શું તમારા ઘર-પરિવારમાં પણ ટીનેજર દિકરીઓ છે?

કેટલીક વાતો સમજવા જેવી છે, મુદ્દાઓ જેટલા ગંભીર છે એટલા દિલચસ્પ પણ છે કારણ કે આ અવસ્થા જ એટલી ‘રંગીન’ છે કે જો માતા-પિતાને પણ ફરી જિંદગી મળે તો...

Kalpana-Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

ખુશીને મન ફૂલો એટલે જાણે જીવ! એ જાતે નર્સરીમાં જતીને મધમધતા પૂષ્પોના છોડ પસંદ કરી લઈ આવતી. એ એવી રીતે તેમની માવજત કરતી જાણે એ છોડવાઓની મા ન હોય ! અને પોતાના લીલાછમ્મ છોડવાઓ સાથે તે મીઠડી વાતો પણ એ જ રીતે કરતી જાણે એ જીવતા જાગતા બાળુડા ન હોય!
એમાંય એક ગુલાબના છોડ સાથે તો જાણે પ્રીત બંધાયેલી હતી, ખુશીની! જ્યારથી લાવીને એણે એ રોપેલો ત્યારથી તેમાં રોજ શું-શું નવું-નવું થયા કરે છે, તેની તે ઝીણી-ઝીણી નોંધ લેતી ને ઘરમાં સૌને બડાવી-ચઢાવીને તે વિશે વાતો કરતી !
હવે તો તેના ઉત્સાહનો કોઈ પાર ન્હોતો તેના મનગમતા ગુલાબના છોડ પર કળીઓ બેઠી’તી. ખુશી તો એમ થનગનતી હતી, જાણે તેની ભીતર જ ગુલાબ ઉઘડવાના હતા!
એક દિવસ તેણ સવારે જાગીને જોયું કે એ જ ગુલાબનો છોડ મૂળસોતો ઉખડીને નીચે પડ્યો હતો! આક્રોશભર્યા આંસુ ખુશીની આખોમાં અંગારાની જેમ તગતગવા લાગ્યા, એ લગભગ બરાડી ઉઠી, “ પપ્પા! જુઓ તો આ શું થઈ ગયું?..” દોડતા તેના મમ્મી-પપ્પા ખુશી પાસે ગયા, ખુશીએ નીચે પડેલા ગુલાબના છોડ સામે આંગળી ચીંધતા ગુસ્સાથી કહ્યું, “પપ્પા! જુઓ! આ શું થઈ ગયું? પપ્પા આ કોણે કર્યું? શા માટે કર્યું ?..” એ બોલ્યે જ જતી હતી… તેના પપ્પાએ તેને અંકે લીધીને તેના આસૂં લૂછ્યા તેને પાસે બેસાડી, મમ્મી એ તેને પાણી પાયું. પણ ખુશીના હિબકા હજુ શમતા ન્હોતા, ને કોઈક કોઈક આસૂં આંખોની સરહદો ઓળંગી ગાલ પર સરકી જતું..
ખુશીના પપ્પાએ ખુશીને કહ્યું, “ખુશી! બસ કર બેટા, એક છોડ હતો-ન્હોતો થઈ ગયો એમાં આટલું દુ:ખી થવાનું?!” ખુશીએ પોતાના પપ્પા સામે આશ્ચર્યથી જોયું ને બોલી, “પપ્પા ! તમે કહો છો આ ?! તમને ખબર છે ને, મારે મન એ છોડ ન્હોતો! મને જીવ જેવા વહાલા છે, મારા છોડવા..”
ખુશીના પપ્પાએ ખુશીની આંખોમાં આંખો પરોવી એ દૃઢતાપૂર્વક બોલ્યા, “દિકરી! જો તને છોડવા જીવ જેટલા વહાલા હોય તો બેટા અમને અમારી દિકરી જીવન-વેલ જેટલી વહાલી ન હોય! બેટા! છોડ તો હમણાં ને હમણાં બઝારમાંથી ખરીદીને પણ લાવી શકાશે, ને ફરી રોપી શકાશે જેવા ને જેટલા જોઈએ, તેટલા ફૂલો ગમે ત્યાંથી મળી રહેશે પણ બેટા તને કોઈ મૂળસોતી ઉખેડી નાખે તે વિચાર જ અમારે મન અકલ્પનીય નથી, બોલ દિકરી?!”
ખુશીએ પોતાના મા-બાપ સામે વારાફરતી જોયું, બંને ભાવુક અને ગદ્-ગદ્ હતાં, ત્યારે તેના મમ્મી બોલ્યા,
“ ખુશી! આ છોડને તું મા બનીને ઉછેરે છે ને બેટા, એટલે તને થોડોક તો ખ્યાલ જ હશે કે માવતરની ભૂમિકા ભજવવી કેટલી મુશ્કેલ છે, એમાંય કેટલી ટીનેજર દિકરીના માતા-પિતા હોવું એ તો બહુ મોટો પડકાર છે! નથી?!”

Kalpana-Gandhi-Adhi-Akshar

ખુશી તેની મમ્મીને વળગી પડી, ને હળવેથી બોલી, “મમા! આઈ કેન અન્ડરસ્ટેન નાઉ. સાંભળેલી વાત કદાચ હું ભૂલી જાત એટલે તમે બંનેએ આ પ્રેક્ટીકલ એક્સપેરિમેન્ટ કર્યો, જેમાં હું ઈમોશનલ ઈન્વોલ્વ થાઉં જેથી લાઈફ-લોંગ ટાઈમ મને એ લેસન મળે કે ટીનેએજ ગર્લ્સે પોતાના પેરેન્ટસની ફીલીંગ્સ સમજવાની કોશિશ કરવી જોઈએ, એન્ડ નાઉ આઈ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ..”
થોડુ અટકીને એ ફરી બોલી, “પ્લીઝ મમા અને પપ્પા મને એ બધું જ સમજાવો અને શીખવો કે આ કન્ફ્યુઝન-પીરીયડમાં મારે શું-શું કરવું જોઈએ અને ખાસ તો શું-શું ન કરવું જોઈએ જેથી હું એક ખૂબસૂરત, સાર્થક અને સફળ જીવન જીવી શંકુ?”
વાર્તામાં રાજા-રાણી ન્હોતા, પણ જો દિકરીને સરસ સમજણ, તાલીમ, ઘડતર અને સંસ્કાર મળ્યા હોય તો એ દિકરી રાજકુમારીથી કમ નથી રહેતી તો થયા ને માતા પિતા રાજા-રાણી એટલે છેવટે રાજા-રાણી અને રાજકુમારે ખાધું-પીધુ ને જિંદગી પર રાજ કર્યુ.


⚫ ⚫ ⚫

…પણ વાર્તા અહીં પૂરી નથી થતી, અહીંથી તો શરૂ થાય છે ! એમ તો ટીનેજર દિકરાઓ વિશે પણ લખવું જોઈએ પરંતુ આજે વાત દિકરીઓની કરીએ.
કેટલીક વાતો સમજવા જેવી છે, મુદ્દાઓ જેટલા ગંભીર છે એટલા દિલચસ્પ પણ છે કારણ કે આ અવસ્થા જ એટલી ‘રંગીન’ છે કે જો માતા-પિતાને પણ ફરી જિંદગી મળે તો એ જ પડાવને દોહરાવવાનું મન થાય! ખરું ને ?!

શરૂ કરીએ…

સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત જે ટીનએજ કહેવાય કોને? કેટલાક મનોવિદ્દ 11 થી 19 વર્ષ સુધીની વયને તો કેટલાક 13 થી 18 વર્ષની વયને ટીનએજ માને છે. આંકડા કરતા મહત્ત્વપૂર્ણ છે, એ જોવાનું કે ક્યા સમયે બાળકમાં શારીરિક પરિવર્તન દેખાવાની શરુઆત થાય છે! આ સૌથી પહેલી નિશાની છે, ટેનએજની ! માટે આ સમય ખંડને ‘પરિવર્તન કાળ’ પણ કહે છે. દિકરીઓની શારીરિક સંરચનામાં સ્પષ્ટ દેખાઈ આવતા ફેરફારો નજરે ચડે …જેના કારણે ઘણીવાર તેઓ અમુક-તમુક પ્રકારની હીનતા ગ્રંથિ કે વધારે પડતી શર્મનો અનુભવ પણ કરી શકે. એમ પણ બને કે પોતાના શરીર પ્રત્યે તેઓ વધારે સાવધાન બને. અથવા એમ પણ બને કે પોતાના રંગ-રૂપ, આકાર-પ્રકારને કારણે તેઓ નાનપ અનુભવે. કોઈકના મેણાં-ટોણાંનો ભોગ બને. કોઈક તેની સરખામણી અન્ય લોકો સાથે કરે તેમની મજાક બનાવે. કારણ કે આ આયુમાં શરીર પ્રત્યે દિકરીઓ વધારે કોંશેસ હોય છે, અથવા શરીરને જ જાણે સમગ્ર અસ્તિત્વ માનવા લાગે છે ત્યારે કોઈ તેના શરીર વિશે નેગેટીવ કમેન્ટ કરે ત્યારે તે ખરાબ રીતે હર્ટ થાય છે.
શું કરવું જોઈએ ?

માતા કે ઘરની અન્ય વડીલ સ્ત્રીએ દિકરીને અત્યંત આત્મીયતાપૂર્વક એ જણાવવું જોઈએ કે ટીનએજ ટાઈમમાં ગર્લ્સમાં જે ફીઝીકલ ચેન્જ આવે છે, એ બિલ્કુલ નોર્મલ બાબત છે. તે વિશેની બધી માહિતી દિકરી જાણે અને સમજે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વિશેષ કરીને પ્રાઈવેટ પાર્ટસમાં આવતા વિકાસાત્મક પરિવર્તનો, તેની સાર-સંભાળ, સ્વચ્છતા અંગેનો ખ્યાલ તથા તેને લાગતા રોગો વિશે પણ દિકરીને અગાઉથી જણાવવું જોઈએ. દિકરીઓને આ સમયે જ માસિક ધર્મ શરૂ થતા હોય છે, તેનો અર્થ એ થયો કે તેણી હવે શારીરિક રીતે મા બનવા સક્ષમ છે.. આ બાબત અત્યંત નાજુક છે. સંવેદનશીલ છે. વળી, સખત રીતે સંગીન…એક માની ભૂમિકા અહીં ખૂબ અઘરી ને કપરી બની જાય છે કે એ દિકરીને આ મુદ્દાની ગંભીરતા અને ખતરા વિશે સાવચેત કરી શકે. વળી, સ્ત્રીની શારીરિક રચના જ એવી છે કે તેના શરીર સાથે પુરુષ જબરદસ્તી કરી શકે છે…! બચાવરૂપે પહેલેથી તેની પાસે ઈમ્ફોર્મેશન હોય તો કોઈપણ દિકરી શોષણ, શારીરિક અત્યાચાર અને બદનામી જેવા દૂષણોથી બચી શકે. માટે દિરકીઓને વિશ્વસનીય માધ્યમો વડે પોતાના શરીરથી અવગત કરાવવી જ જોઈએ.

બીજા મુદ્દા વિશે વાત કરીએ તો કિશોરાવસ્થા, યુવાની નથી, યુવાનીનો ઉંબરો છે, કે આંગણું છે. આ એ સમય છે કે સાદી ગામડિયલ ભાષામાં કહેવાય કે ત્યારે તો ગધેડી પણ પરી જ લાગતી હોય છે! એવામાં દરેક દિકરીને જાત-જાતના શણગાર અને આભૂષણોનો શોક તો છેક બાળપણથી હોય છે, જે હવે બની શકે કે માઝા મૂકી જતો હોય, એમ પણ બની શકે!
ઘર-પરિવાર અને દિકરીના પોતાના ફ્રેન્ડસ્ સર્કલમાં આવતા પ્રસંગોમાં આ શોખ ક્યારેક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે.

આ ઉમરમાં ‘શો ઓફ’ કરવાનું, ‘દેખાદેખી’ કરવાનું, ‘ઈગો-સેટીસ્ફેકશન વગેરેનું પ્રમાણ ભયંકર હદે પણ વધી શકે છે.
સ્થિતિ ત્યારે વધારે મુશ્કેલ બને છે જ્યારે દિકરીએ કોઈક પ્રસંગમાં તદ્દન એકલા જવાનું હોય ને વળી, મોડી રાત સુધી પણ રોકાવાનું હોય! એવા સમયે કહેવાતા આધૂનિક માતા-પિતા ન તો ‘ના’ પાડી શકે છે કે ન તો ‘હા’ પાડી શકે છે!

શું કરવું જોઈએ?!

આવી સિચ્યુએશન કહીને નહીં આવે એટલે પાણી પહેલા પાળ બાંધવી પડશે. એટલે કે દરેક દિકરી શારીરિક રીતે મજબૂત હોય, તે હવે અનિવાર્ય બાબત છે. તેને કરાટે જેવી કોઈક ‘ડિફેન્સ ટેકનીક’ આવડવી જોઈએ. બીજું, માનસિક રીતે તે એટલી મક્કમ હોવી જોઈએ કે બીજાઓને તેની ‘લક્ષ્મણ રેખા’ બતાવી શકે અને પોતે પણ પોતાની ‘લિમિટ’માં રહી શકે. ત્રીજું, ટેકનીકલી તે એટલી સ્માર્ટ હોવી જોઈએ કે કોઈપણ અઘટિત બનાવને બનતા રોકી શકે. પછી તે પોતાની સાથે હોય કે અન્ય દિકરી સાથે. આ મુદ્દે સૌથી અગત્યની વાત એ છે કે દિકરીએ પોતાની ડ્રેસીંસ સેન્સ પ્રોપર રીતે ડેવલપ કરવી જોઈએ. એ ક્યાં જાય છે, ત્યાં કેવા લોકો હશે, તેઓ ક્યા સ્ટાન્ડર્ડ, ક્યા સ્તર, ક્યા ક્લાસ, કઈ લોકાલિટી, કઈ સોસાયટી, અને કઈ મેન્ટાલિટીવાળા હશે વગેરે બાબતોનો પૂરતો વિચાર કરી ડ્રેસીંગ વગેરે કરવું જોઈએ જેથી દિકરીની સુરક્ષા કોઈપણ રીતે
જોખમાય નહિ.
ડ્રેસીંસ સાથે જ જેનું આગવું મહત્ત્વ છે તે છે, બોડી લેંગ્વેજ. એમ કહેવાય છે, ‘હજાર નૂર કપડા અને લાખ નૂર નખરા.’ માત્ર આંખનો એક ઈશારો કે ઝૂકેલી પલકનો એક સંકેત કે પાછું વળીને જોયાની એક ઝલક પણ ઘણી વખત બહુ બધુ કહી જતી હોય છે, એ આપણે જ દિકરીઓને શીખવવું પડશે. તેવા અ-શાબ્દિક વ્યવહારો થકી કેવા અર્થો તારવી શકાય છે, તે દિકરીઓને સ્પષ્ટપણે જણાવવું પડશે. (ક્રમશ:)

વિસામો

દિકરીઓ વિશે ઈમોશનલ કવિતાઓ, કથાઓ અને સૂફિયાણો વાતો કરીને ‘વાહ-વાહ મેળવવી તદ્દન જુદી ચીજ છે’ અને એક જીવતી જાગતી દિકરીનો ઉછેર કરવો એ બિલ્કુલ અલગ બાબત છે!
- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant