એલબીએમએ દ્વારા સસ્ટેનિબિલિટી એન્ડ રિસ્પોન્સિબલ સોર્સિંગ રિપોર્ટ 2023 જાહેર કરાયો

સોના અને ચાંદીના બજારના પ્રવાહને સમજવા માટે રિફાઈન્ટમેન્ટના કન્ટ્રી ઓફ ઓરિજનના ડેટા નિર્ણાયક બને છે.

LBMA releases Sustainability and Responsible Sourcing Report 2023
ફોટો સૌજન્ય : સસ્ટેનેબિલિટી એન્ડ રિસ્પોન્સિબલ સોર્સિંગ રિપોર્ટ 2023, LBMA
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ) દ્વારા સસ્ટેનિબિલિટી એન્ડ રિસ્પોન્સિબલ સોર્સિંગ રિપોર્ટ 2023 જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ નવેમ્બર 2022માં આ સિરીઝનો બીજો રિપોર્ટ પ્રકાશિત થયો હતો. ત્યારથી એલબીએમએ રિસ્પોન્સિબલ સોર્સિંગ એજન્ડાને સંબંધિત તેના મુખ્ય વર્કસ્ટ્રીમ્સ પર તેના વાંચકોને સતત અપડેટ આપતું રહે છે.

આ રિપોર્ટનો હેતુ એલબીએમ રિસ્પોન્સિબલ સોર્સિંગ પ્રોગ્રામની ટ્રાન્સપરન્સી વધારવાનો છે. તે પાછલા 12 મહિના દરમિયાન રિફાઈનર્સ અને ઓડિટર્સની કામગીરીની સતત સમીક્ષા કરે છે અને સમગ્ર વિશ્વમાં ગુડ ડિલીવરી લિસ્ટ રિફાઈનર્સના માઈન સપ્લાય અને રિફાઈન્ટમેન્ટના કન્ટ્રી ઓફ ઓરિજિન પર વિસ્તૃત માહિતી આપતું રહે છે.

એલબીએમએ દ્વારા જણાવાયું હતું કે, સોના અને ચાંદીના બજારના પ્રવાહને સમજવા માટે રિફાઈન્ટમેન્ટના કન્ટ્રી ઓફ ઓરિજનના ડેટા નિર્ણાયક બને છે. તે એક સિસ્ટમ છે જેના લીધે રિફાઈનીંગ ઈન્ડસ્ટ્રી અંગે વધુ ટ્રાન્સપરન્ટ ડિટેઈલ જાણવા મળે છે.

આ સાથે જ એલબીએમએ પોતાના રિપોર્ટમાં એ પણ જણાવે છે કે રિફાઈનર્સે પોતાના પ્રોગ્રામ હેઠળ કેવી રીતે કામગીરી કરી, જેમાં અસંગતતાના મુદ્દાઓ સાથે વ્યવહાર કરવા માટે લેવાયેલા પગલાંને પણ દર્શાવવામાં આવે છે. આ વિગતો કેસ સ્ટડિઝ માટે ઉપયોગી નીવડે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant