પગાર અડધો થઈ જતાં રત્નકલાકારે ફાંસો ખાઈ આપઘાત કર્યો

કતારગામના પંડોળમાં હીરા ઘસવાનું કામ કરતા મેહુલભાઈનો મંદીના લીધે પગાર અડધો થઈ ગયો હતો, પરિવારના ભરણપોષણની ચિંતાથી વ્યથિત હતા

Diamond Artisan committed suicide due financial crisis
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં 24 કલાકમાં બે અલગ-અલગ બનાવમાં બે રત્નકલાકારે આર્થિક સંકડામણમાં આવીને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ઉધનાના રત્નકલાકારે તાપી નદીમાં પડતું મૂકીને તો અડાજણના રત્નકલાકારે ફાંસો ખાઈને આપધાત કર્યો હતો.

મૂળ બનાસકાંઠાના વતની મેહુલ બાબુભાઈ ચૌહાણ (41 વર્ષ) હાલ અડાજણ હનીપાર્ક રોડ ખાતે આવેલ સતનામા એપાર્ટમેન્ટમાં ધર નંબર 203માં બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા.

તેઓ કતારગામ પંડોળ ખાતે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા. અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હીરા બજારમાં મંદીને કારણે મેહુલભાઈ સતત તણાવમાં રહેતા હતા. તેઓ દર મહિને 30 થી 35 હજાર રૂપિયા કમાતા હતા.

પરંતુ તેઓનો પગાર અડધો થઈ જતાં તેઓ ઘર કેવી રીતે ચલાવશે તેવા વિચારો સાથે સતત આર્થિક સંકડામણથી પીસાતા હતા. જેથી તનાવમાં આવી શનિવારે બપોરે મેહુલભાઈ બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

તેમની દીકરી હાલ ધોરણ-10માં બોર્ડની પરીક્ષા આપવાની હતી, તેમનો એક નાનો દીકરો છે અને પત્ની ગૃહિણી હોવાથી પરિવાર માથે તેમના મૃત્યુથી આભ તૂટી પડ્યું હતું.

ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત (DWUG) એ રાજ્ય સરકાર દ્વારા તાજેતરના બજેટમાં હીરાના કારીગરોની કથિત ઉપેક્ષા સામે સખત નિંદા વ્યક્ત કરી છે.

DWUGના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હીરાના કારીગરો, જેઓ હીરાને પોલિશ કરે છે, તેઓ તેમના જીવનને પોલીશ કરતા નથી. રાજ્ય સરકાર તેમની દુર્દશા પ્રત્યે સંતુષ્ટ રહેતી હોવાથી તેમના માટે કોઈ આશા બચી નથી. અમારી નાણાકીય માંગણીઓ બેરોજગાર કારીગરોને સહાય અને આત્મહત્યા કરનારાઓના પરિવારજનો સાંભળ્યા વિના ગયા છે.”

“મેહુલની દુર્ઘટના એ એક્શન માટે સખત કોલ છે. હીરા ઉદ્યોગમાં કટોકટીનો સામનો કરવા અને તેના કામદારોની વેદનાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાંની જરૂર છે. સરકારે હીરાના કારીગરો માટે સહાયતા, નાણાકીય સહાય પૂરી પાડવા, વૈકલ્પિક રોજગારીની તકો શોધવા અને માનસિક સ્વાસ્થ્ય સંસાધનો પ્રદાન કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ.” ટાંકે વધુમા ઉમેર્યું હતું.

યુવાન 28 વર્ષના રત્નકલાકારે આર્થિક ભીંસમાં તાપીમાં પડતું મૂક્યું

દરમિયાન બીજી એક ઘટનામાં ઉધના વિસ્તારમાં આવેલા આસપાસ નગર વિભાગ-2માં સંદીપ રવીન્દ્ર પાટીલ (28 વર્ષ) તેની માતા સાથે રહેતો હતો. સંદીપ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

શનિવારે સંદીપે તાપી નદીમાં પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે 6 વાગ્યાના અરસામાં અઠવાલાઇન્સ નાવડી ઓવારા ખાતે પાણીમાં તેનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે રાંદેર પોલીસ સ્થળ પર દોડી આવી હતી.

સંદીપના કપડામાંથી તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેથી પોલીસે પરિવારને જાણ કરી હતી. સંદીપે હીરા બજારમાં મંદીના કારણે આર્થિક સંકડામણમાં આવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant