IGI દુબઈમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડી શોનું આયોજન કરશે

IGI D શો ઉદ્યોગના સભ્યો માટે નેટવર્ક, વિચારો શેર કરવા અને વૃદ્ધિ યોજનાઓ પર ચર્ચા કરવા માટેનું એક સંગઠિત બજાર બની ગયું છે.

IGI will host the first International D Show in Dubai
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) 5 થી 7 મે 2023 દરમિયાન દુબઇમાં IGI D શોની પ્રથમ આંતરરાષ્ટ્રીય આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. ભારતમાં શોની 14 આવૃત્તિઓ સફળતાપૂર્વક હોસ્ટ કર્યા પછી હવે IGI હવે તેની પહોંચ વિશ્વના અન્ય દેશોમાં વિસ્તારી રહી છે.  આ વખતે આ ઇવેન્ટ દુબઈના હિલ્ટન અલ હબતુર સિટી ખાતે યોજાશે, જેમાં આઈજીઆઈ ભારત, તુર્કી અને GCC પ્રદેશના પસંદગીના ઉત્પાદકોને એક છત નીચે લાવશે.

કંપનીના જણાવ્યા અનુસાર, IGI D શોનો બાયર્સ-સેલર્સ મીટથી વધીને હવે નેટવર્કિંગ ઇવેન્ટ તરીકે વિકાસ થયો છે જે વૈશ્વિક જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં ઉત્ક્રાંતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઇવેન્ટમાં 33 ઉત્પાદકો પોતાના ઉત્પાદનો દર્શાવશે. આ શોમાં પસંદગીના ઉત્પાદકોને જ સ્થાન અપાયું છે. ગુણવત્તા, સર્વિસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી કડક તપાસ કર્યા બાદ ઉત્પાદકોની પસંદગી કરાઈ છે. આ શો મધ્ય પૂર્વ અને ભારતના 150 થી વધુ પસંદગીના રિટેલર્સને આકર્ષશે તેવી અપેક્ષા છે.

તેહમાસ્પ પ્રિન્ટર, IGI ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “IGI D શોની તમામ આવૃત્તિઓનો મુખ્ય ભાગ ગુણવત્તાયુક્ત ડિઝાઈન અને લાંબા સમય સુધી ચાલતા સંબંધો છે. વર્ષોથી, અમે સ્વપ્નદ્રષ્ટા અને ઉત્સાહીઓનો સમુદાય બનાવ્યો છે અને ક્યુરેટ કર્યો છે જે ઉદ્યોગમાં પરિવર્તન લાવશે.”

IGI ના ગ્લોબલ CEO, રોલેન્ડ લોરીએ ઉમેર્યું, “IGI D શો ઉદ્યોગના સભ્યો માટે નેટવર્ક, વિચારો શેર કરવા અને વૃદ્ધિ યોજનાઓ પર ચર્ચા કરવા માટેનું એક સંગઠિત બજાર બની ગયું છે. વૈશ્વિક પ્રમાણિત અધિકારી હોવાને કારણે, IGI વિકાસશીલ ગતિશીલતાને પૂરી કરવા માટે સમર્પિત છે જે જેમ અને જ્વેલરી ઉદ્યોગને જે છે તે બનાવે છે.”

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant