દુબઈની ફ્યુરા જેમ્સ રૂબીના સપ્લાય માટે ચીનના ઉત્પાદકો સાથે કરાર કરશે

હીરા ઉદ્યોગની જેમ કલર્ડ સ્ટોનના સતત પુરવઠાની ખાતરી બ્રાન્ડ્સ, મોટા રિટેલર્સ અને ઉત્પાદકોની માંગમાં નોંધપાત્ર વધારો કરશે : દેવ શેટ્ટી

Dubais Fura Gems will contract with Chinese producers to supply rubies
ફોટો : રફ રૂબીઝ. (ફ્યુરા જેમ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

દુબઈ સ્થિત સ્ટોન માઈનીંગ કંપની ફ્યુરા જેમ્સ રૂબી સપ્લાય માટે ચાઈનાના ઉત્પાદકો સાથે કરાર કરશે. આ કરાર હેઠળ ફ્યુરા ત્રણ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે મોઝામ્બિકના કાબો ડેલગાડો પ્રાંતમાં તેના રૂબી માઈનીંગ ઓપરેશનમાંથી ચાઈના સ્ટોનને 0.25 થી 0.75 કેરેટ પત્થરો સપ્લાય કરશે.

આ ભાગીદારી વોચીસ અને જ્વેલરી ઉત્પાદકો તેમજ રિટેલર્સ માટે નૈતિક રીતે ખનન કરાયેલા રત્નોના વિશ્વસનીય સ્ત્રોતની ખાતરી આપે છે, જે વધુ સારા ઉત્પાદન આયોજન અને આગાહીને સમર્થન આપે છે એમ કંપનીએ જાહેર કર્યું હતું.

ચાઈના સ્ટોન એ ચોક્સાઈથી કટ એન્ડ પોલિશ્ડ થયેલા સ્ટોનના સપ્લાયર જ્વેલરી અને વોચીસ ઈન્ડટ્રી છે. આ સપ્લાય સાથે બેંગ્કોક સ્થિત કંપની તેના ગ્રાહકોને માઈન ટુ માર્કેટ ટ્રેસેબિલિટી ઓફર કરી શકે છે.

આ કરાર બંને ભાગીદારોને મોઝામ્બિક રૂબીના માર્કેટિંગ માટે સામગ્રી અને પ્રવૃત્તિઓ વિકસાવવા માટે સહયોગ કરવા માટે પણ સક્ષમ બનાવશે.

ફ્યુરા જેમ્સના ફાઉન્ડર અને સીઇઓ દેવ શેટ્ટીએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગની જેમ કલર્ડ સ્ટોનના સતત પુરવઠાની ખાતરી બ્રાન્ડ્સ, મોટા રિટેલર્સ અને ઉત્પાદકોની માંગમાં નોંધપાત્ર વધારો કરશે. ભાગીદારી એ મજબૂત, પારદર્શક અને શોધી શકાય તેવા સ્ટોન સપ્લાય ચેનલ સ્થાપિત કરવાના ફ્યુરાના મિશનની શરૂઆત છે.

ચાઇના સ્ટોન માટે સતત રંગીન પથ્થરનો પુરવઠો “નોંધપાત્ર પડકાર” રહ્યો છે, તેના સીઇઓ લી ચોંગજીએ જણાવ્યું હતું. અમે માનીએ છીએ કે આ સહયોગ માત્ર આ પડકારને જ દૂર કરશે નહીં, પરંતુ માંગને પહોંચી વળવા માટે અમારા ગ્રાહકોને તેમના ઉત્પાદનનું અગાઉથી આયોજન કરવામાં પણ મદદ કરશે.

દુબઈ સ્થિત ફ્યુરા જેમ્સે તાજેતરમાં રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC) તરફથી પ્રમાણપત્ર મેળવ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં સોથેબીઝ ખાતે 55.22-કેરેટ એસ્ટ્રેલા ડી ફ્યુરા રૂબીના વેચાણ માટે નોંધપાત્ર ધ્યાન મેળવ્યું હતું. જૂન ન્યૂ યોર્કના વેચાણમાં આ પથ્થર $34.8 મિલિયનમાં ગયો હતો, જે કોઈપણ રંગીન રત્ન માટે વિશ્વ હરાજીનો રેકોર્ડ છે. કંપનીએ તેની મોઝામ્બિક ખાણમાંથી શોધી કાઢેલા 101 કેરેટના રફમાંથી પોલિશ્ડ રત્ન આવ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant