યુરોપિયન યુનિયને રશિયાની અલરોઝા ખાણ અને તેના સીઈઓ પરના પ્રતિબંધની મુદ્દત લંબાવી

પ્રતિબંધના નવા નિયમો અલરોઝા અને મેરિનીચેવ પર લાગુ, યુક્રેનમાં યુદ્ધ સંબંધિત EU પ્રતિબંધો હવે લગભગ 1,950 વ્યક્તિઓ અને સંસ્થાઓ પર લાગુ કરાયા

European Union extends ban on Russias Alrosa mine and its CEO
ફોટો : પાવેલ મેરિનીચેવ - સીઇઓ, અલરોસા. (અલરોસા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદથી યુરોપિયન યુનિયને રશિયા સાથેના વ્યાપારિક સંબંધો કાપી નાંખ્યા છે. રશિયાની સૌથી મોટી રફ ડાયમંડ માઈન અલરોઝા પર યુરોપીયન યુનિયને પ્રતિબંધ લાદી દીધા હતા. આ સાથે જ અલરોઝાના સીઈઓ પર પણ પ્રતિબંધના નિયમો લાગુ કર્યા હતા. હવે યુરોપિયન યુનિયને આ પ્રતિબંધોની મુદ્દત લંબાવી છે.

તાજેતરમાં યુરોપિયન યુનિયને જાહેર કર્યું કે, અલરોઝા અને તેના સીઈઓ પાવેલ મેરિનીચેવ પરના પ્રતિબંધો ચાલુ રહેશે. કારણ કે આ હીરાની ખાણ રશિયન સરકારની આવકમાં મોટો ફાળો આપે છે, જેનો ઉપયોગ રશિયન ગર્વમેન્ટ યુક્રેન સામેના યુદ્ધમાં કરે છે.

કંપની અને મેરિનીચેવ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્સવ અને સ્વતંત્રતાને નબળી પાડતી અથવા ધમકી આપતી ક્રિયાઓ માટે જવાબદાર છે એમ યુરોપિયન કાઉન્સિલે જાહેર કર્યું હતું. આ કાઉન્સિલમાં યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના વડાઓનો સમાવેશ થાય છે.

આ પગલાથી યુરોપિયન યુનિયન રશિયન હીરા પર પ્રતિબંધને વધુ પુરક બનાવે છે, જેને બ્લોકે ડિસેમ્બરમાં મંજૂરી આપી હતી. નવા પ્રતિબંધો અલરોઝા અને તેના સીઈઓને એક કંપની અને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરે છે.

યુરોપિયન યુનિયનના ઓફિશિયલ જર્નલમાં કાનૂની એન્ટ્રી મુજબ નવા નિયમો અલરોઝા અને મેરિનીચેવમાં ઉમેરે છે. આ યાદી પહેલીવાર 2014માં સંકલિત કરાઈ હતી, જેમના ભંડોળ અને આર્થિક સંસાધનો સ્થિર થવાના છે. EU તેના નાગરિકો અને કંપનીઓને સૂચિમાંના લોકો માટે અથવા તેમના લાભ માટે ભંડોળ અને આર્થિક સંસાધનો ઉપલબ્ધ કરાવવાથી પણ પ્રતિબંધિત કરે છે. યુક્રેનમાં યુદ્ધ સંબંધિત EU પ્રતિબંધો હવે લગભગ 1,950 વ્યક્તિઓ અને સંસ્થાઓ પર લાગુ થાય છે, કાઉન્સિલે જણાવ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant