સુરતમાં હીરાનું બીટુબી પ્રદર્શન “કેરેટ્સ”, 116 સ્ટોલમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી અને લેસર ટેક્નોલોજી મૂકાઈ

સુરતમાં ડાયમંડ સેક્ટરના થઈ રહેલા વિકાસથી સમગ્ર દુનિયાની ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ : કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા

CARATS 2022 – Surat Diamond Expo-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા. 15 થી 17 જુલાઈ દરમિયાન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન “કેરેટ્સ : સુરત ડાયમંડ એક્સપો”માં આ વર્ષે નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો પણ એક્ઝિબિશનમાં સમાવેશ કરાયો છે.

કેરેટ્સ એક્સપો એ હીરાઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઉભું કર્યું છે. ત્રિદિવસીય લૂઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ ૧૧૬ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન, સરીન મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલનો સમાવેશ થાય છે.

હીરાનો વેપાર વિશ્વાસ પર ચાલતો

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગના થઇ રહેલા અપ્રતિમ વિકાસથી સમગ્ર દુનિયાએ ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલી છે.

હાલ આયુર્વેદ, ડિઝાસ્ટર અને સોલાર એલાયન્સ જેવા મુખ્ય વિભાગોના કેન્દ્ર ભારતમાં છે. ડાયમંડનો વ્યાપાર એ ભરોસાથી ચાલતો વ્યવસાય છે, ત્યારે સુરતના તમામ ભરોસેમંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

મંત્રીશ્રીએ દુનિયાભરમાં યોજાતી વિવિધ ક્ષેત્રોની તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માફક સુરત શહેર ડાયમંડ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની કરવા ઉપરાંત સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું.

ખજોદમાં પોલીસ સ્ટેશન બનશે

આ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સને સૌથી ઉમદા જનભાગીદારીનો પ્રોજેક્ટ ગણાવતા કહ્યું કે, ડાયમંડ બુર્સ હીરા સહિત અન્ય ક્ષેત્રોના વિકાસમાં નિમિત્ત બનશે.

ડાયમંડ બુર્સની સુરક્ષા હેતુ ટૂંક સમયમાં ખજોદ ખાતે બિલ્ડિંગ નજીક ગુજરાતનું સૌથી હાઈટેક પોલીસ સ્ટેશન બનાવાશે.

વધુમાં તેમણે કહ્યું કે, સુરતના ડાયમંડ વેપારીઓની અન્ય રાજ્યના વ્યાપારીઓ કે અસામાજિક તત્વો દ્વારા થતી છેતરપિંડીના કેસો અથવા નાણાકીય લેણદેણના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવશે.

આ સંદર્ભે તેમણે સુરત ડાયમંડ એસોસિએશન સાથે સંકલન કરી આ પ્રકારની અરજીઓ પહોંચતી કરવાનું સૂચન કર્યું હતું.

ગુજરાત મોખરે

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગનું હબ બન્યું છે. તેમજ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ગુજરાત રાજ્ય દેશમાં મોખરે રહ્યું છે.

સુરતમાં લૂઝ અને નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બને તેમજ સ્વદેશી પ્રોડક્ટનું માર્કેટ આપણી પાસે રહે તેવા હેતુથી સુરતમાં આ ડાયમંડ અને જ્વેલરી એક્સપો યોજાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરીયા અને એસોસિયેશનના સભ્યો દ્વારા ડાયમંડ સિટી ન્યૂઝ પેપરના સ્ટોલની શુભેચ્છા મુલાકાત લીધી એના બદલ ખુબ ખુબ આભાર…

CARATS 2022 – Surat Diamond Expo-4

Follow us on :

Facebook
Twitter
Pinterest
LinkedIn
Instagram

Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓhttps://t.me/diamondcitynewssurat

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant