ગ્રીનલેન્ડ રૂબીએ કામચલાઉ ધોરણે ખાણમાં ઉત્પાદન બંધ કર્યું

ઓછી ડિમાન્ડને પગલે કંપનીનો નફો ઘટ્યો, 2025 સુધીનો સ્ટૉક હોઈ હાલ ખાણને મેઈન્ટેનન્સ માટે મૂકવાનો નિર્ણય લેવાયો

Greenland Ruby temporarily stopped production at the mine
પોલીશ્ડ રૂબી. (ગ્રીનલેન્ડ રૂબી)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ગ્રીનલેન્ડ રૂબી નામની ખાણ કંપનીએ અસ્થાયી ધોરણે એકાએક ઉત્પાદન કાર્ય અટકાવી દીધું છે. કંપનીએ જાતે આ અંગે જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે પાછલા કેટલાંક સમયમાં વેચાણ ઘટ્યું છે. તેના લીધે નફો પણ ઘટ્યો છે. વળી, હાલમાં કંપની પાસે 2025 સુધી ચાલે તેટલો સ્ટોક છે, તેથી ખાણને અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી છે.

કંપનીએ તેની ખાણને આર્કિટેક દેશના દક્ષિણ પશ્ચિમમાં આવેલા એપાલુટોકમાં મેઈન્ટેનન્સ માટે મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં એવી ચર્ચા ઉઠી હતી કે કાયમી ધોરણે ખાણકાર્ય બંધ કરાયું છે, પરંતુ હાલ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ખાણ મેઈન્ટેનન્સ માટે બંધ કરવામાં આવી છે.

ગ્રીનલેન્ડ રૂબી કંપનીના સીઈઓ આર્ન્ટ એરિક રોર્નેસે જણાવ્યું કે અમે સંગઠનાત્મક ચપળતા અને કાર્યક્ષમતા વધારવા હેતુથી શ્રેણીબંધ ફેરફારો કર્યા છે અને વહીવટી પગલાં લીધા છે. જેમાં ખાણકામની કામગીરીને કામચલાઉ ધોરણે બંધ કરવાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે.

કંપની 2025માં ખાણને ફરીથી ખોલવાની યોજના ધરાવે છે. ત્યારે સ્ટાફને ફરી નોકરી પર રાખવામાં આવશે. તે ડેનમાર્કમાં તેની મોટા ભાગની કામગીરીને એકીકૃત કરીને તેની ગ્લોબલ ઓફિસને પણ સુવ્યવસ્થિત કરશે. તેની સૌથી મોટી વેપાર ચેનલો યુએસ અને થાઈલેન્ડમાં છે, જે નિયમિત ચાલુ રહેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant