એન્ટવર્પમાં ડાયમંડ સર્ટિફિકેશનના નિયમને પડકારવા ડી બિયર્સે પૂર્વ બ્રિટીશ રાજદ્વારીને એપોઈન્ટ કર્યા

એમ્મા વેડ સ્મિથ જાન્યુઆરી સુધી ન્યુયોર્કમાં યુકેના કોન્સ્યુલ જનરલ હતા. તેઓ હવે બ્રિટિશ ખાણ કંપનીના નવા સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ છે.

De Beers appoints former British diplomat to challenge diamond certification rules in Antwerp
ફોટો : એમ્મા વેડ સ્મિથ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયાન ડાયમંડ પર યુરોપિયન દેશોમાં પ્રતિબંધ બાદ હીરાના એકમાત્ર એન્ટ્રી ગેટ તરીકે એન્ટવર્પના હોદ્દાને પડકારવા માટે ડી બિયર્સ કંપનીએ પૂર્વ સિનિયર બ્રિટિશ રાજદ્વારીને એપોઈન્ટ કર્યા છે.

એમ્મા વેડ સ્મિથ જાન્યુઆરી સુધી ન્યુયોર્કમાં યુકેના કોન્સ્યુલ જનરલ હતા. તેઓ હવે બ્રિટિશ ખાણ કંપનીના નવા સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ છે. તેઓ સરકારી બાબતો માટે વેસ્ટર્ન ગર્વમેન્ટ માટે લોબિંગ કરે છે.

તેણી અને વોશિંગ્ટન ડીસી સ્થિત એક ટીમ બોત્સ્વાના, નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને કેનેડા સહિતના મુખ્ય હીરા ઉત્પાદક દેશોમાં વધારાની શાખાઓ અથવા એન્ટ્રી પોઈન્ટની માંગ કરી રહી છે.

ડી બિયર્સના પ્રવક્તાએ બ્રિટનના ડેઇલી ટેલિગ્રાફ અખબારને જણાવ્યું હતું કે વધારાની શાખાઓ હીરાના સ્ત્રોતની ચકાસણીની અસરકારકતામાં વધારો કરશે જ્યારે નૈતિક બિન-રશિયન હીરા ઉત્પાદક દેશો અને કાયદેસર બિન-રશિયન હીરાના વેપાર માટે અનિચ્છનીય નકારાત્મક પરિણામોને ટાળશે.

27 EU દેશો સહિત G7 દેશો વૈશ્વિક સ્તરે હીરાના વેચાણમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. 1 માર્ચથી તેઓએ 1.0-cts અથવા તેથી વધુના તમામ રશિયન રત્ન ગુણવત્તાના હીરાની આયાતને ગેરકાયદેસર ઠેરવી છે, પછી ભલેને તેઓ ક્યાં પણ કાપવામાં આવ્યા હોય અને પોલિશ કરવામાં આવ્યા હોય.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant