લુકારા ડાયમંડે HB સાથેનો રફ સપ્લાય કરાર સમાપ્ત કર્યો

લુકારા તેના ક્લેરા ડાયમંડ-સેલ્સ પ્લેટફોર્મ સહિત પરંપરાગત ટેન્ડરો તેમજ અન્ય પદ્ધતિઓ દ્વારા તેની રફનું વેચાણ કરવાનું ચાલુ રાખશે

Lucara Diamond terminates rough supply agreement with HB
ફોટો : 1,109 કેરેટ લેસેડી લા રોના રફ ડાયમંડ. (લુકારા ડાયમંડ કોર્પ.)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

લુકારા ડાયમંડ કોર્પોરેશને HB સાથેનો રફ ડાયમંડ સપ્લાય કરાર સમાપ્ત કરી દીધો છે. બેલ્જિયમ મેન્યુફેકચર્સ HBનું વિભાજન અને નાણાકીય કમિટમેન્ટ ભંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કરારની શરતો હેઠળ ઑફટેક ડીલ સમાપ્ત કરવાના તેના અધિકારનો ઉપયોગ કર્યો હતો. લુકારા તેના ક્લેરા ડાયમંડ-સેલ્સ પ્લેટફોર્મ સહિત પરંપરાગત ટેન્ડરો તેમજ અન્ય પદ્ધતિઓ દ્વારા તેની રફનું વેચાણ કરવાનું ચાલુ રાખશે, જે ખરીદદારોને તેમની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ રફ સાથે મેળ ખાય છે.

લુકારાએ સૌપ્રથમ 2020માં HB સાથે તેના 10.8 કેરેટ કે તેથી વધુ વજનના તમામ હીરા ઉત્પાદકને વેચવા માટે સોદો કર્યો હતો, જેના માટે તેને રફ વેચાણ કિંમત તેમજ પોલિશ્ડ આવકનો એક ભાગ મળ્યો હતો. તેણે 12 મહિના પહેલા 10 વર્ષ માટે તે કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો હતો. એક વખત પોલિશ્ડ વેચાયા પછી HBને કારણે કંપનીને બેલેન્સ લાભ મળ્યો હતો. આ કરારે 2021 અને 2022માં લુકારાના નાણાકીય પ્રદર્શનને વેગ આપ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં HBના કો ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર ઓડેડ મન્સોરી અને કંપનીના અન્ય ભાગીદારો વચ્ચેના આંતરિક વિવાદના પગલે લુકારાએ કરાર સમાપ્તિની જાહેરાત કરી છે. બિઝનેસની દિશા અંગે એકમોના મંતવ્યો વિરોધાભાસી હતા, જેના કારણે મન્સોરી બહાર નીકળી જવું પડ્યું અને કાનૂની કેસો હજુ પેન્ડિંગ છે.

નિવેદનમાં કહેવાયું છે કે લુકારા તેની રફ વેચાણ માટે નવી મેથડ અપનાવવાની યોજના બનાવી રહ્યું છે.

લુકારાના CEO વિલિયમ લેમ્બે જણાવ્યું હતું. લુકારા પ્રોડક્શનની પ્રોફાઇલ હીરા ઉદ્યોગમાં અનન્ય છે અને કંપની રફ હીરાના મૂલ્યને મહત્તમ કરવા માટે નવીન વેચાણ પદ્ધતિઓ જોવાનું ચાલુ રાખશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant