રશિયન હીરા પર યુએસના પ્રતિબંધોની ભારત પર અસર

યુએસએ રશિયા પાસેથી રફ, રત્ન-ગુણવત્તાવાળા હીરાની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે

Impact of US sanctions on Russian diamonds on India
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

યુએસ ખરીદદારો ગેરંટી માંગી રહ્યા છે કે જે હીરા તેઓ ભારતમાંથી ખરીદે છે તે પોલિશ્ડ હીરા “રશિયામાં ખોદવામાં આવ્યા ન હતા.”

ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ, યુએસએ રશિયા પાસેથી રફ, રત્ન-ગુણવત્તાવાળા હીરાની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે.

તેણે અન્ય જગ્યાએ કાપેલા અને પોલિશ્ડ કરાયેલા હીરાને ગેરકાયદેસર ઠેરવ્યા નથી, પરંતુ, સુરતના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, “યુએસ ક્લાયન્ટ્સ ધમકી આપી રહ્યા છે કે જો તેઓ રશિયામાં ઉદ્દભવેલા પોલિશ્ડ હીરાનું વેચાણ કરે તો તેઓ તેમની સાથે વેપાર બંધ કરી દેશે.”

ભારતીય હીરા વેપારી નૈમેશ પચ્ચિગરે કહ્યું કે “યુએસ સરકારે સ્થાનિક અમેરિકન વેપારીઓને એક પરિપત્ર જારી કરીને હીરાની ખરીદી કે વેચાણ કરતા પહેલા તેની મૂળ તપાસ કરવા જણાવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો હીરાનું મૂળ રશિયા છે, તો તેને સ્વીકારશો નહીં.

GJEPC (જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશ નાવડિયાએ પણ કહ્યું છે કે “અમેરિકન ખરીદદારોએ ફિનિશ્ડ હીરા ખરીદવાનો ઇનકાર કર્યો છે જે રફ હીરા રશિયાની ખાણમાથી શરૂ થયા હતી.”

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant