર અમલમાં આવશે ત્યાર બાદ આ પ્રમાણ વધીને 30 ટકા થઈ જશે. પાંચ વર્ષ પછી તે 40 ટકા અને 10 વર્ષ બાદ 50 ટકા થશે. ત્યાં સુધી જુના કરારની શરતો જે 30 જૂને સમાપ્ત થઈ ગઈ હતી તે યથાવત રહેશે. આ સાથે રોવલીએ કહ્યું હતું કે એંગ્લો અમેરિકન, ડી બિયર્સની પેરેન્ટ કંપનીના શેરધારકોએ અંતિમ કરારોને મંજૂર કરવાની જરૂર પડશે.

બોત્સવાનાની સ્ટોન કટીંગ ફેક્ટરીઓ માટે ડી બિયર્સનું વાર્ષિક વેચાણ 2022ના માત્ર 1.1. બિલિયનના સ્તરે જ રહેશે તેવો રોવલીનો અંદાજ છે. રોવલીએ વધુમાં કહ્યું કે, કેટલાંક મુદ્દા પર ખાણો ધરાવતા દેશમાં જ્વેલરી મેન્યુફેક્ચરીંગની સુવિધા શરૂ કરવા માટે એક અજ્ઞાત સાઈટહોલ્ડર સાથે ભાગીદારી કરવાનો ઈરાદો દરાવે છે. ડી બિયર્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડાયમંડસ હેટળ બોત્સવાનામાં ગ્રેડિંગ સુવિધા સ્થાપિત કરવા માટે પણ કામ કરાશે. જેથી સ્થાનિક વેપારને સમર્થન મળે અને સ્થાનિક સિસ્ટમ મજબૂત બને.

સાઈટહોલ્ડર્સ પર અસર

ડી બિયર્સ તેની સાઈટ હોલ્ડર વાળી સિસ્ટમ જાળવી રાખશે. જોકે ડેબસ્વાનામાંથી નીકળતી રફનો એક ચોક્કસ નાનો હિસ્સો સાઈટ માટે વેચાણથી ફાળવવામાં આવશે. કારણ કે તેમાંથી મોટા ભાગનો હિસ્સો ઓકાવાન્ગોને જાય છે. (ઓડીસી કરાર વેચાણની પોતાની સિસ્ટમ શરૂ કરશે કે કેમ તે રોવલી કહેતા નથી). ગ્રાહકો પર અન્ય પ્રભાવ હજુ અસ્પષ્ટ છે.

સંબંધિત એક્ઝિક્ટીવે કહ્યું કે નવા વેચાણ અને ખાણના કરારથી અનેક લોકો ખુશ છે અને તેઓએ આશ્વાસન આપ્યું છે.

સમય સાથે અમે વિકાસ કર્યો છે અને સાઈટહોલ્ડર સિસ્ટમ પર આ જ રીતે કામ કર્યું છે. અમે અમારી કામ કરવાની પદ્ધતિ સાથે અમારા નિયમોને આધારે વિકાસ કર્યો છે અને અમે પ્રગતિની દિશામાં આ જ રીતે વધતાં રહીશું એવો નિષ્કર્ષ આખરે કાઢ્યો હતો.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant