GIAએ California હેડક્વાર્ટર ખાતે 151 કર્મચારીઓની છટણી કરી

ગ્લોબલ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની ઘણી સંસ્થાઓ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓને કારણે મંદીનો સામનો કરી રહી છે જેની અસર ગ્લોબલ જેમ ટ્રેડ પર પડી છે.

GIA’s California headquarters laid off 151 employees
કાર્લ્સબડ, કેલિફોર્નિયામાં જીઆઈએનું મુખ્ય મથક. (GIA)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હીરાઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી વચ્ચે જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા (GIA) એ તેના કાર્લસબડ, કેલિફોર્નિયા, હેડક્વાર્ટર ખાતે લગભગ 20 ટકા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

GIAના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર Stephen Morisseau એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે 151 કર્મચારીઓની છટણી કરી છે. જેઓ મુખ્યત્વે તેની લેબોરેટરીમાં, તેમજ કેટલાક કોર્પોરેટ હોદ્દા પર હતા.

Stephen Morisseauએ કહ્યું કે, ગ્લોબલ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની ઘણી સંસ્થાઓ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓને કારણે મંદીનો સામનો કરી રહી છે જેની અસર ગ્લોબલ જેમ ટ્રેડ પર પડી છે.જેને GIAની Gem Identification and Grading Servicesની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્ટાફ ઘટાડવાનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધી સાન ડિએગો યુનિયન-ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર, છટણીથી કાર્લ્સબેડમાં GIAના કુલ કર્મચારીઓની સંખ્યા 600 થઈ જશે, વૈશ્વિક સ્તરે, GIAમાં આશરે 3,500 કર્મચારીઓ છે.

Stephen Morisseauએ કહ્યું કે, કર્મચારીઓની છટણી અમારા મહત્વપૂર્ણ કન્ઝયૂમર પ્રોટેકશન મિશનને આગળ વધારવાની અમારી ક્ષમતાને અસર કરશે નહીં, ન તો તે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવાની અમારી ક્ષમતાને અસર કરશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant