“B2B કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પો-2022″નું 15 થી 17 જુલાઇ સુધી આયોજન…
પહેલીવાર લુઝ ડાયમંડના 150 કરતા વધુ સ્ટોલ લાગશે

આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક્ઝીબીશનને ખુબ જ સારી સફળતા મળી હતી. B2B કેરેટસ - સુરત ડાયમંડ એક્સ્પોએ હીરાઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે.

B2B Carats - Surat Diamond Expo-2022 from 15th to 17th July
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

સુરતમાં ડાયમંડ બાયર્સની “કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પો” માં વિજીટર્સ રજીસ્ટ્રેશન થયું રહ્યું છે. નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોના સીધા સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું “B2B કેરેટસ – સુરત ડાયમંડ એક્સ્પો”નું આયોજન વર્ષ 2018-જુલાઈ – 40 બુથ અને બીજીવાર ઓગસ્ટ-2019 – 79 બુથ સાથે અવધ યુટોપિયા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. બંને એક્ઝીબીશન ખુબ સફળ રહ્યા હતા.

વર્ષ 2020 અને 2021માં કોરોના ઓમિક્રોન વાયરસને કારણે આયોજન થઈ શક્યું નથી. B2B કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સ્પો-2018 અને 2019માં ખુબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમને વેપારમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક્ઝીબીશનને ખુબ જ સારી સફળતા મળી હતી. કેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પોના આયોજનથી બાયર્સને સુરત આવવા માટેનું એક હકારાત્મક વાતાવરણ મળ્યું હતું.

B2B કેરેટસ – સુરત ડાયમંડ એક્સ્પોએ હીરાઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યી છે.

દરેક જ્વેલરી ઉત્પાદક અને ઝવેરી સસ્તા ડાયમંડની શોધમાં હોય છે ત્યારે કેરેટ્સ એકસ્પોએ તેમને નવા સપ્લાયર્સ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા. 15 થી 17 જુલાઈ-2022ના રોજ ક્લબ અવધ યુટોપિયા – સુરત ખાતે ત્રીજીવાર કેરેટસ – સુરત ડાયમંડ એક્સ્પોનું આયોજન થઈ રહ્યું છે.

સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજી માવાણી ત્રીજીવાર યોજાનાર B2B કેરેટસ – સુરત ડાયમંડ એક્સ્પો’મા નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ (લેબગ્રોન), જ્વેલરી મેન્યુફેકચર્સ, જવેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલ છે.

આ વર્ષે એક્ઝબીશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ, પોલ્કી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન રહેશે.

એક્ઝબીશન કન્વીનર ગૌરવભાઈ સેઠીએ જણાવ્યું હતું કે 150 બુથની અમારી વ્યવસ્થા છે. જેની સામે 170 બુથની માંગ ઉભી થઇ છે. પ્રીમીયમ બાયર્સને કોમ્પલીમેન્ટરી સ્ટે આપવા માટે અવધ યુટોપિયા ક્લબમાં 350 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આઠ થી દસ શહેરોમાં રોડ શો કરવામાં આવેલ છે અને હજુ વધુ આગામી સમયમાં ભારતના નાના મોટા 30 થી 40 મુખ્ય શહેરોમાં જઈ રોડ શો કરવામાં આવશે, વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે માર્કેટિંગ શરુ થઇ ગયેલ છે.

કેરેટ્સની મુલાકાત લેવા દેશ વિદેશથી ખુબ જ ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેશન થઇ રહ્યું. અંદાજીત 15,000 વિઝીટર્સ આવશે તેવી અપેક્ષા છે. અમારી વધુ માહિતી સુરત ડાયમંડ એસોસિએશનની વેબસાઈટ www.sdasurat.org પર મળી રહેશે. આ વેબસાઈટ પર 31 મે-2022 સુધી વિજીટર્સ રજીસ્ટ્રેશન ફ્રિ રાખવામાં છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant