જ્વેલરી અરેબિયા 2023 એક્ઝિબિશનમાં ભારતીય જ્વેલર્સની જ્વેલરીનું આકર્ષણ રહ્યું

ઇન્ડિયા પેવેલિયન સતત 20માં વર્ષે જ્વેલરી અરેબિયામાં ભાગ લઈ રહ્યું છે, જે ભારત અને મિડલ ઈસ્ટ વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

Jewellery from Indian jewellers remains the attraction at the Jewellery Arabia 2023 exhibition
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જ્વેલરી અરેબિયા 2023 એક્ઝિબિશનમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત ધ ઇન્ડિયા પેવેલિયન મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, જે મિડલ ઈસ્ટની જાણીતી જ્વેલરી અને વૉચ ઈવેન્ટ છે. ઇન્ડિયા પેવેલિયન ભારતીય પ્રદર્શકોની જ્વેલરી ક્રાફ્ટમેનશિપનું પ્રદર્શન કરે છે, જેઓ ઉત્કૃષ્ટ બિજ્વેલ્ડ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે.

ઇન્ડિયા પેવેલિયન સતત 20માં વર્ષે જ્વેલરી અરેબિયામાં ભાગ લઈ રહ્યું છે, જે જ્વેલરી ક્ષેત્રે ભારત અને મિડલ ઈસ્ટ વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. 846 ચો.મી.ના પેવેલિયનમાં એક્ઝિબિશન વર્લ્ડ બહેરીન, સાખિર ખાતે હોલ 3 અને 7માં 90 બૂથમાં 49 પ્રદર્શકો છે. આ ઈવેન્ટ 14 થી 18 નવેમ્બર 2023 દરમિયાન યોજાઈ રહી છે.

આ ઈવેન્ટનું ઉદ્દઘાટન બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી રવિ કુમાર જૈન, ભારતીય દૂતાવાસ, બહેરીનના દ્વિતીય સચિવ (વાણિજ્ય) એ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શનમાં ભારતીય જ્વેલરી ઉત્પાદનોની ગુણવત્તા અને વિવિધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. બહેરીનમાં ભારતના રાજદૂત મહામહિમ શ્રી વિનોદ કુમાર જેકબ પણ ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લેશે અને ભારતીય પ્રદર્શકો સાથે વાર્તાલાપ કરશે તેવી અપેક્ષા છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant