GJEPCના ‘રત્નકલાકાર સમૃદ્ધિ સમારંભ’ સેમિનારનો 800થી વધુ કારીગરોને લાભ

અત્યારે મંદીનો માહોલ અને રત્નકલાકારોની રોજગારીનો મોટો પ્રશ્ન છે એવા સમયે આ સૅમિનારથી ઘણા રત્નકલાકારોની જિંદગીમાં મોટો સુધારો આવી શકે છે.

Over 800 artisans benefit from GJEPCs Ratnakalakar Samriddhi Samarambh seminar
(GJEPC)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગનો ઝળહળાટ જેમને આભારી છે તેવા રત્નકલાકારો અને જ્વેલરી આર્ટિસ્ટ માટે GJEPCએ સુરતમાં એક મહત્ત્વના સેમિનારનું આયોજન કર્યું હતું. હીરાઉદ્યોગમાં અત્યારે મંદીનો માહોલ છે અને રત્નકલાકારોની રોજગારીનો મોટો પ્રશ્ન છે એવા સમયે આ સૅમિનારથી ઘણા રત્નકલાકારોની જિંદગીમાં મોટો સુધારો આવી શકે છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC )એ તાજેતરમાં સૌરાષ્ટ્ર ભવન, વરાછા, સુરત ખાતે “રત્નકલાકાર સમૃદ્ધિ સમારંભ” સૅમિનારનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 800થી વધુ હીરા અને બંગાળી કારીગરોને મૂલ્યવાન અવેરનેસ પ્રદાન કરવાનો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મદદનીશ લેબર કમિશનર એસ. એસ. દુબે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વક્તા તરીકે NJ ફાઇનાન્સના જિજ્ઞેશ દેસાઈ, સવાણી ફાઉન્ડેશનના સોહેલ સવાણી અને રાધા હોસ્પિટલના ડૉ. નિમેશ રામોલિયા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહી હતી.

સૅમિનાર દરમિયાન, GJEPC ગુજરાતના રિજનલ ચૅરમૅન વિજય માંગુકિયાએ પરિચય કાર્ડ રજૂ કર્યું અને કારીગરોને સપોર્ટ આપવા મફત તબીબી સંબંધિત નીતિ પર પ્રકાશ પાડ્યો હતો. મદદનીશ લેબર કમિશ્નર એસ. એસ. દુબેએ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી, સુનિશ્ચિત કર્યું કે કારીગરો તેમના વિશેષાધિકારોથી વાકેફ છે.

જીગ્નેશ દેસાઈએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ના મહત્વ પર ભાર મૂક્યો અને લોન લેતા પહેલા અનુસરવા જરૂરી નિયમો શેર કર્યા હતા. ડો. નિમેશ રામોલિયાએ ફરજિયાત મેડિકલ રિપોર્ટસની સમજ આપી અને દિવસ દરમિયાન નિયમિત વિરામની ટિપ્સ સાથે આરોગ્ય જાળવણી અંગે સલાહ આપી હતી.

સોહેલ સવાણીએ PF અને ESIC જેવી યોજનાઓના મહત્વ પર ભાર મૂક્યો અને કારીગરોને તેમની સુખાકારી માટે આ સેવાઓનો લાભ લેવા વિનંતી કરી હતી.

સૅમિનારને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, સુરત ડાયમંડ એસોસિએશન, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, રત્નકલાકાર વિકાસ સંઘ, ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત અને બંગાળી મેન્યુફેક્ચરર્સ વેલ્ફેર એસોસિએશન સહિતના સંગઠનોનો બહોળો ટેકો મળ્યો હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant