જેમફિલ્ડ્સ કહે છે કે રુબી ચાઈનીઝ માર્કેટમાં આગળ વધી રહ્યા છે

ચાઇનીઝ ગ્રાહકો સંપત્તિ અને ફેશનના પ્રતીક તરીકે માણેક માટે મજબૂત પસંદગી દર્શાવે છે, લોકપ્રિયતામાં નીલમ અને નીલમણિને પાછળ છોડી દે છે.

Gemfields says rubies making headway in the Chinese market
ફોટો : રૂબી બીજા સ્થાનના નીલમ કરતાં લગભગ બમણી લોકપ્રિય છે. (સૌજન્ય : જેમફિલ્ડ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પ્રિસિયશ જેમસ્ટોન્સ માઇનર Gemfields એ જણાવ્યું હતું કે, ચાઇનીઝ ગ્રાહકોમાં રૂબી પસંદગીનો કલર્ડ સ્ટોન બની રહ્યો છે, લગભગ 61વસ્તી તેને હસ્તગત કરવાની ઇચ્છા રાખે છે અને લગભગ 55 લોકોએ ગયા વર્ષમાં રૂબીની ખરીદી કરી હતી.

જેમફિલ્ડ્સના બીજા ચાઇનીઝ કન્ઝયૂમર રિપોર્ટના તારણો પૈકી દર્શાવેલ તારણો પૈકા માઇનરનું કહેવું છે કે, અવેરનીસની દ્રષ્ટિએ, રૂબી બીજા સ્થાનના સેફાયર (નીલમ) કરતાં લગભગ બમણું લોકપ્રિય છે.

તેની ઇચ્છનીયતા અને ખરીદીને ધ્યાનમાં લેતાં, રેડ સ્ટોન બીજા સ્થાનના નીલમણિ (એમરલ્ડ) કરતાં લગભગ ત્રણ ગણું વધુ લોકપ્રિય છે.

ચીફ એક્ઝિક્યુટિવ સીન ગિલ્બર્ટસને જણાવ્યું હતું કે નવા સંશોધનો કોરોના મહામારી પછીની અનિશ્ચિતતાઓ વચ્ચે રુબીઝ માટે “એક અદમ્ય તરસ” દર્શાવે છે, જે જેમ પ્રોડ્યુસર્સ માટે એક અનન્ય તકનું પ્રતિનિધિત્વ કરે છે.

જેમફિલ્ડ્સના માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર, એમિલી ડુંગેએ જણાવ્યું હતું કે, રૂબીઝને રક્ષણ, સમૃદ્ધિ અને જુસ્સાનું પ્રતીક કહેવામાં આવે છે, અને આ બજાર સંશોધનથી તે સ્પષ્ટ છે કે ચાઈનીઝ ગ્રાહકો રૂબીઝ પ્રત્યે ઉત્સાહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચાઇનીઝ ગ્રાહકો રૂબીઝ માટે વિશેષ પસંદગી ધરાવે છે જે તેમની સંસ્કૃતિમાં જેમસ્ટોન્સના સૌંદર્યલક્ષી પ્રતીકવાદ સાથે જોડાયેલું છે.

જ્યારે ગાહકોને પૂછવામાં આવ્યું કે રુબી તમારા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે? જેમાંથી 31 ટકાએ કહ્યું હતું કે સંપત્તિ અને સમૃદ્ધિ. 29 ટકાએ જણાવ્યું કે એ તેમના માટે ટેસ્ટફુલ છે. 28 ટકાએ કહ્યું કે ચાઇનીઝ જેવું લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરદાતાઓએ શેર કર્યું હતું કે તેઓ રૂબીને પરંપરાગત ચાઇનીઝ સંસ્કૃતિના પ્રતીક તરીકે અને “નવા ચાઇનીઝ” સૌંદર્ય શાસ્ત્રના મૂર્ત સ્વરૂપ તરીકે જુએ છે, જે રોજિંદા નવી ચાઇનીઝ ડ્રેસિંગ શૈલીમાં સમાવિષ્ટ કરવા માટે યોગ્ય છે.

સંશોધન વ્યક્તિગત અને મોડિફાઇ જેવી નવીન રૂબી પ્રોડક્ટ એપ્લિકેશનની સંભવિતતા તરફ નિર્દેશ કરે છે.

રિપોર્ટમાં સંભવિત રૂબી ગ્રાહકોના ત્રણ જૂથોની પણ ઓળખ કરવામાં આવી છે. પહેલું ગ્રુપ નવા સમાજવાદી છે, જેઓ સર્જનાત્મક, આત્મવિશ્વાસુ અને મિલનસાર છે, તેમાંના મોટા ભાગના પુરૂષ ઉદ્યોગસાહસિકો અને એક્ઝિક્યુટિવ છે, અને રૂબીઝ તેમના સોશિયલ સ્ટેટસના પ્રતીક તરીકે જોવામાં આવે છે. બીજું ગ્રુપ, સૌંદર્યલક્ષી પ્રશંસા કરનારાઓનું છે. જેઓ વૈભવી જીવનશૈલીનો આનંદ માણે છે અને વિવિધ પ્રકારના શોખ ધરાવે છે. આ જૂથ મોટે ભાગે ફસ્ટ ટાયર સિટીઝ યુવતીઓનું બનેલું છે. ત્રીજું ગ્રુપ ચીની સંસ્કૃતિને સમર્પિત છે, જેમાંથી મોટા ભાગના બેઇજિંગ અને ચેંગડુ જેવા ઐતિહાસિક શહેરોમાં રહે છે. આ ગ્રુપ રૂબીઝના કલેક્ટર વેલ્યુઝ મૂલ્યની પ્રસંશા અને પરંપરાગત ચાઇનીઝ શૈલીઓ સાથે રૂબીઝને સંયોજિત કરવાની શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જેમફિલ્ડ્સે નોંધ્યું કે. ચાઈનીઝ માર્કેટ રૂબીઝમાં ઉચ્ચ સ્તરની રુચિ દર્શાવતું હોવા છતાં, ભાવ, સર્ટિફેકેશન, માઇનીંગ અને પ્રક્રિયા જેવા મુખ્ય વિષયોની આસપાસ વધુ પારદર્શિતાની મજબૂત માંગ સાથે જ્ઞાનમાં અંતર છે.

માઇનરે કહ્યું કે, વર્તમાન માહિતી મુખ્યત્વે સોશિયલ મીડિયા પરની બ્રાન્ડ્સ અને વિશિષ્ટ જ્વેલરી ઇલ્ફલ્યૂઅનર્સ, મૂલ્યાંકનકારો, ડિઝાઇનર્સ, બ્રાન્ડ સેલ્સ સ્ટાફ અને સેલિબ્રિટી સ્ટાઇલિંગ તરફથી આવે છે.

જેમફિલ્ડ્સ મોઝામ્બિકમાં મોન્ટેપ્યુઝ ખાણની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જે વિશ્વની સૌથી ધનિક રૂબી ડિપોઝિટ છે. તે ઝામ્બિયામાં કેજામ નીલમણિ ખાણની પણ માલિકી ધરાવે છે, જે વિશ્વના ગ્રીન જેમસ્ટોન્સના પાંચમા ભાગથી વધુ પ્રદાન કરે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant