માર્કેટ ધીમું પડતા માઉન્ટેન પ્રોવિન્સના વેચાણમાં ઘટાડો

30 જૂનના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં વેચાણ વાર્ષિક ધોરણે 39 ટકા ઘટીને 59.9 મિલિયન કેનેડિયન ડોલર (44.6 મિલિયન અમેરિકન ડોલર) થયું છે.

Mountain Province sales decline as market slows
ગાછો કુ ખાણ (માઉન્ટેન પ્રોવિન્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

બીજા ત્રિમાસિક ગાળામાં Mountain Provinceની આવક અને કમાણી ઘટી હતી કારણ કે માઇનર્સનું વેચાણ એક વર્ષ અગાઉ કરતાં ઓછું હતું અને ડાયમંડ માર્કેટ નબળું પડ્યું હતું.

કેનેડામાં Gahcho Kué mineના આંશિક માલિકે તાજેતર અહેવાલ આપ્યો હતો કે 30 જૂનના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં વેચાણ વાર્ષિક ધોરણે 39 ટકા ઘટીને 59.9 મિલિયન કેનેડિયન ડોલર (44.6 મિલિયન અમેરિકન ડોલર) થયું છે.

સેલ્સ વોલ્યુમ પણ 39 ટકા ઘટીને 360,000 કેરેટ થયું, સરેરાશ કિંમત 4 ટકા ઘટીને 124 US ડોલર પ્રતિ કેરેટ રહી.

ચોખ્ખો નફો 23 ઘટીને  17.3 મિલિયન કેનેડિયન ડોલર (12.9 મિલિયન US ડોલર) થયો. એન્ટવર્પેમાં બે વેચાણ થયા, જ્યારે 2022 માં સમાન સમયગાળા દરમિયાન ત્રણ વેચાણ જોવા મળ્યા હતા.

મેનેજમેન્ટે જણાવ્યું હતું કે,બધા હીરા-બજાર સેગમેન્ટ્સ 2022 ની શરૂઆતના સર્વકાલીન, ઐતિહાસિક ઊંચાઈ કરતાં નીચા છે અને 2023ના પ્રથમિ ત્રિમાસિક ગાળાના ના અંતમાં શરૂ થયેલી સામાન્ય મંદી ચાલુ છે.

2023 ના પ્રથમ છ મહિનાની આવક 3 ટકા વધીને 188.6 મિલિયનડોલર થઈ, જે મજબૂત પ્રથમ ત્રિમાસિક ગાળાને પ્રતિબિંબિત કરે છે. ચોખ્ખો નફો 3 ટકા ઘટીને  45.6 મિલિયન કેનેડિયન ડોલર(33.9 મિલિયન US ડોલર) થયો.

Mountain Provinceની 49 ટકા Gahcho Kué ની માલિકી ધરાવે છે, બાકીનું નિયંત્રણ એટલે કે 51 ટકા De Beers પાસે છે

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant