ઈ-વે બિલના વિરોધાભાસી નિયમોના લીધે જ્વેલર્સ હેરાન : સુરતના ઝવેરીના 3 કરોડના ઘરેણાં કેરળમાં સિઝ થયા

સુરતના જ્વેલર્સે 10 જ્વેલર્સને સૅમ્પલ દેખાડવા લાવ્યાનો બચાવ કરતાં 10 જ્વેલર્સ પણ ભેરવાયા, તમામને નોટિસો ઇશ્યુ કરાઈ

Jewellers harassed by conflicting rules of gst in e-way bill
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જીએસટીનો કાયદો વેપારીઓ માટે મુસીબતનો પર્યાય બની ગયો છે. આ કાયદો લાગુ કરાયો ત્યારે એક દેશ એક કરની જાહેરાતો થઈ હતી, પરંતુ આ કાયદામાં સતત નિયમોમાં ફેરફાર થતો રહ્યો છે. વળી, રાજ્યો પ્રમાણે નિયમોમાં અલગ અલગ ફેરબદલ થયા હોવાના લીધે વેપારીઓની મુસીબત વધી ગઈ છે. આવી જ એક ઘટના સુરતના જ્વેલર્સ સાથે બની છે. ત્રિવેન્દ્રમમાં જ્વેલરીના સૅમ્પલ બતાવવા ગયેલા સુરતના જ્વેલર્સના 3 કરોડના ઘરેણાં કેરળના જીએસટીના અધિકારીઓએ કબ્જે લઈ લીધા છે.

રૂપિયા 2 લાખથી વધુ કિંમતની ડાયમંડ-જ્વેલરીની હેરફેર પર ગુજરાતમાં ઈ-વે બિલ લાગુ નથી કરાયું, પણ કેરળમાં ઈ-વે બિલ હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોવાની માહિતીના અભાવે ત્રિવેન્દ્રમના શો-રૂમ માલિકોને દિવાળી અને ક્રિસમસની સિઝન માટે તૈયાર જ્વેલરીનાં સેમ્પલ દેખાડવા ગયેલા સુરતના જ્વેલર્સ ભેરવાયા છે. કેરળ જીએસટી વિભાગની ટીમે ડિઝાઈન દેખાડવા ગયેલા સુરતના જ્વેલર્સની 3થી 4 કરોડની જ્વેલરી સીઝ કરી છે. ત્રિવેન્દ્રમના જ્વેલર્સને શો-રૂમમાં જ્વેલરીનાં સૅમ્પલ દેખાડતી વખતે GST અધિકારીઓએ ત્રાટકીને પકડી લીધા, ત્યારે સુરતના જ્વેલર્સે ત્રિવેન્દ્રમના 10 જ્વેલર્સને સૅમ્પલ દેખાડવા લાવ્યાનો લૂલો બચાવ કરતાં ત્યાંના આ 10 જ્વેલર્સ પણ ભેરવાયા હતા. કેરળ જીએસટી વિભાગે સુરતના જ્વેલર્સ પાસે ત્યાંના 10 જ્વેલર્સનાં નામો કઢાવી લઈ તમામને ઈ-વે બિલ વિનાનો માલ ખરીદવા માટે નોટિસો ઇશ્યુ કરી હતી.

હાઈ વૅલ્યુ ગુડ્ઝ ડાયમંડ જ્વેલરીની બેનંબરી હેરફેરને અટકાવવા અને ટ્રાન્ઝેક્શન પર સીધી દેખરેખ રાખવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં ઈ-વે બિલને મંજૂરી આપતા ફફડાટ ફેલાયો છે. હવે ઈ-વે બિલ જનરેટ કર્યા વિના આ માલની હેરફેર થઈ શકશે નહીં. જ્યારે સુરતમાં જ્વેલર્સનો એક શો-રૂમ રાજમાર્ગ ચોકસી બજારમાં અને બીજો શો-રૂમ ઘોડદોડ-પારલે પોઇન્ટ પર આવ્યા છે. એવી રીતે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં કાર્યરત છે. જ્યારે હીરા મહિધરપુરા અને વરાછા મીનીબજારમાં વેચાણ માટે લઈ જવામાં આવે છે. જીએસટી વિભાગે ઈ-વે બિલ વિના જો 2 લાખથી વધુના માલની હેરાફેરી થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવા ટીમ તૈયાર કરી છે. પણ અત્યાર સુધી સુરત અને ગુજરાતમાં કોઈ કાર્યવાહી કરી નથી. જો કે, કેન્દ્ર સરકારે ઈ-વે બિલના નિયમને લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર છોડી છે. કેરળ સરકારે આ કાયદાનો અમલ કડકાઈથી કર્યો છે.

હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હીરા ઝવેરાત પર ઇ-વે બિલ અંગે સંયુક્ત મિટીંગ બોલાવવામાં આવશે. હીરા ઝવેરાત ઉદ્યોગકારોને ઇ-વે બિલના દાયરામાં લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પછી ગુજરાત સરકાર આ બાબતે શું સ્ટેન્ડ લે છે અને ગુજરાત સરકાર સ્ટેન્ડ લે એ પહેલા સ્થાનિક ઉદ્યોગકારો તરફથી પોતાની રજૂઆતો સંયુક્ત રીતે થઇ શકે એ માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો, ડાયમંડ એસોસિએશન, જીજેઇપીસી, જ્વેલરી એસોસિએશન વગેરેની એક જોઇન્ટ મિટીંગ યોજવામાં આવશે. આ મિટિંગમાં ઇ-વે બિલ લાગુ કરવાના કારણે ઊભી થનારી પરિસ્થિતિ, ઇ-વે બિલ માટે નિર્ધારિત કરાયેલી લઘુતમ 2 લાખ રૂપિયાની રકમ અંગે ચર્ચા-વિચારણા કરાશે અને પછી ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant