ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમોલોજી (IGI) સુરત ડિવિઝન શરૂ કરશે, જવેલરી ઉદ્યોગમાં કારકીર્દી બનાવવાના સપના જોનારા માટે સૂર્વણ તક

10,000 સ્કેવર ફુટ વિસ્તારમાં આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ આ પૂર્ણ સમયના એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટરમાં ડાયમંડ, જેમ સ્ટોન અને જવેલરીના કોર્ષની તાલીમ મળશે.

International Institute of Gemology (IGI) to launch Surat Division-a golden opportunity
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જેમોલોજી (IIG) એ સુરતમાં સ્ટેટ ઓફ ધ આર્ટ જેમ એન્ડ જ્વેલરી ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવા માટે ફાઇનસ્ટાર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ સાથે કોલોબ્રેશન કર્યું છે. IIG ના CEO રાહુલ દેસાઈની ફાઈનસ્ટાર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ (સંતોકતારા જૈન ચેરીટેબલ ટ્રસ્ટનું ડિવીઝન) માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઑફ એજ્યુકેશન તરીકે નિમણુંક કરવામાં આવી છે.

IIG એ ઈચ્છાપોરમાં આવેલા ગુજરાત હીરા બૂર્સમાં તેની એક વધુ એક શાખા ખોલવાનો નિર્ણય કર્યો છે.  10,000 સ્કેવર ફુટ વિસ્તારમાં આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ આ પૂર્ણ સમયના એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટરમાં ડાયમંડ, જેમ સ્ટોન અને જવેલરીના કોર્ષની તાલીમ મળશે.

રાહુલ દેસાઇએ કહ્યું કે, ફાઇનસ્ટાર એજ્યૂકેશનલ ઇન્સ્ટિટયૂટમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેનો હોદ્દો વિનમ્રતા અને ખુશીથી સ્વીકારું છું. દેસાઇએ કહ્યું કે, જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે એક એજ્યૂકેટર તરીકે મારી જાતને સાબિત કરવા માટે મને આપવામાં આવેલી આ સૂવર્ણ તક માટે હું વિનોદ જૈન અને ફાઇન સ્ટારની સમગ્ર ટીમનો આભારી છું.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant