સૌથી વધુ પન્નાના વેચાણનો ગ્રિઝલીએ રેકોર્ટ બનાવ્યો

માઈનીંગ કંપનીએ તેની ઓગસ્ટ મહિનામાં દુબઈમાં યોજાયેલી હરાજીમાં ઓફર કરેલા તમામ 106 લોટ સ્ટોન વેચવામાં સફળતા મેળવી છે.

Grizzly holds the record for the highest number of emeralds sold
ગ્રીઝલી ખાણમાંથી નીલમણિ. (ગ્રીઝલી માઇનિંગ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ખાણ કંપની ગ્રિઝલીએ તેની ઝામ્બિયાની ડિપોઝીટમાંથી મળતા એમરલ્ડના વેચાણમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ 48.6 મિલિયન ડોલરની આવક મેળવી છે જે એક નવો વિક્રમ છે.

માઈનીંગ કંપનીએ તેની ઓગસ્ટ મહિનામાં દુબઈમાં યોજાયેલી હરાજીમાં ઓફર કરેલા તમામ 106 લોટ સ્ટોન વેચવામાં સફળતા મેળવી છે. ગુડ્સમાં મધ્યમથી ઉચ્ચ ગ્રેડના રફ એમરલ્ડનો સમાવેશ થતો હતો. યુરોપ, એશિયા અને આફ્રિકાના કુલ 128 ગ્રાહકોએ સીલબંધ બીડથી ઓનલાઈન હરાજીમાં ભાગ લઈ એમરલ્ડ ખરીદ્યા હતા.

ગ્રીઝલીના ચેરમેન અબ્દુલયે એનડિયાયે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું ખૂબ જ આનંદિત છું. અમે એમરલ્ડની બીજી વખત સફળ હરાજી કરી છે. જેમાં પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેઓએ વધુમાં કહ્યું કે, એમરલ્ડનું બજાર અત્યંત મજબૂત છે. દર વર્ષે બજારમાં તેનો હિસ્સો વધી રહ્યો છે. તેમાંય ઝામ્બિયન રફનો વૈશ્વિક પુરવઠો 70 ટકા છે, જે આનંદની વાત છે.

નોંધનીય છે કે 1997માં શરૂ થયેલી ગ્રીઝલી માઈનીંગ કંપની દર વર્ષે વાર્ષિક 60 મિલિયન કેરેટ એમરલ્ડનું ઉત્પાદન કરે છે. કંપની વર્ષમાં ચાર વખત હરાજી કરે છે. દરેક ક્વાર્ટર દરમિયાન એક એમ ચાર હરાજી કરવામાં આવે છે. કંપનીના ચૅરમૅને કહ્યું કે, તાજેતરની હરાજીમાં જે રેકોર્ડ આવક થઈ છે તે રકમનો ઉપયોગ માઈનીંગના વિસ્તરણ માટે કરવામાં આવશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant