મુંબઈનો ઠગ વરાછાના હીરાના વેપારીના લાખોના હીરા લૂંટી ગયો

મુંબઇના વેચાણનો સારો ભાવ અપાવવાની લાલચ આપી ઠગબાજ હીરાના વેપારી પાસેથી કુલ રૂપિયા 15.53 લાખના 57 કેરેટ હીરા વેચાણ કરવા માટે લીધા

Mumbai fraudster robbed diamond merchant of Varachha worth lakhs of diamonds
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા રાજહંસ પોઇન્ટ માધવ ચેમ્બર્સ ખાતે આવેલા ચામુંડા ઇમ્પેક્સ નામે હીરાનો ધંધો  કરતા વેપારીને મુંબઈનો ઠગ ભેટી ગયો હતો. આ ઠગે હીરા વેચાણમાં મુંબઇના વેપારીઓ પાસેથી હીરા વેચાણનો સારો ભાવ અપાવવાની લાલચ આપી હતી. બાદમાં ઠગબાજે હીરાના વેપારી પાસેથી કુલ રૂપિયા 15.53 લાખના 57 કેરેટ હીરા વેચાણ કરવા માટે લીધા હતાં. આ હીરાના પૈસા થોડા દિવસોમાં આપવાની ખાતરી આપી હતી. પરંતુ આ ઠગ રફુચક્કર થઇ જતા પોલીસ દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ મામલે રાજમદુર દેવીદાસ જેઓ લાઇન બોરીવલી વેસ્ટ મુંબઈ ખાતે રહે છે. ભાવનગર તળાજાના વતની અને વરાછા રાજહંસ પોઇન્ટ પાસે માધવ ચેમ્બર્સમાં ગ્રાઉન્ડ ફલોરમાં ઓફિસ નંબર 57માં ચામુંડા ઇમ્પેક્સના નામે હીરાનો ધંધો કરે છે. તેઓએ 61 વર્ષીય વિઠલભાઇ દેવાણી સામે રૂપિયા પંદર લાખની હીરાની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ગઇ તા. 28 સપ્ટેમ્બરના રોજ હીરા દલાલ વિઠ્ઠલ બાલુ દેવાણી (રહેવાસી સરથાણા જકાતનાકા)ની ઓફિસ રામકૃષ્ણ ફેક્ટરી પાસે છે. તેમને દલાલે ખાતરી આપી હતી કે, તેઓ કે તેઓ તેમના હીરાનો સારો ભાવ અપાવશે. દરમિયાન વિઠ્ઠલ દેવાણીએ આ હીરાનો માલ રમેશ કમોડા નામના હીરા વેપારીને વેચાણ કર્યો હતો.

વિઠ્ઠલ દેવાણી ઉર્ફે સેતાએ હીરાનુ પેમેન્ટ કે હીરા પરત નહી આપી ખોટા વાયદાઓ આપ્યા હતા. બીજી તરફ રમેશ કમોડાએ મોબાઇલ બંધ કરી દીધો હતો. આ મામલે રાજમદુર દેવીદાસને  ખ્યાલઆવી ગયો હતો કે આ બંને જણાએ ભેગા મળીને છેતરપિંડી કરી છે. તેથી મહિધરપુરા પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant